- ગેલેક્સી નોટ 20 પ્રોડક્ટિવિટીનો પાવરહાઉસ છે, જે કોમ્પ્યુટરની જેમ કામ કરે છે અને તમને પ્રો જેલી ગેમ રમવાનો રોમાંચ આપે છે.
- ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gપ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને રૂ. 19,000 મૂલ્યના ભવ્ય પ્રી- બુક લાભો મળશે.
ઓગસ્ટ, 2020- ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે વર્ક એન્ડ પ્લે માટે સર્વોત્તમ સ્માર્ટફોન્સ તેના ફ્લેગશિપ ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gમાટે પ્રી- બુકિંગ્સ શરૂ કર્યા છે.
ગેલેક્સી નોટ 20 સિરીઝ કોમ્પ્યુટરની જેમ કામ કરે છે અને તમને પ્રો જેવી ગેમનો રોમાંચ આપે છે, જેને લઈ તે પ્રોડક્ટિવ પાવરહાઉસ સમાન છે. ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gપાવર અને પ્રોડક્ટિવિટીમાં સર્વોત્તમ ચાહતા નોટના ચાહકો માટે તૈયાર કરાયા છે અને ગેલેક્સી નોટ 20 વર્ક એન્ડ પ્લે માટે તેમનો મહત્તમ સમય આપવા માગતા વ્યાપક નોટ ઉપભોક્તાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
“ભારતમાં અમારા નોટના વફાદારોનું વિશાળ મૂળ છે, જેઓ તેમના ગેલેક્સી નોટ વર્ષ દર વર્ષ અપગ્રેડ કરે છે, કારણ કે સર્વોત્તમ પાવર અને પ્રોડક્ટિવિટી જેવી તેની ઓફર અન્ય કોઈ સ્માર્ટફોન કરતા નથી. ગેલેક્સી 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gપાવર અને પ્રોડક્ટિવિટીને નવી ઊંચાઈએ લઈ જાય છે અને ગ્રાહકોને કનેક્ટેડ રહીને મહત્તમ વર્ક એન્ડ પ્લેમાં મદદ કરે છે. આ વર્ષે અમે ભારતમાં અમારા પ્રથમ 5Gસ્માર્ટફોન ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gપણ લોન્ચ કર્યા છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

પાવર ટુ વર્ક
સેમસંગની નવી નોટ સિરીઝ તમે જે રીતે કામ કરો છો તે પદ્ધતિમાં પરિવર્તન લાવે છે. તે નવી એસ પેન અને સેમસંગ નોટ ફીચર્સની મદદથી ગમે ત્યાંથી ગમે તે સમયે તમને વધુ કરવા માટે સશક્ત બનાવે છે.
- એડવાન્સ્ડ એસ પેનઃ નોટ વફાદારો અને મલ્ટી-ટાસ્કર્સમાં ફેવરીટ ગેલેક્સી નોટ 20 સિરીઝની એન્હાન્સ્ડ એસ પેન ઉત્તમ લેખન અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી નોટ 20 સિરીઝ પર એસ પેન અસલી પ્રિસિશન ધરાવે છે, જે વધુ અચૂકતા અને પ્રતિસાદ આપે છે. એસ પેન ન્યૂ એનીવ્હેર એકશન્સ તમારા ડિવાઈસને સ્પર્શરહિત નેગિવેશન બનાવે છે, જેમાં હોમ સ્ક્રીન પર પાછા આવવું અથવા સ્ક્રીનશોટ લેવાનું કાંડું ઉછાળવા જેટલું સહેલું છે.
- વધુ સાનુકૂળ અને ઉપયોગી સેમસંગ નોટ્સ એપ અનુભવઃ તમને તમારા આઈડિયા મઢવા, એડિટ અને શેર કરવામાં મદદરૂપ થવા સેમસંગ નોટ્સ એપમાં ઓટો- સેવ અને સિન્કિંગ શક્યતાઓ છે. સેમસંગ નોટ્સ તમારી ખરાબ અક્ષરના લેખનને આસાનીથી સીધું કરીને સુવાચ્છ શિસ્તમાં ફેરવે છે. સેમસંગ નોટ્સ એપમાં ફીડબેક આપવાનું પણ હવે આસાન છે, જેથી તમે પીડીએફમાં ટિપ્પણી નોંધ અને હાઈલાઈટ કરી શકો છો. હવે તમે સેમસંગ નોટ્સ એપ્સમાંથી સીધા જ લખાણને પીપીટીમાં પણ ફેરવી શકો છો. તમે નોંધ કરવા સાથે ઓડિયો પણ રેકોર્ડ કરી શકો અને રેકોર્ડિંગમાં તે અવસર પર જવા માટે તમારી નોટ્સમાં ફક્ત એક શબ્દ ટેપ કરવાનો રહે છે. નવા ફોલ્ડર મેનેજમેન્ટ સાથે બધું સંગઠિત રાખી શકો છો, જેથી જરૂર હોય ત્યારે આસાનીથી બધું જ શોધી શકો છો.
