~ગૂગલ દ્વારા સમર્થિત પ્રસાર ભારતીની પહેલ, જેનું નિર્માણ કરાયું છે ભારત બાલા અને વર્ચુઅલ ભારત દ્વારા –
આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ ટેક્નોલૉજીથી સશક્ત થયેલ ભારતીય અવાજમાં આપણે લાગણીઓને કેવી રીતે ઢાળી શકીએ? ભારત કેવી રીતે એવું ગીત ગાઈ શકશે, કે જેથી આ અવાજની પ્રતીતિ ટેક્નોલૉજીકલ નહીં થાય?ભારતીયો, તેમના ભાવનીક સબંધો અને ટેક્નોલૉજી આ બધાને એક સૂત્રમાં બાંધી શકે એવી અચૂક અભિવ્યક્તિ કઈ? વર્ચુઅલ ભારતના નિર્માણ માટે ભારતીયોને કેવી રીતે એક સાથે લાવી શકાય?
17 ઓગસ્ટ, 2020:સ્વતંત્રતા દિવસ પર ‘દ વર્ચુઅલ નેશનલ એંથમ’ ગૂગલ સર્ચ, યૂટ્યુબ માસ્ટહેડ અને દૂરદર્શન પર દાખલ થયું,દેશના 74માં સ્વતંત્રતા દિવસે આ એંથમમાં અરુણાચલ પ્રદેશના પર્વતોથી માંડીને થાર રણ સુધીના પ્રાંતોથી ઉત્પન્ન થતો ભારતીય નાગરિકોનોઅવાજ એક ભવ્ય દિવ્ય અભિવ્યક્તિ દ્વારા એક બીજા સાથે હળી-મળી ગયેલો જણાયો.
વર્ષ 2020એ ભારતને સામાજિક અંતર રાખવાની ફરજ પાડી, એક એવું વર્ષ જ્યારે ભારતીયો એક બીજાથી વિખૂટા પડી ગયા. આ ફિલ્મ મજબૂત લાગણીઓ લઈ આવે છે, કારણ કે આમાં આપણે દેશના ખૂણે ખૂણેથી લોકોને આ ગીત એક સાથે ગાતા જોઈએ છીએ. ભારત બાલા અને તેમની વર્ચુઅલ ભારતની ટીમે આ તમામ અવાજોને ગૂગલ AI દ્વારા એકત્ર કરીને એક અતિ ભવ્ય એવી અદ્યતન સિનેમેટિક કલ્પનામાં ઢાળી છે.
પ્રસાર ભારતી, વર્ચુઅલ ભારત અને ગૂગલના આ પ્રથમ અને અનોખા સહયોગમાં ભારતને AI થી સશક્ત થયેલ સાંગીતિક અનુભવ સાથે તેનું રાષ્ટ્રગીત ગાવાની તક મળી અને સુપ્રસિદ્ધ ફિલ્મમેકર ભારત બાલા અને તેમની વર્ચુઅલ ભારત ટીમના નિર્દેશન હેઠળ તેનું સિનેમેટિક પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું.
ભારતબાલાએ કહ્યું, “આજના સમયમાં જ્યારે આપણે બધા એક બીજાથી વિખૂટા પડી ગયા છીએ, ત્યારે વર્ચુઅલી લોકોને એક સાથે લાવવાનો આ પ્રયાસ કરીને મૂળભૂત રીતે એક વર્ચુયલ ભારતનું સર્જન કરવું એ મારી કલ્પના હતી.
ભારત વિશેની મારી નવી કલ્પના- વર્ચુઅલ ભારત એ ભારતને વર્ચુઅલી એક સાથે લાવવા વિશે છે. આપણી સંસ્કૃતિ વિશેની શોર્ટ ફિલ્મ્સ દ્વારા ભારતીયોને એક સાથે લાવવા, ડિજિટલ માધ્યમમાં એક જ સ્થાન પર એકત્ર કરવા અંગે છે. માટે તમામ પરિબળોનું આ એક સ્વાભાવિક અને અચૂક મિશ્રણ છે. એક અનોખા AI સાંગીતિક અનુભવમાં તમામ અવાજો લઈ આવતી આ ટેક્નોલૉજી તદ્દન નવી અને પહેલી વાર વાપરવામાં આવી છે. એમાં ક્રિએટિવ પડકાર એ હતો કે, ભારતીયોના અવાજોનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ કે જે થી તેમાં ટેક્નોલૉજી ન સંભળાય અને માનવીય સ્પર્શ જણાય?અવાજમાં રહેલી મૂળભૂત લાગણીઓ કેવી રીતે જળવાય? અને સૌથી મહત્ત્વનું કે, જગતના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત પ્રત્યેનો આપણો ઉંડો અને સાચો આદરભાવ કેવી રીતે અભિવ્યક્ત થાય?
આ પ્રકારની કલ્પનાઓ માટે અનોખુ વિઝન અને ભારતીય હોવાનો જુસ્સો આવશ્યક છે. સંજય ગુપ્તા કે જેઓ ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ છે, તેઓનો હું મનઃપૂર્વક આભાર માનું છું કારણ કે, જુલાઈ મહિનામાં એક મધરાતે તેમણે મને કોલ કરીને આ કલ્પના સંભળાવી કે સ્વતંત્રતા દિવસ પર તમામ ભારતીયો એક અવાજમાં ગાશે. અને મને ખાતરી હતી કે, આ ભાગીદારી પરિપૂર્ણ નીવડશે.
વર્ષ 2000માં અમે 50 ભારતીય સંગીત ઉસ્તાદો સાથે જન ગણ મન બનાવ્યું હતું. એટલે, મારા માટે આ રાષ્ટ્રગીતની એક નવા પ્રકારની અભિવ્યક્તિ હતી, જેમાં AI ટેક્નોલૉજીનો સાથ હતો. આ ટેક્નોલૉજી આમાં સરસ રીતે ભળી ગઈ છે.
ગૂગલ ફોર ઈન્ડિયા વિઝનના એક ભાગ રૂપે ગૂગલ જે સહકાર આપે છે, તે અભૂતપૂર્વ છે. ડિજિટલ પરીવર્તનથી ભારતીય સમાજના દરેક પાસાને આગળ લાવવાનો પ્રયાસ એક ઉત્કૃષ્ટ વિઝન છે. તેથી મને ઘણો જ વિશ્વાસ અને આશ્વાસન મળ્યું કે તેઓ યોગ્ય પાર્ટનર છે, જેમની પાસે દેશ માટે એક સાચું વિઝન છે. આ ફિલ્મના અંતિમ રૂપને લઈને અમે ખૂબ જ ખુશ છીએ અને અમને ખાતરી છે કે તેમાં વ્યક્ત થયેલ લાગણી સાથે ભારત અને દુનિયાભરમાં વસતા દરેક ભારતીયની લાગણી સંકળાશે.”
ભારત બાલાનું વિઝન અહીં મળી શકશે:
યુટ્યુબ- https://www.youtube.com/channel/UCk6qkhdKuV94gG8Qr6j3Ikg
ઇન્સ્ટાગ્રામ – https://www.instagram.com/virtualbharat/
ફેસબુક – https://www.facebook.com/virtualbharat
ટ્વિટર – https://twitter.com/virtual_bharat