ભારત, ઓગસ્ટ, 2020- સેમસંગની નવી ફ્લેગશિપ ગેલેક્સી નોટ-20ને ભારતીય ગ્રાહકો પાસેથી અદભુત પ્રતિસાદ મળ્યો છે. ગેલેક્સી નોટ20 સિરીઝની પૂર્વનોંધણી દેશભરમાં 5 લાખનો આંક પાર કરી ચૂકી છે. ગેલેક્સી નોટ20ની વિક્રમી પૂર્વ-નોંધણી ભારતીય ગ્રાહકો પાવર ગેલેક્સી નોટ20 સાથે પ્રેમમાં પડ્યા છે તેનો સંકેત આપે છે.
ગેલેક્સી નોટ2- અલ્ટ્રા પાવર અને પ્રોડક્ટિવિટીમાં ઉત્તમ ચાહે છે તેવા નોટના ચાહકો માટે તૈયાર કરાયો છે અને ગેલેક્સી નોટ20 વર્ક અને પ્લે માટે તેમનો સમય મહત્તમ આપવા માગનાર વ્યાપક નોટના ઉપભોક્તાઓ માટે છે.
ભારતમાં ગેલેક્સી નોટ20 સિરીઝ પ્રી- બુકિંગ કરનારા ગ્રાહકો આકર્ષક ઓફરો મેળવી શકે છે. ગેલેક્સી નોટ20ની અસરકારક આરંભિક કિંમત ફક્ત રૂ. 64,999 અને ગેલેક્સી નોટ20 અલ્ટ્રા 5Gની કિંમત રૂ. 85,999 છે.
ગેલેક્સી નોટ20 પ્રી-બુકિંગ કરતા ગ્રાહકો રૂ. 7000 મૂલ્યના લાભો માટે પાત્ર બનશે, જ્યારે ગેલેક્સી નોટ20 અલ્ટ્રા 5G પ્રી- બુકિંગ કરતા ગ્રાહકો રૂ. 10,000 મૂલ્યના લાભો માટે પાત્ર બનશે. આ ઓફરો સેમસંગ શોપ એપ પર રિડીમ કરી શકાશે. ઉપરાંત એચડીએફસી બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડસથી ચુકવણી કરવા પર ગ્રાહકો ગેલેક્સી નોટ 20ની ખરીદી પર રૂ. 6000 સુધી અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gની ખરીદી પર રૂ. 9000 સુધી કેશબેક મેળવી શકે છે. તેથી એકંદરે ગેલેક્સી નોટ 20 પ્રી- બુકિંગ કરનારને રૂ. 13,000 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા પ્રી- બુકિંગ કરનારને રૂ. 19,000ના લાભો મળશે.
ગેલેક્સી નોટ 20 મિસ્ટિક બ્લુ, મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક ગ્રીન કલર્સમાં પ્રી- બુક કરી શકાય છે, જ્યારે ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક બ્લેક રંગોમાં ઉપલબ્ધ છે.
ભારતમાં સેમસંગ ગેલેક્સી નોટ 20 સિરીઝની ડિલિવરી પ્રી- બુક કરાવનારા ગ્રાહકો માટે 25 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે Samsung.com પર અને અન્ય અગ્રણી રિટેઈલ સાઈટ્સમાં નિયમિત વેચાણ 28 ઓગસ્ટથી શરૂ થશે.