ઓગસ્ટ- દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થતી સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ પોતાના એન્ટ્રી લેવલ વેલ્યૂ સ્માર્ટફોન, રિયલમી સી12 તથા રિયલમી સી15 સ્પરતુત કર્યા છે. આમ 6000 એમએએચની મેગા બેટરી છે. રિયલમી એ રિયલમી બડ્સ ક્લાસિક તથા રિયલમી ટીશર્ટ પણ પ્રસ્તુત કરી, જેનાથી ભારતમાં લોકપ્રિય ટેક- લાઇફસ્ટાઇલ બ્રાન્ડ બનવાનું આનું સપનું વધારે મજબૂત થશે.
નવા ઉત્પાદનોના લોન્ચ પર માધવ શેઠ, વાઇસ પ્રેસિડેન્ટ, રિયલમી તથા ચીફ એકઝેકયૂટીવ ઓફિસર, રિયલમી ઇન્ડિયા એ જણાવ્યું કે, “સતત આગળ વધતાં સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી પ્રદાન કરવાની પોતાની વિરાસત સાથે અમે રિયલમી સી12 તથા રિયલમી સી15 પ્રસ્તુત કરીને ઉત્સાહિત છીએ. રિયલમી સી- સિરીઝને દુનિયાભરમાં અમારા ગરાહકોએ ખૂબ પસંદ કરી છે અને આ સમયે આના 15 મિલિયનથી વધુ ગ્રાહક છે. રિયલમી સી12 તથા રિયલમી સી15 સાથે અમે સી- સિરીઝમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં અનેક વિકલ્પ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ બંને સ્માર્ટફોનમાં 6000 એમએએચની બેટરી છે તથા આ રૂ. 10000થી ઓછા મૂલ્યવર્ગમાં શાનદાર વિશેષતાઓ પ્રસ્તુત કરે છે. અમે પોતાના એઆઈઓટી તથા લાઈફસ્ટાઈલ પોર્ટફોલિયોમાં આજે રિયલમી બડ્સ ક્લાસિક અને રિયલમી ટીશર્ટનો સમાવેશ કર્યો છે, જેથી અમે અમારા ગ્રાહકોને સ્ટાઈલિશ લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ આપી શકીએ.”
રિયલમી સી12 અને રિયલમી સી15માં 6000 એમએએચની મેગા બેટરી છે, જેના દ્વારા યુઝર્સ કલાકો સુધી મોબાઈલનો સતત ઉપયોગ કરી શકે છે. આનો સુપર પાવર સેવિંગ મોડ બેટરી લાઈફને વધારી દે છે. આમાં સ્પેશિયલ ઓટીજી રિવર્સ ચાર્જ ફીચર છે. બન્ને સ્માર્ટ ફોનમાં 6.5″ની એચડી + મીની-ડ્રોપ ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે છે, જેનો એક્સ્પેકટ અનુપાત 20:9 છે. આ કસ્ટમર્સને વિશાળ ફિલ્ડ ઓફ વ્યૂ તથા શ્રેષ્ઠ વ્યૂઇંગ અનુભવ આપે છે. સ્ક્રીનનો મીની ડ્રોપ સામાન્ય ડયૂડ્રોપની સરખામણીમાં 30.9 ટકા નાનું છે, તેથી આમાં 88.7 ટકાનું ઉચ્ચ- સ્ક્રીન બોડી અનુપાત છે. ડિઝાઈનની બાબતમાં રિયલમીના બંને સ્માર્ટફોન્સમાં વિશેષ જ્યોમેટ્રિક ગ્રેડિયન્ટ ફિનિશ છે. મીડિયાટેક હિલીયો જી35 પ્રોસેસર સાથે રિયલમી સી12 તથા રિયલમી સી15 યુઝર્સ તથા ગેમર્સ માટે શ્રેષ્ઠ સ્માર્ટફોન છે, જે મીડ થી લઈને હેવી એપ્સ તેમજ ગેમ્સ સરળતાથી સંભાળી શકે છે. આ એન્ડ્રોઇડ 10 તેમજ કલર્સઓએસ 7 પર ચાલે છે. બંને સમાર્ટફોન્સમાં ઇન્સ્ટન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર તેમજ ફેશિયલ રિકગ્નિશન સપોર્ટ છે. રિયલમી સી12 તથા રિયલમી સી15 બે કલર્સ- પાવર બ્લૂ તથા પાવર સિલ્વરમાં લોન્ચ કરવામાં આવી રહેલ છે.
