આ પ્રોગ્રામે અત્યાર સુધી 7 સરકારી એન્ટીટીની સાથે સહયોગ કર્યો છે, જેનાથી સ્થાનિક કલાકારો, વણકરો અને કળા-કારીગરોને ઇ-કોમર્સ માર્કેટપ્લેસ પર લાવી શકાય
ઓગસ્ટ, 2020 – ફ્લિપકાર્ટ, દેશની અગ્રણી સ્થાનિક ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે ઉજવણી કરે છે, તેના ફ્લિપકાર્ટ સમર્થ પ્રોગ્રામના પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરે છે. આ પ્રોગ્રામ પછાત, સ્થાનિક સમાજ અને બિઝનેસ કરતા લોકોને સ્થિર અને સમાવિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી રજૂ કરવામાં આવ્યો છે, જેનાથી તેમને વધુ સારી તક મળે અને વધુ સારું જીવન મેળવી શકે. ફ્લિપકાર્ટ સમર્થએ સમગ્ર ભારતના 200 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચનો વિકલ્પ આપે છે, તેથી તે કોમર્સને દેશમાં ખરેખર લોકશાહીથી બનાવે છે, જે સ્થાનિક રીતે વિકસિત ટેકનોલોજી છે.
એક વર્ષ પૂર્ણ થતા, ફ્લિપકાર્ટએ તેના ફ્લિપકાર્ટ સમર્થ પ્રોગ્રામ દ્વારા વધુ મજબુતી ઓફર કરે છે અને તેના વેચાણ પાર્ટનરને નવા લાભ આપે છે. આ લાભમાં ફ્લિપકાર્ટ સમર્થ સેલર્સમાં પ્લેટફોર્મ પર જોડાયા હોય, તેના માટે પ્રથમ 6 મહિના સુધી વણકરનું કમિશન 0 ટકા કરવામાં આવ્યું છે. 6 મહિના પછી આ સેલર્સની પાસે 5 ટકા જેટલું નિશ્ચિત કમિશન લેવામાં આવશે. જે ઉદ્યોગના માપદંડથી નજીકનું છે, જે તેમને તેમના ઓનલાઈન બિઝનેસના વિકાસ માટે મોકો આપે છે, કારણકે તે સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરે છે. વધુમાં, ફ્લિપકાર્ટ સમર્થ વેચાણકર્તાઓને તેઓ મર્યાદિત પ્રોડક્ટ્સ માટે કેટલોગિંગ સપોર્ટ મુફ્ત આપે છે, પ્રથમ મહિનામાં પ્લેટફોર્મ પર તેની દાર્શનિક્તા બતાવી શકે તે માટે તે જાહેરાતની ક્રેડિટ પણ આપે છે, નોંધણી તથા લિસ્ટિંગની તાલિમ પણ આપે છે, જેનાથી તેઓ ઇ-કોમર્સને વધુ સમજી શકે અને સતત વેચાણ સપોર્ટની સાથોસાથ ફ્લિપકાર્ટના ફુલફિલમેન્ટ સેન્ટર્સમાં સમર્પિત સ્થાન મેળવી શકે.
આ લાભનો હેતુ ઓનબોર્ડિંગ પર સરળતાનો છે અને પછાત વર્ગના સમાજના પ્રવાસનો છે અને તેઓ તેમની ડિઝીટલ ફૂટપ્રિન્ટને બદલવામાં સક્ષમ બનશે. આજે, ફ્લિપકાર્ટ સમર્થ સમગ્ર દેશના 6,00,000થી પણ વધુ કારીગરો, વણકરો અને કલા-કારીગરોના જીવનને સપોર્ટ કરી રહ્યા છે તથા આ પ્રકારના વેચાણકર્તાઓ વધુને વધુ આ પ્લેટફોર્મ પર આવે તે તરફ કામ કરી રહ્યા છે.
