ઓગસ્ટ, 2020- ભારતની સૌથી વિશ્વાસુ સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ગ્રાહકોને ઘેરબેઠાં સુરક્ષિત રીતે ગેલેક્સી ડિવાઈસીસ- સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને વેરેબલ્સ જોવા અને ખરીદી કરવા માટે મદદરૂપ થવા નવી સેવા એક્સપીરિયન્સ સેમસંગ એટ હોમની ઘોષણા કરી છે. નવી સેવા ગ્રાહકોને તેમનાં મનગમતા ગેલેક્સી ડિવાઈસીસ ઓનલાઈન બુક કરવામાં મદદરૂપ થવા સાથે તેઓ ડિવાઈસ ઓનલાઈન ખરીદી શકશે અને નજીકના સેમસંગ એક્સક્લુઝિવ આઉટલેટ્સમાંથી હોમ ડિલિવરી પણ મેળવી શકશે. સેમસંગ 900 એક્સક્લુઝિવ રિટેઈલ આઉટલેટ્સમાં એક્સપીરિયન્સ સેમસંગ એટ હોમ સેવા શરૂ કરી રહી છે અને આગામી મહિનાઓમાં કાર્યક્રમનું વધુ વિસ્તરણ કરશે.
સેમસંગ ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું કે, અમે આ મહામારી સામે લડવા માટે મહત્ત્વપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ તરીકે ગ્રાહકોની સુરક્ષાની ખાતરી રાખવા માટે અનેક પગલાં લીધાં છે. એક્સપીરિયન્સ સેમસંગ એટ હોમ નવો ખરીદદાર પ્રવાસ નિર્માણ કરવાની વધુ એક પહેલ છે, કારણ કે તે ભારતમાં અમારી ઊંડાણભરી રિટેઈલ હાજરીનો લાભ લઈને શારીરિક ડિસ્ટન્સિંગમાં મદદરૂપ થશે. એક્સપીરિયન્સ સેમસંગ એટ હોમ સેવાની રજૂઆતથી ગ્રાહકો અમારી પ્રોડક્ટો ઓનલાઈન જોઈ અને ખરીદી શકશે અને તેમની નજીકના સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોરમાંથી ઓફફલાઈન ડિલિવરી પણ મેળવી શકશે. અમારી નવી પહેલો અમારા ઓફફલાઈન રિટેઈલરોને મદદરૂપ થશે અને લોકડાઉન પછી અમારા સ્માર્ટફોન વેપારમાં તીક્ષ્ણ રિકવરીમાં પણ પરિણમી છે.
તે કઈ રીતે કામ કરે છેઃ
ગ્રાહકો તેમના ઘેરબેઠા સુરક્ષા અને આરામથી ગેલેક્સી ડિવાઈસીસ જોવા તેમની સંપર્ક વિગતો એન્ટર કરીને એક્સપીરિયન્સ સેમસંગ એટ હોમ પોર્ટલ (https://www.samsung.com/in/samsung-experience-store/home-delivery-demo/)થકી હોમ ડેમો માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈ શકે છે.
ગ્રાહકોએ તે પછી તેમની નજીકમાં સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોરની પસંદગી કરવાની રહેશે. ગ્રાહકની વિગતો અસલ સમયમાં ચૂંટેલા સ્ટોરમાં મોકલવામાં આવે છે અને સ્ટોર એપોઈન્ટમેન્ટને સમર્થન આપવા માટે 24 કલાકમાં ગ્રાહકને કોલ બેક કરે છે.
સેમસંગ એક્સપીરિયન્સ કન્સલ્ટન્ટ (એસઈસી) પ્રોડક્ટ ડેમો માટે નિર્ધારિત અનુસાર ગ્રાહકના ઘરે જાય છે. સર્વ સેમસંગ સીઈસીને સુરક્ષાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તાલીમબદ્ધ કરાયા છે.
ગેલેક્સી પ્રોડક્ટોની હોમ ડિલિવરી સમયે બધી સુરક્ષાની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે અને લેણદેણ ડિજિટલ ચેનલ થકી કરાય છે. હોમ ડેમો અને ખરીદી પછી ગ્રાહકને તેમના અનુભવનું રેટિંગ આપવા માટે એસએમએસ થકી ફીડબેક લિંક પ્રાપ્ત થશે.