સેમસંગનું નવું લાઈફસ્ટાઈલ ટીવી ધ સેરિફ રૂ. 2,916થી શરૂ થતા નો કોસ્ટ ઈએમઆઈ સાથે મળશે.
– નવું 7 કિગ્રા ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ વોશિંગ મશીન રૂ. 29,490માં લોન્ચ કરાશે.
ઓગસ્ટ, 2020- ભારતની સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે તેની અદભુત લાઈફસ્ટાઈલ ટીવી ધ સેરિફ 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, 2020 દરમિયાન એમેઝોન પ્રાઈમ સેલ દરમિયાન રૂ. 10,000ના વિશેષ ડિસ્કાઉન્ટ સાથે મળશે એવી ઘોષણા કરી છે. સેમસંગ સેલ દરમિયાન 19 ટકા ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઈએમઆઈ અને કેશબેક ઓફર્સ સાથે 7 કિગ્રા માં તેનું લોકપ્રિય ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ વોશિંગ મશીન પણ લોન્ચ કરશે.
ઉત્તમ ડિઝાઈન, પ્રીમિયમ ટેકનોલોજી, પર્સનલાઈઝેશન અને ફંકશનાલિટી જે લોકો પોતાનાં ઘરોને અપગ્રેડ કરવા કન્ઝયુમર ડ્યુરેબલ્સ ખરીદી કરવા માગતા હોય તેમને માટે મુખ્ય પરિબળો છે. અમે અમારા ગ્રાહકો માટે સુંદર લાઈફસ્ટાઈલ ટીવી ધ સેરિફ અને નવું ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ વોશિંગ મશીન વિશેષ ડિસ્કાઉન્ટ્સ અને કેશબેક ઓફર્સ સાથે આકર્ષક ઓફરો લાવવા માટે એમેઝોન સાથે ભાગીદારી કરી છે. આ પોર્ટફોલિયો સાથે અમે ખાસ કરીને અમારા ગ્રાહકો હાલમાં ઘરમાં વધુ સમય વિતાવી રહ્યા છે ત્યારે તેમને વધતી જરૂરતોને પહોંચી વળીશું એવી ખાતરી છે, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સના ઓનલાઈન બિઝનેસના ડાયરેક્ટર પીયુષ કુન્નાપલ્લીલે જણાવ્યું હતું.
ધ સેરિફ સ્ટેટમેન્ટ સેન્ટરપીસ છે, જે ટીવી વ્યુઈંગનો નવો દાખલો બેસાડે છે અને કોઈ પણ રહેવાની જગ્યાની ડિઝાઈનને ઓર ઉઠાવ આપે છે. દીવાલની બાજુમાં રખાતા પારંપરિક ટીવીથી વિપરીત ધ સેરિફ રૂમમાં ગમે ત્યાં ફિટ થઈ જાય છે અને દરેક ખૂણાથી અદભુત દેખાય છે. એમેઝોન પ્રાઈમ ડે સેલ દરમિયાન ગ્રાહકોને તેમનાં એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ કેશબેક પણ મળશે. તેઓ રૂ. 2,916 જેટલી ઓછી રકમથી શરૂ થતા ઈએમઆઈ સાથે 24 મહિનાનો નો- કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ અપનાવી શકે છે.
ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ વોશિંગ મશીન સેમસંગની હાઈજીન સ્ટીમ ટેકનોલોજી સાથે આવે છે, જે કપડાં સ્વચ્છ અને સેનિટાઈઝ થાય તેની ખાતરી રાખે છે. તે 99.9 ટકા જીવાણુ અને એલર્જન્સ અને ચોંટેલી ગંદકી દૂર કરવા સક્ષમ છે. સેલ દરમિયાન ગ્રાહકોને વોશિંગ મશીન પર 19 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જેમાં એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે અને રૂ. 2,458 જેટલી ઓછી રકમથી શરૂ થતા ઈએમઆઈ સાથે 12 મહિનાનો નો- કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ મળે છે.
કિંમતો અને ઓફરો
એમેઝોન પ્રાઈમ ડે સેલ દરમિયાન ગ્રાહકોને ધ સેરિફનાં બધાં મોડેલો પર રૂ. 10,000નું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પછી ધ સેરિફ રૂ. 69,990, રૂ. 89,990 અને રૂ. 1,09,990માં અનુક્રમે 43 ઈંચ (1 મી 08 સેમી), 49 ઈંચ (1 મી 23 સેમી) અને 55 ઈંચ (1 મી 38 સેમી) સ્ક્રીનમાં મળશે. ગ્રાહકો રૂ. 2,916 જેટલી ઓછી રકમ સાથે શરૂ થતા ઈએમઆઈ સાથે 24 મહિનાના નો- કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ અપનાવી શકે છે.
ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ ક્લીન વોશિંગ મશીન 7 કિગ્રા ક્ષમતાનો પ્રકાર 19 ટકા ડિસ્કાઉન્ટ પશ્ચાત રૂ. 29,490માં મળશે. ગ્રાહકો અનુક્રમે રૂ. 1,166 અને રૂ. 2,458થી શરૂ થતા 12 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ મેળવી શકે છે.
આટલું જ નહીં, ગ્રાહકોને ઉક્ત કોઈ પણ પ્રોડક્ટ ખરીદી કરવા સમયે તેમનાં એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ કેશબેક પણ મળશે.
સેમસંગ પ્રોડક્ટ લાઈન-અપ
ધ સેરિફ
ધ સેરિફ ટીવીની પારંપરિક સંકલ્પનાથી પાર જઈને હોમ ડેકોરનં નંગ બને છે, જે કોઈ પણ રહેવાની જગ્યાની ડિઝાઈનને ઉઠાવ આપે છે, જે સેમસંગ અને પ્રતિષ્ઠિત પેરિસિયન ડિઝાઈન જોડી રોનેન અને એરવાન બુરોલેક વચ્ચે અસલ જોડાણનું પરિણામ છે.
અંગ્રેજી આઈ અક્ષરના આકારમાં પ્રતીકાત્મક યુની-બોડી ડિઝાઈનથી તેના ઉત્કૃષ્ટ બારીકાઈભર્યા ક્યુએલઈડી પિક્ચર સુધી ધ સેરિફ સ્ટેટમેન્ટ સેન્ટરપીસ છે, જે ટીવી વ્યુઈંગમાં નવો દાખલો બેસાડવા સાથે કાયમી છાપ પાડતાં વ્યક્તિની જીવનશૈલીની પૂરક સુંદર જગ્યા નિર્માણ કરે છે. ધ સેરિફ સહજ મનોરંજન માટે અંતર્ગત એનએફસી (નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) ટેકનોલોજી સાથેનું એકમાત્ર ટેલિવિઝન છે.
ક્વેન્ટમ ડોટ ટેકનોલોજીથી સમૃદ્ધ ધ સેરિફ એકદમ સ્પષ્ટ અને કર્મપ્રિય સાઉન્ડ સાથે ઉત્કૃષ્ટ પિક્ચર ગુણવત્તા પ્રદર્શિત કરે છે. વિચલિત અવાજ શોધીને અને અસલ સમયમાં વોલ્યુમ આપોઆપ સમાયોજિત કરીને ધ સેરિફ એક્ટિવ વોઈસ એમ્પ્લિફાયર (એવીએ) ફીચર સાથે અર્થપૂર્ણ સાઉન્ડ્સ અને વોઈસીસ પર કેન્દ્રિત રહે છે.
ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ વોશિંગ મશીન-
ધ હાઈજીન સ્ટીમ સાઈકલ કપડાં સ્વચ્છ અને સેનિટાઈઝ્ડ થાય તેની ખાતરી રાખે છે. તે ડ્રમના તળિયાથી સ્ટીમ છોડીને ધુલાઈની ગુણવત્તા સુધારે છે. આને કારણે ડ્રમની અંદરનાં દરેક કપડાં સંપૂર્ણ સેચ્યુરેટેડ થાય છે. તે ગંદકી અને 99.9 ટકા સુધી જીવાણુ પણ દૂર કરે છે.
સેમસંગ ફ્રન્ટ લોડ હાઈજીન સ્ટીમ વોશિંગ મશીન 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે, જેને લીધે ગ્રાહકોને વીજ બિલ પર ઓછો ખર્ચ આવે છે અને પૃથ્વીનું પણ રક્ષણ થાય છે. તેનું લો પાવર યુસેજ ઓનકોસ્ટ્સ ઓછો કરે છે અને હાનિકારક કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જન પણ ઘટાડે છે, જેને લીધે તે પર્યાવરણ અનુકૂળ બને છે.
સ્માર્ટ ચેક ફીચર સાથે ગ્રાહકો અસુવિધા અને તૂટેલા મશીનનો ખર્ચ ટાળી શકે છે. સ્માર્ટ ચેક ઓટોમેટિક એરર- મોનિટરિંગ સિસ્ટમ છે. સેમસંગ સ્માર્ટ વોશર અને ડ્રાયર સ્માર્ટફોન એપનો ઉપયોગ કરીને તે વહેલા તબક્કામાં સમસ્યા શોધે અને નિદાન કરે છે. તે ઝડપી, આસાન નિવારણો પૂરાં પાડે છે અને તમારો સમય પણ બચાવે છે.