- ડિવાઈસીસમાં વધુ સ્માર્ટ રીતે કામ કરોઃ વિંડોઝ ઈન્ટીગ્રેશનને લિંક સાથે માઈક્રોસોફ્ટનું યોર ફોન એપ હવે તમને તમારા પ્રવાહને અવરોધ્યા વિના તમારા વિંડોઝ 10 પીસીમાંથી સીધા જ તમારા મોબાઈલ એપ્સને આસાનીથી પહોંચ આપે છે. આથી તમારા વિંડોઝ 10 પીસીમાંથી મેસેજીસ મોકલવાનું, નોટિફિકેશન્સ મેનેજ કરવાનું, ફોટોઝ સિન્ક કરવાનું અને કોલ્સ કરવાનું અને પ્રાપ્ત કરવાનું એમ બધું જ આસાન અને સુવિધાજનક બનાવે છે. તમારા ટાસ્કબાર અથવા સ્ટાર્ટ મેનુમાં તમારા ફેવરીટ મોબાઈલ એપ્સ ઉમેરો, જેથી તમે તમારા ફેવરીટ સોશિયલ નેટવર્કિંગ એપ્સ અથવા ગેલેરી માટે તમારા ફોનને સર્ચ કરવાની આવશ્યકતા નથી.
- એડવાન્સ્ડ સેમસંગ DeX સાથે માસ્ટર મલ્ટીટાસ્કિંગઃ સેમસંગ DeX સાથે તમને મોટું સ્ક્રીન જોઈતું હોય ત્યારે પહેલી વાર ગેલેક્સી નોટ 20 સિરીઝને સ્માર્ટ ટીવી સાથે વાયલેસલી જોડો. બે સ્ક્રીનને સાગમટે મેનેજ કરો, જેથી તમે સ્માર્ટ ટીવીમાં વિડિયો જોવા સમયે ગેલેક્સી નોટ 20 સિરીઝ પર તમારા ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ કરી શકો છો.
પાવર ટુ પ્લે
અત્યંત શક્તિશાળી મોબાઈલ ગેમિંગ એક્સપીરિયન્સમાં પોતાને રમમાણ કરવા માટે સેમસંગે સ્માર્ટફોન ઘડી કાઢ્યા છે, જે તમને તમારા કાઉચ, બેકયાર્ડમાં અથવા દિવસ તમને જ્યાં પણ લઈ જાય ત્યાંથી પ્રો જેવી ગેમ રમી શકો.
- તમારા ફોનને અલ્ટિમેટ ગેમિંગ પેકેજમાં ફેરવોઃ ફ્લેગશિપ લેવલ પ્રોસેસર (7nm), ગેમ બૂસ્ટર અને રિસ્પોન્સિવ 120Hz ડિસ્પ્લે ગેમિંગને સંપૂર્ણ નવી ઊંચાઈ પર લઈ જાય છે.
- એડપ્ટિવ 120Hz ડિસ્પ્લેઃ નોટ સિરીઝમાં પહેલી વાર ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G તમને વૈવિધ્યપૂર્ણ અને બ્રાઈટ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે અને એડપ્ટિવ 120Hz રિફ્રેશ રેટ આપે છે, જે વાંચવું હોય, વિડિયો જોવો હોય કે ગેમિંગ કરવું હોય, રિફ્રેશ રેટ્સ અપનાવે છે, જેથી લાંબો સમય પ્લે ટાઈમ મળે છે. તે અમારા બેસ્ટ સ્ક્રીન પર મસ્કા જેવો સહજ અનુભવ પ્રદાન કરે છે, જે આપોઆપ બેટરીનું આયુષ્ય મહત્તમ કરવા માટે તમે જુઓ તે કન્ટેન્ટને સમાયોજિત કરે છે.
- અગાઉ ક્યારેય નહીં તેવા ઈન ગેમ લાભોઃ સેમસંગ ઈન્ડિયાએ ભારતમાં ગેમિંગ શોખીનો માટે બે લોકપ્રિય ગેમ્સ પર આકર્ષક લાભો પણ ઘોષિત કર્યા છે, જેમાં અસ્ફાલ્ટ 9 અને ફોર્ઝા સ્ટ્રીટનો સમાવેશ થાય છે. ભારતમાં એસ્ફાલ્ટ 9 અને ફોર્ઝા સ્ટ્રીટ ડાઉનલોડ કરે તેમને ગેલેક્સી નોટ સિરીઝ સાથે વિશેષ પ્રી- બુકિંગ ઓફરના ભાગરૂપે આશરે રૂ. 5000 મૂલ્યના વિશેષ લાભો મળે છે.
ગેલેક્સી નોટ 20 સિરીઝમાં અદભુત ફોટો મઢી લેવા અને સિનેમાટિક શેલીના વિડિયો નિર્માણ કરવા પ્રી- ગ્રેડ ટૂલ્સ છે ને એડવાન્સ્ડ મલ્ટીટાસ્કિંગ અનુભવો પ્રદાન કરે છે.
