ગુજરાતની 1984ની IPS બેચના બાહોશ અધિકારી રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે અતિ મહત્ત્વપૂર્ણ એવી બોર્ડર સિક્યુરીટી ફોર્સ-બીએસફના ડાયરેકટર જનરલ -ડીજી તરીકેની જવાબદારી સોંપી છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ કમિટીએ સરકારની નિમણૂકને મંજૂરી આપી છે. રાકેશ અસ્થાના હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના નવા ડીજી તરીકે પદભાર સંભાળશે. અગાઉ તેમણે સીબીઆઇમાં મહત્ત્વપૂર્ણ પદ પર કામ કર્યુ હતું.
બીએસએફના ડીજી તરીકે નિમવામાં આવેલા રાકેશ અસ્થાના એક હાઇપ્રોફાઇલ અધિકારી છે. તેમણે અતિ મહત્ત્વના અનેક કેસોની તપાસ કરી છે. જેમાં કેટલાક કેસો અતિ સંવેદનશીલ હતા. આઇપીએસ અધિકારી તરીકે તેમણે ગોધરા કાંડ, લાલુ પ્રસાદ યાદવની ધરપકડ જેવા કેસોમાં કામગીરી કરી છે. અસ્થાના હાલમાં સિવિલ એવિએશન સિક્યોરિટી ના ડીજી બ્યૂરો તરીકે કામ કરી રહ્યા હતા.બીએસએફના ડીજી તરીકે પદભાર સંભાળ્યા બાદ અસ્થાના વર્ષ 2021 સુધી પદ પર રહેશે. જોકે, બીએસએફની સાથે સાથે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડીજી તરીકેનો અધિક ચાર્જ પણ સંભાળશે.