આ મંચ અંગ્રેજી, હિંદી, તેલુગુ, તમિળ અને કન્નડ સહિત 10 ભાષામાં કન્ટેન્ટ હોસ્ટ કરે છે.
ક્રિયેટર્સ માટે નંબર 1 સ્થળ તરીકે ઊભરી આવ્યું.
2020- ભારતીય યુવાનોએ શોર્ટ વિડિયોના ઊભરતા માધ્યમ સાથે ભારત અને દુનિયાભરમાં તેમની બહુવિધ પ્રતિભાઓ દર્શાવીને ધૂમ મચાવી દીધી છે. ઈનોવેશનની આ નવી લહેરને ટેકો આપતાં એમએક્સ પ્લેયરનું શોર્ટ વિડિયો એપ એમએક્સ ટકાટક કન્ટેન્ટ ક્રિયેટર્સ માટે સૌથી હોટ નવું સ્થળ તરીકે ઊભરી આવ્યું છે, જે ડાયલોગ ડબિંગ, કોમેડી, ગેમિંગ, ડીઆઈવાય, ફૂડ, સ્પોર્ટસ, મેમીઝ અને ઘણા બધા પ્રકારોમાં ભારતના શોર્ટ વિડિયો ઘેલા ઉપભોક્તાઓ અને શોર્ટ ફોર્મ કન્ટેન્ટને એકત્ર લાવીને વિશ્વસ કક્ષાનું ઘરમાં વૃદ્ધિ પામેલું મંચ પૂરું પાડે છે.
હાલમાં એમએક્સ ટકાટક 1 મિલિયનથી વધુ ડિજિટલ પ્રભાવશાળીઓની સૌથી વિશાળ સંખ્યાને હોસ્ટ કરે છે, જેમાં દર્શકોના ફેવરીટ્સમાં જન્નત જુબેર, નિશા ગુરગેન અને જિમા આશીનો સમાવેશ થાય છે, જે બધાએ પણ આ વિશાળ સમુદાયનો હિસ્સો બનવાનું પસંદ કર્યું છે. રજૂઆતના જૂજ સપ્તાહમાં એમએક્સ ટકાટક નેનો માઈક્રોસ હોય કે મેક્રો પ્રભાવશાળીઓ હોય, જેઓ ભરપૂર ક્રિયેટિવિટી લાવે છે અને તેમના વિડિયોમાં સખત મહેનત કરીને તેમનાં સપનાં જીવંત કરે છે તેવા વિવિધ શ્રેણીઓના કન્ટેન્ટ ક્રિયેટર્સ માટે પસંદગીનું અગ્રતાનું મંચ તરીકે ઊભરી આવ્યું છે.
મંચ પર દરેક કન્ટેન્ટ ક્રિયેટરને ઉત્તમ સંગઠિત અને વ્યાપક પાર્શ્વભૂમિની મ્યુઝિક લાઈબ્રેરી, આધુનિક બ્યુટિફિકેશન ટૂલ, નવી અને ઈનોવેટિવ ઈફેક્ટ્સ અને ફિલ્ટર્સ, સાઉન્ડ મિક્સિંગ, વોઈસ ઓવર રેકોર્ડિંગ અને ઘણું બધું જેવાં કન્ટેન્ટ ક્રિયેશન ટૂલ્સની વ્યાપક વરાઈટીને પહોંચ મેળવે છે. એમએક્સ ટકાટક ખરા અર્થમાં એપમાં મોબાઈલ ફર્સ્ટ કન્ટેન્ટ ક્રિયેશન ટૂલ્સ માટે નવી ઊંચાઈ સર કરે છે, જેણે તેના પ્રભાવશાળીઓ માટે નિરંતર શક્યયતાઓનું નવું યુગ ખોલી નાખ્યું. બ્રાન્ડ માને છે કે આ અવકાશમાં સફળ થવાની ચાવી ક્રિયેટર્સને તેમની ક્રિયેટિવિટી ઉજાગર કરવા માટે ઉત્તમ ટૂલ્સ સાથે સશક્ત બનાવવા અને તે પછી યોગ્ય દર્શક સમુદાય, એટલે કે, તેના બધા ઉપભોક્તાઓને પર્સનલાઈઝ્ડ ફીડ સાથે કન્ટેન્ટ માટે યોગ્ય ફિટ શોધી આપે છે.
