અમદાવાદ, ઓગસ્ટ ૨૦૨૦ : છેલ્લા ઘણા સમય થી ચાલી રહે રહેલા આ કોરોના ના સમય ગાળા માં સતત લોકોમાં ડર, ગભરાટ અને દરેક પળે જાણે જીવન થી હરિ જઇશુ કાંતો હરિ ગયા છીએ એવી માનસિકતા લઈને ચાલતા આપડે જોઈ રહ્યા છીએ અને અવાર નવાર લોકો ડિપ્રેશન માં આવીને પોતાનો જીવ ઘુમાવી રહ્યા છે તેવા સમાચારો પણ જોવા મળતા હોય છે . આ સમયે પોતાના જીવન માં સુ કરવું, સુ ના કરવું તેનો લોકોમાં સતત સવાલ ઉભો થાય છે. ત્યારે પોતાની જીવન ની કહાની સાથે લોકોમાં ૧ પ્રકાશ ફેલાવાના હેતુથી ડો. સમીર મન્સૂરી જેઓને ગુજરાત સરકાર તરફથી ‘ગુજરાત નું ગૌરવ’ એવોર્ડ આપડા માનનીય સી. એમ. શ્રી વિજયભાઈ ના હસ્તે તેમજ હ્યુમન રાઈટ એવોર્ડ જે દિલ્હી હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારા નવાઝવામાં આવેલ છે. આ સાથે ગૌરવ વંતા ગુજરાતી એવોર્ડ જે ઐશ્વર્યા રાય બચ્ચન ના હસ્તકે તેઓને મળેલ છે જેઓ આ સમયે લોકોમાં પોતાની ફરજ અને કુદરતે આપેલી આવડત સાથે પોઝિટિવિટી ફેલાવવા માટેની થી ૧ પહેલ ડિજિટલ પ્લેટફોર્મ ની મદદ કરી રહ્યા છે. અને તેઓના આ કાર્ય માં ડો. ગની કે. મનસુરી (કન્સલ્ટન્ટ આયુર્વેદિક ફિજિસિઅન ભારત સરકાર દ્વારા જેઓ નિયુક્ત થયેલ છે અને જેઓ સી.સી.આઈ. એમ , ન્યુ દિલ્હી ના મેમ્બર પૂર્વ) રહી ચૂકેલા છે તે પણ જોડાયેલ છે.
આ વિશે જણાવતા ડો. સમીર મન્સૂરી દ્વારા કહ્યું હતું કે, મેં મારુ જીવન ખુબજ પરિશ્રમ સાથે જીવ્યું છે અને ઘણી મુશ્કેલીઓ વેઠીને હું અત્યારે આ પોઝિશન ઉપર આવ્યો છું ઘણી વાર હું પોતે રસ્તા પર , રેલવે સ્ટેશન પર ઊંઘી રહી ને અને બીજી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરીને જીવન માં આગળ વધ્યો છું. ઘણા વર્ષો પેહલા મેં મારુ જીવન હૅદ્રાબાદ માં એકયુપ્રેસર નું કામ કરીને શરૂ કર્યું છે અને આજે હું મારી આવડત અને પરિશ્રમ સાથે દુનિયામાં જાણીતા સેલિબ્રિટી જેવા કે જ્હોન એમ્બ્રાઇહ્મ, સુભાષ ઘાઈ, અસ્મિતા પટેલ , સલમાન ખાન, રિતિક રોશન માટે પણ કામ કરી રહ્યો છું. અને એટલા માટે અત્યાર ના ચાલી રહેલા આ પેન્ડેમિક સમય ગાળા માં લોકોને જીવન પ્રત્યે નો ડર અને ડિપ્રેશન દૂર કરી ૧ સાચી રાહ બતાવા માંગુ છું. જેના માટે હું કાઉન્સેલિંગ કરું છું અને અમદાવાદ, ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં પણ ઘણા લોકોના જીવન મેં બચાવ્યા છે અને હજુ વધારે પ્રયત્નો દ્વારા હું મારા આ કાર્ય ને સફળતા પૂર્વક આગળ વધારીશ.
આ માટે તેઓએ બ્લાઇંડડ્રીમ એનજીઓ અંતર્ગત અંધ છોકરીઓ ને વરુણ ધવન અને તારક મેહતા ની ટિમ સાથે મળીને એક્સેલ વર્લ્ડ ની પણ સફર કરાવી હતી. અને આ સાથે બ્યુટી એન્ડ ટેલેન્ટ પેજન્ટ ‘પ્રિન્સેસ ઇન્ડિયા’ નું પણ આયોજન સમગ્ર ઇન્ડિયા લેવલ પર કરવામાં આવ્યું હતું કે જેથી તેઓને ૧ પ્લેટફોર્મ મળી રહે અને પોતે અંધ હોવા છતાં પણ તેઓ માટે કશુજ જ અશક્ય નથી તેઓ એહસાસ ઉભો થાય અને આ શૉ માં સહકાર આપવા માટે જ્હોનબ્રાહમ, સુભાષ ઘાઇ, ભાગ્યશ્રી, લૌરેન ગોટલીબ, અમ્ર્યા દસ્તુર, અમિત દૌલાવત, સતિષ કૌશિક વગેરે જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જાણીતા લોકો પણ જોડાયા હતા અને હવે તેઓ વિદેશી ગંતવ્યમાં ‘પ્રિન્સેસ વર્લ્ડ’ જે સૌ પ્રથમ દુબઇ માં રાખવા માટે રાખવા તરફ કામ કરી રહ્યા છે.
આ દરીમ્યાન તેઓએ ઉમેર્યું હતું કે, કયારેય હતાશ થશો નહીં. જીવન ભગવાન દ્વારા ખૂબ જ કિંમતી ઉપહાર છે. સમસ્યાઓ વિના જીવન અધૂરું છે. અને મારા પર વિશ્વાસ કરો કે હંમેશાં આ દરેક સમસ્યાઓનો ઉપાય અથવા વૈકલ્પિક માર્ગ હોય છે. વ્યક્તિએ પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર
વિશ્વાસ રાખવો જોઈએ. દરેક સ્થિતિમાં પહોંચતા પહેલા હકીકતમાં સહાય માટે સંપર્ક કરવો જોઈએ. ડિપ્રેસનને તમે નિયંત્રિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહિ ,તેઓએ પરાજિત અવસ્થામાંથી ઘણાને મદદ કરી છે. આજે કોવીડ -19 અવધિમાં, ઘણાં લોકો જુદા જુદા કારણોસર હતાશ છે અને ઘણા લોકો પોતાનું જીવન લઈ રહ્યા છે.