- આ નવામોડલમાં પ્રીમિયમ સ્ટાઇલ, સ્પોર્ટી એક્સટીરિયર, એડવાન્સ્ડ એલઇડી પૅકેજ અને વધુ મોકળાશ ધરાવતા ઇન્ટીરિયર્સ જેવી વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ સેગમેન્ટનું એક્સક્લુસિવ મોડલ વન ટચ ઇલેક્ટ્રિક સનરૂફ ધરાવે છે
August, 2020:ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ. (એચસીઆઇએલ)એ આજે તેની પ્રીમિયમ હેચબૅક નવી હોન્ડાJazzલૉન્ચ કરી છે, જે તદ્દન નવો લૂક, પ્રીમિયમ સ્ટાઇલિંગ, નવો ફ્લેગશિપ ગ્રેડJazzઝેડએક્સનીસાથે સેગમેન્ટની શ્રેષ્ઠ વિશેષતાઓ ધરાવે છે.ખૂબ જ માંગને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવામાં આવેલ નવી Jazzમોર્ડન સ્પોર્ટી સ્ટાઇલિંગ, એરોડાયનેમિક કાર્યક્ષમતા, તેના વર્ગમાં સૌથી સારી કેબિન સ્પેસ, અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા વિશેષતાઓની એક આખી શ્રેણીની સાથે તેના તદ્દન શુદ્ધ સ્વરૂપમાં સંપૂર્ણતાનું ઉદાહરણ રજૂ કરે છે.
આ નવી Jazz અંગે વાત કરતાં હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ.ના પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી ગાકુ નાકાનિશીએ જણાવ્યું હતું કે, “તદ્દન નવી Jazzને લૉન્ચ કરીને અમને અપાર આનંદની લાગણી થઈ રહી છે. હોન્ડા Jazzને સ્ટાઇલિશ અને સ્પોર્ટી દેખાવ આપવા ઉપરાંત સેગમેન્ટના એક્સક્લુસિવ સનરૂફની રજૂઆત આ કારમાં એક નવા પરિમાણને ઉમેરશે અને તેને સેગમેન્ટમાં ટોચના સ્થાને જાળવી રાખશે.અનેક પ્રીમિયમ વિશેષતાઓની સાથે હેચબૅક સ્વરૂપમાં ખૂબ જ મોકળાશભરી કેબિન આ નવી Jazzને સર્વશ્રેષ્ઠ બનાવે છે અને અમને વિશ્વાસ છે કે, અમારા ગ્રાહકો દ્વારા અમને સારી એવી પ્રશંસા પ્રાપ્ત થશે.’ તેમણે આગળ ઉમેર્યું હતું કે, ‘અનલૉકના તબક્કામાં કામગીરી ફરી શરૂ થયાં બાદ છેલ્લાં બે મહિનામાં આ અમારું ચોથું લ઼ૉન્ચ છે, જેમાં નવા લૉન્ચ અને નવા વર્ઝનનો સમાવેશ થાય છે. અમે અમારી ઉત્પાદનપ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યાં છીએ અને અમને આશા છે કે, ગ્રાહકોનું વલણ સુધરતા અને તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ હોવાથી અમે અમારા ગ્રાહકોની માંગને પૂરી કરી શકીશું.”

ખૂબ જ સૂક્ષ્મદર્શીની સાથે-સાથે શ્રેષ્ઠત્તમની ઇચ્છા ધરાવનારા ગ્રાહકો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ નવાJazzલાઇન-અપને નવા ફ્લેગશિપ ગ્રેડ ઝેડએક્સના ઉમેરણની સાથે સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે.
એક્સટીરિયર ડીઝાઇનના સંદર્ભમાં નવી હોન્ડા Jazzમાં કેટલાક સુધારા કરવામાં આવ્યાં છે, જેમાં નવી ક્રોમ એસેન્ચ્યુએટેડ હાઈ ગ્લોસ બ્લેક ગ્રિલ, ડીઆરએલ ધરાવતા નવા એલઇડી હેન્ડલેમ્પ (ઇનલાઇન શેલ)નુંઅત્યાધુનિક એલઇડી પૅકેજ, નવા એલઇડી ફોગ લેમ્પ, સિગ્નેચર રીયર એલઇડી વિંગ લાઇટ અને નવા રચવામાં આવેલ આગળના અને પાછળના બમ્પરોનો સમાવેશ થાય છે. સેગમેન્ટમાં નવું રજૂ કરવામાં આવેલ એક્સક્લુસિવ‘વન ટચ ઇલેક્ટ્રિક સનરૂફ’ એ આ નવી Jazzની સૌથી આકર્ષક વિશેષતા છે, જે પ્રીમિયમ હેચબૅક્સમાં એક નવો ચીલો ચાતરશે.