રિયલમી સી15 સી- સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન છે., જેમાં ક્વૉડ કેમેરો છે. તેથી આ પોતાના મૂલ્યવર્ગમાં સૌથી અલગ છે. આમ 13 મેગાપિક્સલનો સુપર ક્લિયર મુખ્ય કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા – વાઈડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો બ્લેક & વ્હાઇટ લેન્સ તથા 2 મેગાપિક્સલનો રેટ્રો લેન્સ છે. 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ક્રિસ્ટલ ક્લિયર સેલ્ફી લે છે અને એઆઈ બ્યુટીફીકેશન ફંક્શન, એચડીઆર મોડ, પોટ્રેટ મોડ તથા ફેનોસેલ્ફી ફીચરને સપોર્ટ કરે છે. રિયલમી સી15માં 18 વોટનું ફાસ્ટ ચાર્જર છે, જે સ્માર્ટફોનની 6000 એમએએચ બેટરીને 0 ટકાથી 25 ટકા સુધી 20 મિનિટમાં ચાર્જ કરી દે છે. આ બે વેરિયન્ટ્સ 3જીબી + 32જીબીમાં રૂ. 9999માં અને 4જીબી + 64જીબીમાં રૂ. 10999માં મળશે. રિયલમી સી15 27 ઓગસ્ટના રોજ બપોરે 12 કલાકેથી રિયલમી ડોટ કોમ, ફ્લિપકાર્ટ તથા 3 સપ્ટેમ્બરથી ઓફલાઈન સ્ટોર્સ પર મળવાનું શરૂ થશે.
રિયલમી સી12માં 13 મેગાપિક્સલમો એઆઈ કેમેરો છે, જેમાં આકર્ષક એડિશન્સ, જેમ કે ક્રોમ બુસ્ટ, પોટ્રેટ મોડ તથા સ્લો મોશન વિડીયો રેકોર્ડિંગની સુવિધા છે. પ્રાઈમરી લેન્સ દ્વારા યુઝર્સ દૈનિક જીવનની શ્રેષ્ઠ પિક્ચર્સ લઇ શકે છે, ત્યાં જ બ્લેક મેગાપિક્સલનો બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સથી પોટ્રેટમાં સ્પેશિયલ આર્ટિસ્ટિક ઇફેક્ટ આવે છે. આમ 2 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ છે, જ 4 સેમી નજીકથી પણ પિક્ચર લઇ શકે છે, તેથી યુઝર દરેક પિક્ચરની સૂક્ષ્મ ડીટેઇલ્સને પણ કેપ્ચર કરી શકે છે. આમ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે, જે શ્રેષ્ઠ સેલ્ફી સાથે યુઝરને પેનોસેલ્ફી ફીચર આપે છે, જેનાથી તે વિશાળ સેલ્ફી પણ લઇ શકે છે. રિયલમી સી12માં 10 વોટનું ચાર્જર મળે છે અને આ એક વેરિયંટ 3જીબી + 32જીબીમાં રૂ. 8999માં ઉપલબ્ધ છે. રિયલમી સી12 24 ઓગસ્ટથી બપોરે 12 કલાકેથી રિયલમી ડોટ કોમ, ફ્લિપકાર્ટ અને 31 ઓગસ્ટથી ઓફલાઈન સ્ટોર્સ પર મળશે.
રિયલમી બડ્સ ક્લાસિકમાં આરામદાયક હાફ ઈન- ઈયર ડિઝાઇન છે. આ શ્રેષ્ઠ ઓડિયો અનુભવ પ્રદાન કરે છે. આના પર કલાકો સુધી સંગીત સાંભળી શકાય છે. આ હેડફોનમાં 14.2 મિમીનો ઓડિયો ડ્રાઈવર છે, જે શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી સાથે વિસ્તૃત સંગીત કેપ્ચર કરે છે. આમ સુગમ અનુભવ પ્રદાન કરવા માટે હાઈ ડેફિનેશન માઈક્રોફોન અને ઈનલાઈન બટન કન્ટ્રોલ છે. રિયલમી બડ્સ ક્લાસિક બે રંગો- બ્લેક એન્ડ વ્હાઈટમાં મળશે. આ 24 ઓગસ્ટ, બપોરે 12 કલાકેથી રૂ. 399માં રિયલમી ડોટ કોમ અને એમેઝોન પર મળશે.