આજે ફ્લિપકાર્ટ દ્વારા આયોજીત વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધતા, શ્રી પ્રતાપ ચંદ્રા સરાંગી, મીનીસ્ટર ઓફ સ્ટેટ, એમએસએમઈ, ભારત સરકાર જણાવે છે કે એમએસએમઈઓ એ આપણા અર્થતંત્રના સૌથી વાઈબ્રન્ટ અને ગતિશીલતા ધરાવતા અને ભાગ આપનારા છે. તે દેશની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે અને તેમાં બીજુ ઘણું કરવાની ક્ષમતા છે. જે રીતે ઘણા ક્ષેત્રોમાં, ખાનગી અને જાહેર કંપનીઓમાં જોવા મળ્યું છે કે તેઓ સાથે મળીને આગળ વધવા માટે કામ કરી રહ્યા અને આ જ ઈ-કોમર્સમાં પણ ખુબ લાંબા સમય સુધી ચાલશે. તેનો એક મહત્વનો ફાયદો એ થશે કે તે ભારતીય એમએસએમઈઓ અને હસ્તકળા ક્ષેત્ર વૈશ્વિક દૃષ્ટિકોણને અપનાવશે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની હસ્તકલા અને ચીજવસ્તુઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો સમય છે અને ઇ-કોમર્સ કંપનીઓ સાથે સહયોગ એ બંનેની ફાયદાની સ્થિતિ છે. ”
વર્ષના સમયગાળા દરમ્યાન, ફ્લિપકાર્ટે ભારતની ઘણી બધી સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે અને સ્થાનિક કલાકારો, ગુથણકારો અને કારીગરોને ઈ-કોમર્સમાં લાવવા માટે ખુબ જ પ્રયત્નો કર્યા છે જેથી પ્લેટફોર્મના ફાયદો લઈ શકાય. આમાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ, યુપી ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ અને દિનદયાળ અન્ત્યોદયા યોજના નેશનલ અર્બન લાવલીહુડ્સ મીશન સાથેની ભાગીદારીનો સમાવેશ થાય છે જે ફ્લિપકાર્ટ સમર્થને ભારતના 22 રાજ્યોમાં સહિત બીજા રાજ્યોમાં સ્થાપના માટે કરવામાં આવશે.
ડો. નવનીત સેહગલ, એડીશનલ ચીફ સેક્રેટરી, એમએસએમઈ, એક્સપોર્ટ પ્રોમોશન, ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ, યુપી સરકાર જણાવે છે કે આત્મનિર્ભર ભારત એ ઝડપથી સ્પર્ધાત્મકતા વધારવા અને આર્થિક વિકાસને આગળ ધપાવવાની ક્રિયા માટેનું આહવાન છે. મેક ઈન ઈન્ડિયાને ઉંચા સ્તરે લઈ જવા, એમએસએમઈઓ ભજવી શકે તે મલ્ટી-સેક્ટરલ પાત્રને વૃદ્ધિ કરવામાં ભાગીદારી મહત્વનો ભાગ ભજવશે. ફ્લિપકાર્ટની યુપી ખાદી બોર્ડ સાથેની સમર્થ પ્રોગ્રામ હેઠળની ભાગીદારી, એ ઉત્તર પ્રદેશના ખાદી અને હેન્ડલુમ સેક્ટર વિક્રેતાઓના ઘંઘા પર મહત્વની અસરકારતા રહી છે. એ ખુબ જ ખુશીની વાત છે કે લખનઉનો એક બીઝનેસમેન ફ્લિપકાર્ટ સમર્થનો ટોચનો વિક્રેતા બને છે અને પ્રોગ્રામને આગળ ધપાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ફ્લિપકાર્ટ સમર્થ જેવા કાર્યક્રમો એ ખરેખરમાં સ્થાનિક હસ્તકલાઓ અને હેન્ડલૂમ્સ માટે સમાન મેદાન ધરાવતા, તમામ કદના વ્યવસાયોને વિકસિત કરવા માટે સમાવિષ્ટ ઇકોસિસ્ટમ બનાવવાની સાચી સક્ષમતાઓ. “