- તમારી હથેળીમાં સિનેમાટિક- સ્ટાઈલનું ફિલ્મમેકિંગઃ 21:9 એસ્પેક્ટ રેશિયો અને 24fps રેકોર્ડિંગ સાથે ગેલેક્સી નોટ 20 સિરીઝનો 8K કેમેરા હવે તમને અલ્ટ્રા- હાઈ રિઝોલ્યુશનને પહોંચ અને પ્રોફેશનલ ગુણવત્તાના વિડિયો અનુભવ આપે છે. સિનેમાટિક- સ્ટાઈલ વિડિયો માટે પ્રો- ગ્રેડ ફોકસ, ઓડિયો, એક્સપોઝર, ઝૂમ સ્પીડ કંટ્રોલ અને FHD ખાતે 120 fps વિડિયો સાથે શક્તિશાળી પ્રો વિડિયો મોડનો ઉપયોગ કરો. તમે ગેલેક્સી નોટ 20 સિરીઝ પર ઓડિયો સોર્સીસ પણ નિયંત્રણ કરી શકો છો, જેમાં ગેઈન એડજસ્ટ કરી શકો અને ઓનબોર્ડ માઈક્સ અથવા બહારી સ્રોતો વચ્ચે સિલેક્ટ કરી શકો છો, જેથી તમને જોઈતો સાઉન્ડ સ્પષ્ટ મળી શકે છે.
પાવર અને પરફોર્મન્સનો ગેલેક્સી વારસો
ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gમાં નવા મિસ્ટિક કલર્સ- સોફ્ટ ન્યુટ્રલ ટોન્સ રજૂ કરાયા છે, જે નવીનક્કોર, ટેક્સ્ચર્ડ હેઝ ઈફેક્ટ સાથે બદલાતા પ્રવાહોને ટ્રાન્સેન્ડ કરીને ફિંગરપ્રિંટ્સ અને સ્માજીસ પર કટ ડાઉન કરે છે. ગેલેક્સી નોટ 20 મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક ગ્રીન કલર્સમાં મળશે અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક બ્લેક કલર્સમાં મળશે.
ગેલેક્સી નોટ અલ્ટ્રા કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7 સાથે આવે છે, જે સ્માર્ટફોન પર સૌથી સખત ગ્લાસ છે. સંપૂર્ણ દિવસની ઈન્ટેલિજન્ટ બેટરી અને સુપરફાસ્ટ ચાર્જિંગ ક્ષમતાઓ પર સ્પોર્ટિંગ કરતાં તમને ફક્ત 30 મિનિટમાં 50 ટકાથી વધુ ચાર્જ મળી શકે છે. ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G એરટોલ અને જિયો દ્વારા eSIMને સપોર્ટ કરે છે. આ સેવા ટૂંક સમયમાં જ વોડાફોન પર આવશે.
કિંમત અને પ્રી-બુક ઓફરોઃ
ભારતમાં ગેલેક્સી નોટ 20ની કિંમત રૂ. 77,999 છે, જ્યારે ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G રૂ. 1,04,999માં મળશે.
ગ્રાહકો આજથી આરંભ કરતાં Samsung.com અને સર્વ અગ્રણી રિટેઈલ સ્ટોર્સમાં તેમના ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G પ્રી- બુક કરી શકે છે. ગ્રાહકો ગેલેક્સી નોટ 20નું પ્રી-બુકિંગ કરે તો તે રૂ. 7000 મૂલ્યના લાભો માટે પાત્ર બનશે, જ્યારે ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G પ્રી- બુકિંગ કરે તેમને રૂ. 10,000 મૂલ્યના લાભો મળશે. આ લાભો ગેલેક્સી બડ્સ+, ગેલેક્સી બડ્સ લાઈવ, ગેલેક્સી વોચીસ, ગેલેક્સી ટેબ્સ વગેરે સહિત પ્રોડક્ટોના સેટ પર સેમસંગ શોપ એપ પર રિડીમ કરી શકાશે.
ઉપરાંત એચડીએફસી બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડસથી ચુકવણી કરવા સમયે ગ્રાહકો ગેલેક્સી નોટ 20ની ખરીદી પર રૂ. 6000ના કેશબેક અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5Gની ખરીદી પર રૂ. 9000 સુધી કેશબેક માટે પાત્ર બનશે. મોજૂદ ગેલેક્સી ઉપભોક્તાઓ તેમના વર્તમાન ગેલેક્સી સ્માર્ટફોનની સામે રૂ. 5000નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવીને અપગ્રેડ ઓફર માટે પાત્ર બની શકે છે.
તેને કારણે એકંદરે રૂ. 19,000નો લાભ થશે, જે ગ્રાહકોને પ્રી-બુક કરવા અને હમણાં જ ખરીદી કરવાની ઉત્તમ તક આપે છે.
TVC link: https://www.youtube.com/watch?v=iesQmhfTujc&feature=youtu.be