રિયલમી સી12 તેમજ રિયલમી સી15નું મૂલ્ય તથા સેલ્સનું વિવરણ-
વેરિયન્ટ | કલર્સ | મૂલ્ય (રૂ. માં) | પ્રથમ સેલ |
રિયલમી સી12 (3જીબી + 32જીબી) | પાવર બ્લૂ તથા પાવર સિલ્વર | રૂ. 8999માં | પ્રથમ સેલ 24 ઓગસ્ટ બપોરે 12 કલાકેથી રિયલમી ડોટ કોમ તથા ફ્લિપકાર્ટ પર ઓફલાઈન સ્ટોર્સ પર 31 ઓગસ્ટથી મળશે |
રિયલમી સી15 (3જીબી + 32જીબી) | રૂ. 9999માં | પ્રથમ સેલ 27 ઓગસ્ટ બપોરે 12 કલાકેથી રિયલમી ડોટ કોમ તથા ફ્લિપકાર્ટ પર ઓફલાઈન સ્ટોર્સ પર 3 સપ્ટેમ્બરથી મળશે | |
રિયલમી સી15 (4જીબી + 64જીબી) | રૂ. 10999માં |
રિયલમી બડ્સ ક્લાસિક તથા રિયલમી ટીશર્ટનું વિવરણ-
પ્રોડક્ટ | કલર્સ | મૂલ્ય (રૂ. માં) | પ્રથમ સેલ |
રિયલમી બડ્સ ક્લાસિક | બ્લેક તથા વ્હાઇટ | રૂ. 399 | પ્રથમ સેલ 24 ઓગસ્ટ બપોરે 12 કલાકેથી રિયલમી ડોટ કોમ તથા ફ્લિપકાર્ટ પર |
રિયલમી ટીશર્ટ | વ્હાઇટ | રૂ. 999 | પ્રથમ સેલ 4 સપ્ટેમ્બર બપોરે 12 કલાકેથી રિયલમી ડોટ કોમ પર |
*રિયલમી સી12, રિયલમી સી15 અને રિયલમી બડ્સ ક્લાસિકની ઇમેજ સાથે પ્રોડક્ટ્નું સંપૂર્ણ વિવરણ અહીં જોઈ / ડાઉનલોડ કરી શકાય છે-
રિયલમી સી15
કેમેરા
રિયલમી સી15 એ ક્વૉડ-કેમેરા દર્શાવતો સી સીરીઝનો પહેલો સ્માર્ટફોન છે.
13એમપી પ્રાઈમરી કેમેરા- રિયલમી સી15 પાસે એક પ્રાથમિક કેમેરો છે જે વિશાળ ક્ષેત્ર સાથે 13 એમપી ઇમેજ સેન્સર તથા એફ / 2.2 લાર્જ અપર્ચર છે, જે પર્યાપ્ત પ્રકાશને આકર્ષિત કરી બ્રાઇટ ઇમેજ પ્રદાન કરે છે. તેની 4x ઝૂમ સુવિધા યુઝર્સને અંતરથી પણ સ્પષ્ટ શોટ મેળવવા માટે સક્ષમ કરે છે. આ ઉપરાંત, રિયલમી સી 15 પીડીએએફને પણ સપોર્ટ કરે છે જે ફોકસને વધુ ઝડપી અને સચોટ બનાવે છે.
8 મેગાપિક્સલનું અલ્ટ્રા- વાઈડ લેન્સ- એફ / 2.25 અને 119 ° અલ્ટ્રા-વાઇડ-એંગલ ફીલ્ડ વ્યૂના અપર્ચર સાથે, રિયલમી સી15 ના 8 એમપી અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ લેન્ડસ્કેપ્સ, ઇમારતો, મલ્ટિ-પર્સન જૂથ ફોટા અને અન્ય દૂરના દ્રશ્યોને કેપ્ચર કરી શકે છે. યુઝર્સ ફક્ત એક જ ક્લિકથી અલ્ટ્રા-વાઇડ-એંગલ મોડ પર સરળતાથી જઈ શકે છે. આની ડિસ્ટોર્શન કાલિબ્રેશન એલ્ગોરિધ્મ પારંપરિક અલ્ટ્રા વાઈડ એન્ગલ ફોટોમાં એજ ડિસ્ટોર્શનનું સમાધાન કરી વાઈડ- ફિલ્ડ ફોટોને વધુ વાસ્તવિકતા તથા સુંદરતા પ્રદાન કરે છે.