આ વિશે બોલતાં એમએક્સ પ્લેયરના સીઈઓ કરણ બેદીએ જણાવ્યું હતું કે ભારતની નવી પેઢીઓ રોજના ધોરણે ડિજિટલ કન્ટેન્ટના કોઈ પણ અન્ય સ્વરૂપ કરતાં વધુ વિડિયો ઉપભોગ કરે છે. એમએક્સ હંમેશાં આ અવકાશમાં ઈનોવેશનમાં આગેવાન રહી છે અને હવે તેને હવે શોર્ટ વિડિયોમાં વિસ્તાર્યું છે, સજે ક્રિયેટિવ પ્રતિભાઓના સમૂહને તેમની કુશળતા ઉજાગર કરવા, તેમના ફોલોઅર્સ સાથે ઈન્ટરએકશન વધારવા અને નામના તેમ જ આખરે નસીબની ઊંચાઈ સાધવામાં મદદ કરે છે. આપણા યુવાનોને તેમની વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટ ક્રિયેશન અને ઉપભોગ જરૂરતોને સંતોષવા માટે ઘર જોઈતું હતું અને એમએક્સ ટકાટક આ અતુલનીય પ્રતિભા અને જોશીલી પેઢીને ભારતીય બજારમાં ડિજિટલ કન્ટેન્ટ ઉપભોગની આગામી મોટી લહેરને શક્તિ આપતા માઈક્રો- મોમેન્ટ્સ નિર્માણ અને માણવા માટે સશક્ત બનાવવાના અમારા પ્રયાસનો ભાગ છે.
તાજેતરના ઈમાર્કેટર વરતારોએ જણાવ્યું કે ભારત 2020માં ડિજિટલ વિડિયો પર વિતાવવામાં આવતા સમયની દષ્ટિએ યુએસમાં પાછળ મૂકી દેવાની શક્યતા છે. હાલમાં પુખ્ત ભારતીયો રોજ બે કલાક ડિજિટલ વિડિયો જોવામાં વિતાવે છે, જે વર્ષાં સુધી 2.21 કલાક સુધી જશે. શોર્ટ વિડિયોનો આ વધારો આ વૃદ્ધિમાં મુખ્ય યોગદાનકર્તા છે.
તેની પર ભાર આપતાં એમએક્સ પ્લેયર ખાતે સીઓઓ વિવેક જૈને કહે છે, એમએક્સ ટકાટક સાથે અમે કન્ટેન્ટ ક્રિયેટર્સ અને ડિજિટલ શોખીનોને અજમાયશ માટે મોજીલો અવકાશ આપવા માગીએ છીએ અને તેમની પોતાની સફળતાની ગાથા બનાવવામાં તેમને સહયોગ આપવા માગીએ છીએ. અમારું વિઝન એવો સમુદાય નિર્માણ કરવાનું છે, જે લાખ્ખો ભારતીયોને ટૂલ્સના સેટ સાથે પોતાને મુક્ત રીતે વ્યક્ત કરવા માટે સશક્ત બનાવે. અમે 1 મિલિયનથી વધુ ક્રિયેટર્સ માટે ઘર બની ચૂક્યા છીએ અને આગામી સપ્તાહોમાં વધુ પ્રભાવશાળીઓનો ઉમેરો થશે અને અમે તેમની કુશળતા નિખારવા અને ડિજિટલ પ્રભાવશાળી તરીકે કારકિર્દી ઘડવા માટે તેમને પ્રેરિત કરવા મદદરૂપ થવા માગીએ છીએ.
એમએક્સ ટકાટકના 30 મિલિયનથી વધુ વિડિયો અપલોડ્સ છે અને ગૂગલ પ્લે પર તે 4.3 સ્ટાર રેટિંગ માણે છે. iOS પર તે ટોપ ફ્રી એપ્સ શ્રેણીમાં નંબર 1 ક્રમ ધરાવે છે.
પ્રોમો અહીં જુઓઃhttps://bit.ly/MXTakaTak_YT
એમએક્સ ટકાટકહમણાં જ ડાઉનલોડ કરોઃ https://bit.ly/MXTakaTakApp