આ નવી Jazzના ઇન્ટીરિયર્સ તેના વર્ગથી પણ વિશેષ ચઢિયાતી જગ્યા, પ્રીમિયમ અને આરામદાયક કેબિન પૂરી પાડે છે. તે ગ્રાહકોને અત્યાધુનિક ચઢિયાતા ઉપકરણો અને આરામદાયક વિશેષતાઓ પૂરી પાડે છે, જેમ કે, ક્રૂઝ કન્ટ્રોલ, ટચસ્ક્રીન કન્ટ્રોલ પેનલની સાથે ઑટો એસી, એલસીડી ડિસ્પ્લે અને ઇકો આસિસ્ટ™એમ્બિયન્ટ રિંગ્સ ધરાવતું મલ્ટી ઇન્ફોર્મેશન કૉમ્બિમીટર, સ્ટીયરિંગ પર માઉન્ટ કરેલ ઑડિયો, ટેલિફોની અને વોઇસ કન્ટ્રોલ; સફેદ અને લાલ રંગની લાઇટ ધરાવતું વન પૂશ સ્ટાર્ટ/સ્ટોપ બટન તથા ચાવી વગરનું રીમોટ ધરાવતી હોન્ડા સ્માર્ટ કી સિસ્ટમ. નવી Jazz354 લિ.ની ખૂબ જ સુવિધાજનક અને વિશાળ માલસામાન મૂકવાની જગ્યા પણ પૂરી પાડે છે, જે પણ તેના સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ છે.
આ નવી Jazzનું સંચાલન હોન્ડાના ખૂબ જ પ્રશંસા પામેલા અને બીએસ-6ને સુસંગત 1.2 લિ. આઇ-વીટીઇસી પેટ્રોલ એન્જિનથી થશે, જે મેન્યૂઅલ અને 7 સ્પીડ સીવીટી (કન્ટિન્યૂઅસલી વેરિયેબલ ટ્રાન્સમિશન) એમ બંને પ્રકારોમાં ઉપલબ્ધ છે.આ એન્જિન 90પીએસ@6000 આરપીએમનો મહત્તમ પાવર અને 110 એનએમ@4800 આરપીએમનો ટોર્ક પૂરો પાડે છે.તેની રચના હોન્ડાના અત્યાધુનિક 5-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનથી કરવામાં આવી છે, જે ડેટા મુજબ, 16.6 કિમી/લિટરની અત્યંત પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા પૂરી પાડે છે. આ નવી Jazzનું ઓટોમેટિક વેરિયન્ટ અર્થ ડ્રીમ્સ ટેકનોલોજી સીરીઝમાંથી હોન્ડાની અત્યાધુનિક સીવીટી ટેકનોલોજી સાથે આવે છે અને 17.1 કિમી/લિ.ની ઇંધણ કાર્યક્ષમતા પૂરી પાડે છે. નવી Jazzતેના સેગમેન્ટની એકમાત્ર એવી કાર છે, જે સીવીટી વેરિયેન્ટમાં રેસથી પ્રેરિત સ્ટીયરિંગ વ્હિલ પર માઉન્ટ કરેલા પેડલ શિફ્ટર્સથી સજ્જ છે, જેથી કરીને વધુ જોશીલા અનુભવ માટે શિફ્ટ્સને હાથ વડે જ નિયંત્રિત કરી શકાય. Jazzનુંસીવીટી વેરિયેન્ટ એ સૌથી લોકપ્રિય વેરિયેન્ટ છે અને ગત વર્ષે Jazzના કુલ વેચાણમાં તેનો હિસ્સો લગભગ 70% જેટલો હતો.
ડીઆઇજીઆઇપીએડી 2.0એ આ નવી Jazzની સુંદરતા અને સુવિધામાં ઉમેરવામાં આવેલ વધુ એક વિશેષતા છે, જે એક અત્યાધુનિક ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ હોઈ નિર્બાધ અને સ્માર્ટ કનેક્ટિવિટી પૂરી પાડે છે.17.7 સેમીની અત્યાધુનિક ટચસ્ક્રીન ઑડિયો, વીડિયો અને નેવિગેશન સિસ્ટમએપલ કારપ્લે™, એન્ડ્રોઇડ ઑટો™ અને નવી રજૂ કરવામાં આવેલ વેબલિંક મારફતે નિર્બાધ સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે આવે છે તથા વોઇસ કમાન્ડ, મેસેજિસ, બ્લ્યુટૂથ હેન્ડ્સફ્રી ટેલિફોની અને ઓડિયો તથા વાયરલેસ ઇન્ફ્રારેડ રીમોટ જેવી અનેકવિધ અત્યાધુનિક કાર્યક્ષમતા ધરાવે છે.