બ્લેક એન્ડ વ્હાઈટ રેટ્રો લેન્સ- 2 મેગાપિક્સલનો બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સ તથા 2 મેગાપિક્સલનો રેટ્રો લેન્સ પરફેક્ટ પોટ્રેટ પ્રાપ્ત કરવા માટે સ્પેશિયલ આર્ટિસ્ટિક ઇફેક્ટ આપે છે. આ વધારે એક્સપોઝર આપે છે તથા લાઈટ અને ડાર્ક ઇમેજ વચ્ચેનું કોન્સ્ટ્રેટ વધારી દે છે.
નાઈટસ્કેપ મોડ- નાઈટસ્કેપ મોડમાં રિયલમી સી15 આ મૂલ્ય વર્ગમાં એક શ્રેષ્ઠ નાઈટ શૂટર છે. નાઈટ્સ્કેપ મોડનું એલ્ગોરિધમ અલગ- અલગ એક્સપોઝરમાં અનેક ફોટો લે છે તથા દરેક શોટનો સૌથી સારો ભાગ લઇ તેને મળાવી દે છે, જેનાથી વધારે બ્રાઇટ તથા સ્પષ્ટ ફોટો મળે છે.
8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો- 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ક્રિસ્ટલ ક્લિયર સ્લેફી લે છે અને એઆઈ બ્યુટીફીકેશન મોડ, એચડીઆર મોડ, પોટ્રેટ મોડને સપોર્ટ કરે છે. આ ફેનોસેલ્ફી મોડને પણ સપોર્ટ કરે છે, જેનાથી યુઝર્સ વધારે વાઈડ સેલ્ફી લઇ શકે છે.
ચાર્જિંગ- રિયલમી સી15 સાથે 18 વોટનું ફાસ્ટ ચાર્જર મળે છે, જે 6000 એમએએચની બેટરીને 30 મિનિટમાં 25 ટકા ચાર્જ કરી દે છે.
મેમરી સ્ટોરેજ- રિયલમી સી15 બે મેમરી વેરિયન્ટ્સ, 3 + 32જીબી અને 4 + 64જીબીમાં મળશે. આમ બે કાર્ડ સ્લોટ સિમના માટે અને એક એસડી કાર્ડ સ્લોટ છે (256 જીબી સુધી એક્સપેન્ડેબલ)
રિયલમી સી12
કેમેરો
રિયલમી સી12માં 13 મેગાપિક્સલનો એઆઈ ટ્રિપલ કેમેરો અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. આ મૂલ્યવર્ગમાં ક્રોમ બુસ્ટ, પોટ્રેટ મોડ તથા સ્લો મોશન વિડીયો રેકોર્ડિંગ જેવી ખૂબીઓ સાથે રિયલમી સી12 એક શ્રેષ્ઠ પ્રોડક્ટ છે.
13 મેગાપિક્સલનો પ્રામરી કેમેરો- રિયલમી સી12માં એફ/2.2 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો પ્રામરી કેમેરો છે, જે પર્યાપ્ત પ્રકાશ આકર્ષિત કરી બ્રાઈટ ઈમેજ પ્રદાન કરે છે. આના 4એક્સ ઝૂમ ફીચર દ્વારા યુઝર્સ દૂરથી પણ સ્પષ્ટ શોટ લઈ શકે છે.
બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સ- બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સ પોટ્રેટ માટે સ્પેશિયલ આર્ટિસ્ટિક ઇફેક્ટ આપે છે. આ વધારે એક્સપોઝર તથા લાઈટ અને ડાર્ક ઇમેજ વચ્ચે વધારે કોન્ટ્રેસ્ટ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ પોટ્રેટ પ્રદાન કરી શકે છે.
