મંદિરમાંના કૃષ્ણ-જન્મોત્સવના દર્શન થઈ શકશે તેમ જ પાર્થિવ ગોહિલ
દ્વારા રજૂ થનારાં કૃષ્ણનાં ભજનોની રમઝટ માણી શકાશે
અમદાવાદ, ૧૧ ઑગસ્ટ, ૨૦૨૦ – ઉત્સવપ્રેમીઓ દેશના ખૂણે-ખૂણે કૃષ્ણજન્મના ઉત્સવના રંગે રંગાઈ રહ્યા છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરતા તથા કૃષ્ણભક્તોની ઉજવણીનો આનંદ-ઉમંગ જાળવી રાખતા ગુજરાતી ‘મિડ-ડે’ ડિજિટલ ટૅબ્લૉઇડ એના વાચકો માટે૨૦૨૦ની ૧૨ ઑગસ્ટે રાતે ૧૧.૪૫ વાગ્યાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાંથી કૃષ્ણ-જન્મોત્સવ અને આરતીનું જીવંત પ્રસારણ કરશે. જગત ડિજિટલ પ્લેટફૉર્મ ભણી આગળ વધી રહ્યું છે ત્યારે ‘મિડ-ડે’ પણ એના વાચકો અને અન્ય કૃષ્ણભક્તો માટે વર્ચ્યુઅલ કૃષ્ણ-જન્મોત્સવ
ઊજવી રહ્યું છે. વધુમાં જન્માષ્ટમીને યાદગાર બનાવવા બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયક પાર્થિવ ગોહિલના કંઠે ઘનશ્યામનાં ભજનોની રમઝટનું આયોજન પણ કરાયું છે. ‘મિડ-ડે’ના સોશ્યલ પ્લૅટફૉર્મ પર કૃષ્ણજન્મની
ઉજવણીનું ખાસ પ્રમૉશન પણ કરાશે.આ મેગા જન્માષ્ટમી સેલિબ્રેશન વિશે ‘મિડ-ડે’ અને રેડિયો સિટીનાં
માર્કેટિંગ અને ડિજિટલ હેડ વર્ષા ઓઝાએ જણાવ્યું કે ‘છેલ્લાં ૨૫ વર્ષ કરતાં પણ વધુ સમયથી ગુજરાતી ‘મિડ-ડે’ એના વાચકો સાથે માત્ર ન્યુઝ નહીં પણ વિવિધ એન્ટરટેઇનિંગ ઇવેન્ટ્સ દ્વારા પણ જોડાયેલું છે.
ડિજિટલ ટૅબ્લૉઇડ વિશ્વવ્યાપી ગુજરાતી વાચકો સુધી પહોંચશે એમાં કોઇ શંકા નથી.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ જન્માષ્ટમીએ કૃષ્ણ-જન્મોત્સવની ભવ્ય ઉજવણી ભક્તો સામે રજૂ કરવા માટે અમે આતુર છીએ. કૃષ્ણભક્તો
ઘેરબેઠા કૃષ્ણ-જન્મોત્સવનો આનંદ ઉઠાવીને ધન્યતાનો અનુભવ કરશે. ઇનોવેશન અને ટેક્નોલોજીના સહયોગથી અમે વાચકો સુધી એક અનોખો વાંચન અનુભવ પહોંચાડ્યો છે અને અમારા એ પ્રયત્નો સતત ચાલુ
રહેશે. ગાયક પાર્થિવ ગોહિલે જણાવ્યું હતું કે ‘આ વર્ષે ગુજરાતી ‘મિડ-ડે’ના નવા ડિજિટલ ટૅબ્લૉઇડ સાથે જન્માષ્ટમીની સાવ અનોખી ઉજવણીનો ભાગ બનવાનો મને આનંદ છે. મને વિશ્વાસ છે કે તમામ કૃષ્ણભક્તો કૃષ્ણ- જન્મોત્સવ અને ઘનશ્યામનાં ભજનોમાં તલ્લીન થઈ જશે. અમને અમારા તહેવારો સાથે જોડાયેલા રાખવા માટે આવો નવતર માર્ગ રજૂ કરવા બદલ હું ગુજરાતી ‘મિડ-ડે’ને અભિનંદન પાઠવું છું.’
શ્રી દ્વારકાધીશ મંદિરમાં બાળગોપાળ જન્મના મહોત્સવમાં મગ્ન થઈ જવા માટે ગુજરાતી ‘મિડ-ડે’ સબસ્ક્રાઇબ કરો અથવા લૉગ-ઑન કરો http://epaper.gujaratimidday.com પ્રગતિશીલ ગુજરાતી સમુદાય માટે મૉડર્ન ગુજરાતી ‘મિડ-ડે’ ડિજિટલ પેપર હવે સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. ત્રણ મહિના માટે ૩૧૫ રૂપિયાની ઑફર-પ્રાઇસ પર એનો લાભ મેળવો. ગુજરાતી ‘મિડ-ડે’ એના વાચકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવે છે!