આયર્લેન્ડ સામેની વનડે સિરીઝની બીજી મેચ પહેલા ઇંગ્લેન્ડની ટીમ માટે ચિંતાજનક સમાચાર. ટીમના બેટ્સમેન જો ડેનલી ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા. ત્રણ મેચની શ્રેણીમાં પ્રથમ મેચ જીતીને ઇંગ્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી મેચ શનિવારે રમાવાની છે.પ્રેક્ટિસ દરમિયાન પીઠનો દુખાવો થતાં બેટ્સમેન ડેનલીને આયર્લેન્ડ વિરુદ્ધ રોયલ લંડન સિરીઝમાંથી બહાર કરી દેવાયો અને તેની જગ્યા હવે લેન્કેશાયરના લિયામ લિવિંગસ્ટોન લેશે.