મેક્રો લેન્સ- રિયલમી સી12માં મેક્રો લેન્સ છે, જે 4 સેમી નજીકથી મેક્રો ફોટોગ્રાફી કરતાં યુઝર્સને સૂક્ષ્મ ડિટેઈલ્સ કેપ્ચર કરવામાં મદદ કરે છે.
5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો- રિયલમી સી12નો 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો શ્રેષ્ઠ સેલ્ફી લે છે. આ કેમેરો એઆઈ બ્યુટીફીકેશન મોડ, એચડીઆર મોડ, પોટ્રેટ મોડને સપોર્ટ કરે છે. આ ફેનોસેલ્ફી મોડને પણ સપોર્ટ કરે છે, જેનાથી યુઝર્સ વધારે વાઈડ સેલ્ફી લઈ શકે છે.
ચાર્જિંગ- રિયલમી સી12 સાથે 10 વોટનું ફાસ્ટ ચાર્જર મળે છે.
મેમરી સ્ટોરેજ- રિયલમી સી12 એક મેમરી વેરિયન્ટ્સ, 3 + 32જીબીમાં મળશે. આમાં બે કાર્ડ સ્લોટ સિમ માટે વધુ એક એસડી કાર્ડ સ્લોટ છે (256 જીબી સુધી એક્સપેન્ડેબલ)
રિયલમી સી12 તથા રિયલમી સી15ના એક સમાન ફીચર્સ
મિની-ડ્રોપ ફૂલ સ્ક્રીન
6.5″ની એચડી + મીની-ડ્રોપ ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે અને 20:9ના એસ્પેક્ટ રેશિયોથી સજ્જ રિયલમી સી12 અને રિયલમી સી15 ગેમિંગ ઓડિયો તથા વીડિયોના શાનદાર અનુભવ સાથે વિશાળ ફીલ્ડ ઓફ વ્યૂ પ્રદાન કરે છે. સ્ક્રીનની આંતરિક રચનાઓ નવા અપગ્રેડેડ સ્ટેક પ્રક્રિયાના અનુકુળ થઇ જાય છે, જે ગેરંટી ફંક્શનના આધાર પર પાર્ટ્સ તથા કંપોનેન્ટ્સને નજીક લાવે છે અને ડ્રોપલેટ્સના ક્ષેત્ર 30.9% સુધી ઓછા કરીને 88.7 ટકાના સ્ક્રીન ટૂ બોડી અનુપાત પ્રદાન કરે છે.
જ્યોમેટ્રિક ગ્રેડિએન્ટ ડિઝાઇન
રિયલમીએ રિયલમી સી12 તથા રિયલમી સી15માં પહેલીવાર જ્યોમેટ્રિક ગ્રેડિએન્ટ ડિઝાઇનનો ઉપયોગ કર્યાં છે. સ્માર્ટફોનના બેક કવર પર ટ્રેપેઝોઇડ તેને લાઇનના અલગ અલગ એન્ગલ્સની સાથે ત્રણ ભાગમાં વહેંચે છે. દરેક ભાગ એક અલગ કલર ગ્રેડિએન્ટ પ્રસ્તુત કરે છે. વ્યૂ એન્ગલ બદલવા સાથે દરેક ક્ષેત્રની લાઇટ તથા કલર બદલે છે. આ જ્યોમેટ્રિક ગ્રેડિએન્ટ ડિઝાઇન એક વિઝ્યુઅલ ઇફેક્ટ ઉત્પન્ન કરે છે, શ્રેષ્ઠ તથા અદ્વિતીય છે. આ એન્ટ્રી લેવલના સેગમેન્ટમાં એક શ્રેષ્ઠ વિશેષતા છે. બેક-કવરના ટેક્સચરની ઉદ્યોગની સર્વશ્રેષ્ઠ ફાઇવ એક્સિસ પ્રેસાઇઝ રેડિયમ એનગ્રેવિંગ મશીનનો ઉપયોગ કરી પ્રોસેસ કરવામાં આવ્યાં છે. 300 મિનિટની પોલિંશિંગ પછી આ કર્વ એનગ્રેવ કરવામાં આવ્યાં છે, જે સ્પેશિયલ રિફ્લેક્ટિવ લાઇટ ઇફેક્ટ ઉત્પન્ન કરે છે. આ તકનીકનો ઉપયોગ રિયલમી સી12 અને રિયલમી સી15 ને વધુ રંગીન, આકર્ષક, હાથમાં આરામદાયક અને ફિંગરપ્રિન્ટ્સ માટે ઓછા સંવેદનશીલ બનાવે છે. તે અસરકારક રીતે સ્ક્રેચિંગ અને સ્લાઇડિંગને અટકાવે છે. ખૂણામાં સ્થિત ચોરસ કેમેરા સ્માર્ટફોનને સંપૂર્ણ રીતે સંતુલિત અને ઓર્ડર આપે છે.