નવી Jazzહોન્ડાની એક્ટિવ અને પેસિવ સેફ્ટી ટેકનોલોજીથી સજ્જ છે, જે તમામ વેરિયેન્ટ્સમાં સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ ધરાવે છે. તે હોન્ડાની પોતાની એડવાન્સ્ડ કમ્પેટિબિલિટી એન્જિનિયરિંગTM (એસીઈTM) બૉડીની વિશેષતા ધરાવે છે, જે અથડામણના કિસ્સામાં અન્ય વાહનોને થતાં નુકસાનને ઘટાડવાની સાથે સ્વ-રક્ષણમાં વધારો કરે છે. તેની સુરક્ષા સંબંધિત વિશેષતાઓમાં સ્ટાન્ડર્ડ ડ્યુઅલ ફ્રન્ટ એસઆરએસ એરબેગ્સ, ઇબીડી ધરાવતી એબીએસ, ગાઇડલાન્સ ધરાવતો મલ્ટી-વ્યૂ રીયર કેમેરા, રીયર પાર્કિંગ સેન્સર, ડ્રાઇવરની બાજુ સાઇડ વિન્ડો વન ટચ અપ/ડાઉન ઓપરેશનની સાથે પિન્ચ ગાર્ડ, અથડામણના પ્રભાવને ઘટાડનાર આગળના હેડ રેસ્ટ્સ, ઇમોબિલાઇઝર એન્ટિ-થેફ્ટ સિસ્ટમ, પદયાત્રીઓને થતી ઇજામાં ઘટાડો કરનારી ટેકનોલોજી તથા અન્યનો સમાવેશ થાય છે.
ઝેડએક્સ ગ્રેડનો ઉમેરો થતાં નવી Jazz હવે મેન્યૂઅલ અને સીવીટી એમ બંને વેરિયેન્ટ્સમાં પેટ્રોલમાં 3 ફીચર-પૅક્ડ ગ્રેડ્સ – વી, વીએક્સ અને ઝેડએક્સમાં ઉપલબ્ધ થશે. નવી Jazzરંગોના 5 વિકલ્પ ધરાવે છે – રેડિયેન્ટ રેડ મેટાલિક, લ્યુનાર સિલ્વર મેટાલિક, પ્લેટિનમ વ્હાઇટ પર્લ, મોર્ડન સ્ટીલ મેટાલિક અને ગોલ્ડન બ્રાઉન મેટાલિક.
નવી હોન્ડા Jazzની દિલ્હીમાં એક્સ-શૉરૂમ કિંમતો નીચે મુજબ છેઃ
નવી Jazz | V | VX | ZX |
મેન્યૂઅલ | Rs. 7,49,900 | Rs. 8,09,900 | Rs. 8,73,900 |
CVT ઑટોમેટિક | Rs. 8,49,900 | Rs. 9,09,900 | Rs. 9,73,900 |
નવી હોન્ડા Jazzગ્રાહકોને પ્રાપ્ત થતાં એક સ્ટાન્ડર્ડ ફાયદા તરીકે 3 વર્ષની અમર્યાદિત કિલોમીટરની વૉરન્ટીની સાથે મનની સંપૂર્ણ શાંતિ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો મનની વધુ શાંતિ માટે વધારાના બે વર્ષ માટે અમર્યાદિત/મર્યાદિત કિલોમીટરની વિસ્તારવામાં આવેલી વૉરન્ટી પણ લઈ શકે છે. નવી Jazzઓફર કરે છે મેઇન્ટેનન્સની સ્પર્ધાત્મક કિંમતસર્વિસનો અંતરાલ 1 વર્ષ/10,000 કિમી બેમાંથી જે પહેલું હોય તથા કાર ખરીદતી વખતે ત્રણ વર્ષ માટેનો એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, જે અંતર્ગત રૂ.11670ની પ્રારંભિક કિંમત સાથે ત્રણ વર્ષ/30000 કિલોમીટર બેમાંથી જે પહેલું હોય.
એચસીઆઇએલ સમગ્ર દેશમાં આવેલા એચસીઆઇએલ ડીલર નેટવર્કમાંથી નવી Jazzની ડીલિવરી આપવાનું શરૂ કરશે. આ ઉપરાંત, દેશમાં એચસીઆઇએલનું વ્યાપક ડીલર નેટવર્ક હોવાથી ગ્રાહકો હોન્ડાના ઓનલાઇન સેલ્સ પ્લેટફૉર્મ ‘હોન્ડા ફ્રોમ હૉમ’ મારફતે તદ્દન નવી Jazzને ઘરે બેઠાં-બેઠાં આરામદાયક રીતે ઓનલાઇન પણ બૂક કરી શકે છે.