શ્રી રજનીશ કુમાર, ચીફ કોર્પોરેટ એફેર્સ ઓફીસર, ફ્લિપકાર્ટ ગ્રુપ જણાવે છે કે એક સ્થાનિક કંપની તરીકે અમારું ધ્યેય છે કે દેશમાં મોટા અને નાના ઉદ્યોગો માટે વેપાર અને વેચનારાઓનું નવીનતા અને સ્થાનિક સ્તરે વિકસિત કટીંગ એજ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશભરમાં લોકશાહીકરણ કરવું. ફ્લિપકાર્ટ સમર્થ આપણે નિર્માણ કરેલા ઇકોસિસ્ટમના સમાવિષ્ટ સ્વભાવને રેખાંકિત કરે છે જે દરેકને, ખાસ કરીને સમાજના અંડર-સર્વિસ વર્ગોને લાભ આપે છે. આ પ્રોગ્રામ તકનીકીનો ઉપયોગ કરીને, આપણા દેશને વ્યવસાય અને ગ્રાહક બંને તરફ, જટિલ પડકારોને હલ કરવાની અમારી દ્રષ્ટિ સાથે સુસંગત છે. અમે આ સમુદાયો માટેના સામાજિક અને વસ્તી વિષયક અવરોધોને તોડવા અને ઔપચારિક અર્થવ્યવસ્થામાં લાવવા તરફના અમારા પ્રયત્નો ચાલુ રાખીશું. ગયા વર્ષથી અમને અમારા ભાવિ પ્રયત્નો માટે વધુ આત્મવિશ્વાસ અને તીવ્ર દિશા મળી છે અને અમે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર દ્રષ્ટિને અનુરૂપ આ નાના ઉદ્યોગો, ગ્રામીણ ઉદ્યમીઓ, ભારતીય હસ્તકલા વગેરેને અમારી પહોંચ અને સમર્થન આપવાનું ચાલુ રાખીશું, સાથોસાથ નવી આજીવિકાની તકો પણ ઉભી કરીશું. ”
જગજીત હારોડે, સીનીયર ડિરેક્ટર એન્ડ હેડ ઓફ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટ વધુમાં જણાવે છે કે ફ્લિપકાર્ટ સમર્થ સાથેની એક વર્ષની સફરએ ઇ-કોમર્સ દ્વારા આપણા દેશના સ્થાનિક અને ઘણી વાર છૂટાછવાયા હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રને પ્રકાશિત કરવાની સંભાવનાઓને વેગ આપ્યો છે. સરકારી ભાગીદારીઓની મદદથી, અમે અત્યાર સુધીમાં ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, પંજાબ અને કર્નાટકના સૌથી નાના કલાકારોને તેમના રીમોટ સ્થળોથી ઓનલાઈન લાવી શક્યા છે. અમે જે પ્રગતિ કરી છે તેનાથી પ્રોત્સાહિત છીએ અને અમારો ઉદ્દેશ આ પહેલ પર વધુ ભાર લાવવાનો છે. અમે ઘણી વધુ સંસ્થાઓ અને વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યાં છીએ અને લાવી રહ્યાં છીએ, જેથી અમે વધુ આજીવિકા પુરી પાડી શકીએ. “
ફ્લિપકાર્ટ, તેના સમર્થ પહેલ દ્વારા, એનજીઓ, સરકારી સંસ્થાઓ અને આજીવિકા મિશન સાથે કામ કરી રહી છે જેથી મોટી સંખ્યમાં ગ્રામીણ ઉદ્યમીઓ સુધી પહોંચી શકાય, જેમાં મહિલા-આગેવાની હેઠળના ઉદ્યોગો, વિશિષ્ટ રીતે સક્ષમ-ઉદ્યોગસાહસિક, કારીગરો અને વિવર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આ સમુદાયો મોટાભાગે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતાં હોય છે જેવા કે ઓછી કામ કરવાની મૂડી, ખરાબ ઈન્ફ્રાસ્ટ્રકચર અને અપૂરતી તાલીમ. ફ્લિપકાર્ટ સમર્થે તેમની સમસ્યાઓ અને મહેચ્છાઓને સમજી શકી છે અને તેમની મુશ્કેલીઓને દુર કરવા મદદ કરી રહ્યું છે.
ફ્લિપકાર્ટ એમએસએમઈઓને વોલમાર્ટ વૃદ્ધિ દ્વારા પણ સહાયક બને છે, જે એક સપ્લાયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે જેનો હેતુ 50,000 એમએસએમઈઓને ‘મેક ઈન ઈન્ડિયા’ બનાવી સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે એમ્પાવર કરવાનો છે. તે ફ્લિપકાર્ટ વ્યવસાયો અને વોલમાર્ટની સપ્લાય ચેન અને કુશળતાનો લાભ આપે છે અને સાથીઓ અને માર્ગદર્શકોના ઇકોસિસ્ટમની એક્સેસની સાથે અનુરૂપ તાલીમ અને સલાહ પ્રદાન કરે છે.