6000 એમએએચની ઉચ્ચ ક્ષમતાની બેટરી
રિયલમી સી12 અને રીયલમ સી15માં 6000 એમએએચની બેટરી છે, જે વપરાશકર્તાઓને એકીકૃત અનુભવ આપે છે. રિયલમી લેબ પરીક્ષણો અનુસાર, રિયલમી સી15 અને સી12 સ્ટેન્ડબાય મોડમાં 57 દિવસ સુધી ટકી શકે છે. બંને સ્માર્ટફોન ખાસ ઓટીજી રિવર્સ ચાર્જ ફીચરને પણ સપોર્ટ કરે છે.
બેટરી લાઇફ ઓપ્ટિમાઇઝેશન
રિયલમી સી12 અને સી15 બેટરી લાઇફ ઓપ્ટિમાઇઝેશન કરવા માટે અનેક સુવિધાઓ પ્રદાન કરે છે. એપ ક્વિક ફ્રીજ ફીચર ઓછી ઉપયોગ કરતાં એપ્સને ફ્રીજ કરી દે છે, જેથી બૈકગ્રાઉન્ડ એપ્લિકેશન પાવરનો ઉપયોગ ના કરે. સ્ક્રીન બેટરી ઓપ્ટિમાઇઝેશન વિકલ્પ બેટરી લાઇફમાં વધારો કરવા માટે સૂચના વિના કેટલાક પ્રદર્શન અસરોને થોડું ઘટાડે છે. તમે સ્લીપ સ્ટેન્ડબાય ઓપ્ટિમાઇઝેશનને ટર્ન ઓન કરી વધુ પાવર બચાવી શકે છે. લાંબી બેટરી લાઇફ માટે પાવર સેવિંગ મોડને ઇનેબલ કરો, જેનાથી સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી થઇ જશે, ઓટો સ્ક્રીન-ઓફ ટાઇમ 15 સેકન્ડ સુધી ઘટી જશે અને બેકગ્રાઉન્ડ સિંક ડિસેબલ થઇને બેટરી લાઇફ વધશે.
સુપર પાવર સેવિંગ મોડ
આ મોડ દ્વારા વપરાશકર્તાઓ બેટરી બચાવવા માટે 6 સર્વાધિક ઉપયોગમાં આવતી એપ્સને પસંદ કરી શકે છે. તે સાથે જ ફોન વધારે એગ્રેસિવ પાવર સેવિંગ ટર્ન ઓન કરી દેશે, જેનાથી યૂઝરનો દૈનિક અનુભવ વધુ શ્રેષ્ઠ થઇ જશે. રિયલમી લેબના પરીક્ષણ મુજબ વપરાશકર્તાઓ 2.45 કલાક સુધી સતત વાત કરી શકે છે અને ચાર્જ કર્યા વિના તેના સ્માર્ટફોનની બેટરી 2.9 દિવસ સુધી ચાલી શકે છે.
ફાયરપ્રૂફ સામગ્રી
રિયલમી સી12 અને રિયલમી સી15 બનાવવામાં ફાયરપ્રૂફ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યાં છે, જેનાથી બૈક કવરને બર્ન થવાથી બચાવી શકે. તે ઉપરાંત તાપમાન તથા કરન્ટ મોનિટરિંગ કરતાં સેન્સર લગાવવામાં આવ્યાં છે જેનાથી સુરક્ષાથી થતાં કોઇપણ જોખમોની તરત જાણકારી મળી શકે કારણકે સુરક્ષા રિયલમી ઉત્પાદનોની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે.
