- પસંદગીના ઈસુઝુ ડીલર્સ ટીએએસએલ સાથે પાર્ટનર્શિપ કરી માયટીવીએસ દ્વારા મલ્ટી બ્રાનડ્ સર્વિસ માટે એક્સક્લુઝિવ સર્વિસ પૂરી પાડશે.
- ટોર્ક ઈસુઝુ, અમદાવાદમાં આ પ્રકારની ફેસિલિટી ધરાવતી પ્રથમ ડિલરશિપ શરૂ.
જાપાનીઝ વ્હિકલ મેન્યુફેક્ચરર ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા અને ટીવીએસ ઓટોમોબાઈલ સોલ્યુશન્સે (ટીએએસએલ) ઓટોમોટિવ સેગમેન્ટમાં શ્રેષ્ઠ માર્કેટ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે લીડર તરીકે અમદાવાદના ટોર્ક ઈસુઝુ ખાતે “મલ્ટી બ્રાન્ડ” “માયટીવીએસ” ફેસિલિટી શરૂ કરી છે. આ ફેસિલિટી માયટીવીએસ બ્રાન્ડ અંતર્ગત મલ્ટિ-બ્રાન્ડ સેવાઓ પ્રદાન કરશે.
ટોર્ક કમર્શિયલ વ્હિકલ્સ, અમદાવાદના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરેન અમિને જણાવ્યું કે, “અમે આ ભાગીદારી દ્વારા અમારામાં વિશ્વાસ પાછો લાવવા માટે ઇસુઝુ મોટર્સ અને ટીવીએસ ઓટોમોબાઈલ સોલ્યુશન્સના ખૂબ આભારી છીએ. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારીથી અમે ઇસુઝુ અને અન્ય બ્રાન્ડના ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવાનું ચાલુ રાખીશું અને દરેક સમયે યોગ્ય સેવા પ્રદાન કરીશું.”
આ વિશે બોલતાં, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાના ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર શ્રી કેન તાકશિમાએ જણાવ્યું કે, “અમે અમારી સુવિધાઓને વધુને વધુ વ્યવસ્થિત બનાવવા પર સતત કામ કરી રહ્યા છીએ. આ અનન્ય ભાગીદારી ઇસુઝુ ગ્રાહકોને સમર્પિત સેવાઓ પ્રદાન કરવાની તેમજ અન્ય બ્રાન્ડના ગ્રાહકો સાથે જોડાવાની ડીલરની ક્ષમતામાં વધારો કરશે. મે ભારતમાં મલ્ટિ બ્રાન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે ટીવીએસ ઓટોમોબાઇલ સોલ્યુશન્સ સાથે સહયોગ કરીને આનંદ અનુભવીએ છીએ. ઈન્ડસ્ટ્રીમાં એક અનુભવી અને અગ્રણી પ્લેયર હોવાથી, “માયટીવીએસ” તેમના ગ્રાહકોને એક્સેપશનલ સર્વિસીઝ પ્રદાન કરશે.”
ટી.વી.એસ. ઓટોમોબાઈલ સોલ્યુશન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જી. શ્રીનિવાસ રાઘવને જણાવ્યું કે, “આ એક નિર્ણાયક વ્યૂહાત્મક સોદો છે જેમાં ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ફંક્શન્સમાં વિક્ષેપ પાડવાની સંભાવના છે. હકીકત એ છે કે બ્રીક અને મોર્ટાર ડીલરશીપ / સર્વિસ સેન્ટર કેપિટલ ઈન્સેન્ટિવ છે, આ સહ-અસ્તિત્વનું મોડેલ તે ભારને સરળ બનાવશે. અમે આ ભાગીદારીને એકબીજાની શક્તિમાં વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે જોઈએ છીએ અને ગ્રાહકો તેના અંતિમ લાભાર્થી બનશે. માયટીવીએસ માટે ઇસુઝુ જેવા પાર્ટનર અમારી સેવા પોર્ટફોલિયો શ્રેણીને વધુ મજબૂત બનાવશે અને દેશના પશ્ચિમી ભાગમાં પ્રવેશ કરવામાં મદદ કરશે.”
એક ઇન્ડસ્ટ્રી તરીકે, આ પ્રોગ્રામ હેઠળ, ઇસુઝુ ડીલર પાર્ટનર્સ કે જેમની પાસે વધારાની ક્ષમતા છે તેઓ “માયટીવીએસ” ની ફ્રેન્ચાઇઝી બનવાનું પસંદ કરી શકે છે, તેઓ તેમના હાલના ઇસુઝુ સર્વિસ પ્રિમાઇસીઝમાં જ ડેડીકેટેડ અને શેર્ડ સર્વિસીઝ પ્રદાન કરશે. “માયટીવીએસ” ની સુવિધા જ્યારે ઈસુઝુ વર્કશોપ પ્રિમાઇસીઝમાં છે ત્યારે અન્ય બ્રાન્ડ્સ માટે સમર્પિત સુવિધાઓ હશે. વર્કશોપનો મુખ્ય ભાગ જોકે એકમાત્ર ઇસુઝુ ફેસિલિટી તરીકે કાર્યરત રહેશે. કેટલીક સેવાઓ શેર કરવામાં આવશે. આ કાર્યક્ષમતા લાવશે અને ડીલર માટે વધુ સારી સધ્ધરતા સુનિશ્ચિત કરશે જ્યારે “માયટીવીએસ” માટે વધુ પહોંચ આપશે.
“માયટીવીએસ” સુવિધા ઇસુઝુ વ્હિકલ્સ સિવાય મલ્ટિ-બ્રાન્ડ મોટર વ્હિકલ્સ માટે જનરલ સર્વિસ અને બોડી / એકસીડેન્શિયલ રીપેર્સ જેવી સેવાઓ પ્રદાન કરશે. તેનો ઉદ્દેશ ગ્રાહકોને ઝડપી સેવા, સ્પીડ વોશ તેમજ કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી ગુણવત્તાયુક્ત સર્વિસીઝ વાજબી કિંમતે આપવાનો છે. મલ્ટિ-બ્રાન્ડ સર્વિસ માટે સ્કિલ ઇન્વેન્ટરી, ગેપ એનાલિસિસ અને એગ્રીગેટ રીપેર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આઇડેન્ટિફાઇડ મેનપાવરને ટ્રેનિંગ આપવામાં આવે છે.