મીડિયાટેક હેલિઓ જી35
બંને સ્માર્ટફોન શક્તિશાળી મીડિયાટેક હેલિઓ જી35 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં આઠકોર 12એનએમનું પ્રોસેસર છે જે 2.3 ગીગાહર્ટ્ઝ સુધીની ક્લોક સ્પીડ પર કામ કરે છે. તેમાં કોર્ટેક્સ એ53 સ્ટ્રક્ચરને અપનાવે છે, તેથી તે પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ સ્માર્ટફોન્સમાંથી એક છે. રિયલમી સી12 અને રિયલમી સી15 એલપીડીડીઆર4એક્સ રેમ છે.. એલપીડીડીઆર3 ની તુલનામાં ગ્રાફિક પ્રદર્શન 20% શ્રેષ્ઠ અને રેમનું પરફોર્મન્સ 100% શ્રેષ્ઠ છે.
ઇન્સ્ટન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર
રિયલમી સી12 અને રિયલમી સી15 અલ્ટ્રા-ફાસ્ટ ફિંગરપ્રિંટ અનલોકિંગ તથા ફેશિયલ રિકગ્નિશનને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનને સિંગલ ક્લિક અથવા એક દૃષ્ટિ નાંખીને ખોલી શકાય છે.
રિયલમી યૂઆઇ
એન્ડ્રોઇડ 10 અને કલર ઓએસ 7 પર આધારિત રિયલમી યૂઆઇ શ્રેષ્ઠ તથા વધુ નજીક સ્ટોક એન્ડ્રોઇંડ અનુભવ માટે બનાવવામાં આવ્યાં છે. તે યુવાન ગ્રાહકોની પસંદગી તથા એસ્થેટિક્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યાં છે અને તે ઉપયોગ કરવા માટે એકીકૃત અને મનોરંજક છે.
કલર્સ
રિયલમી સી12 અને રિયલમી સી15 બે રંગો – પાવર બ્લૂ તથા પાવર સિલ્વરમાં ઉપલબ્ધ હશે.
કી હાઇલાઇટ્સ: રિયલમી બડ્સ ક્લાસિક
રિયલમી બડ્સ ક્લાસિક બે ક્લાસિક કલર્સ – બ્લેક તથા વ્હાઇટમાં ઉપલબ્ધ હશે.
ડિઝાઇન
રિયલમી બડ્સ ક્લાસિકમાં હાફ ઇન-ઇયર ડિઝાઇનનો ઉપયોદ કરવામાં આવ્યો છે. તે કાનમાં સરળતાથી આવી જાય છે અને વપરાશકર્તાઓને મ્યુઝિક સાંભળવાનો સુગમ અનુભવ આપે છે. આ હેડફોન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે જો વપરાશકર્તાઓ લાંબા સમય સુધી તેને પહેરે તો પણ તેમને કોઈ અગવડતા નહીં લાગે.
સાઉન્ડ ક્વોલિટી
રિયલમી બડ્સ ક્લાસિકમાં 14.2 મીમીના ઓડિયો ડ્રાઇવર છે, જે રિયલમી દ્વારા આજે સુધી પ્રસ્તુત કરવામાં આવેલ સૌથી મોટું ઓડિયો ડ્રાઇવર છે. આ શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી પ્રદાન કરે છે. ઓડિયો ડ્રાઇવરનું ડાયફ્રામ પ્રીમિયમ નેનો પાર્ટિકલ કમ્પોઝિટ પીઈટી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે, જે વધુ ઊંડાણ અને વધુ સમૃદ્ધ બેસ આઉટપુટ આપે છે. આ વાયર્ડ હેડફોનમાં હાઇ-ડેફિનેશન માઇક્રોફોન પણ છે, જેનાથી કોલિંગના ક્રિસ્ટલ-ક્લિયર અનુભવને સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત ઇનલાઇન બટન મ્યૂઝિક તથા કોલ્સને એકીકૃત રીતે નિયંત્રિત કરે છે.
ઓર્ગેનાઇઝર સ્ટ્રેપ
રિયલમી બડ્સ ક્લાસિકમાં ઓર્ગેનાઇઝર સ્ટ્રેપ છે, જે વપરાશકર્તાઓ વાયર્ડ હેડફોન ક્યાંય પણ વ્યવસ્થિત રુપથી રાખવામાં મદદ કરે છે.