India, 2020: ભારતની લીડીંગ હોમગ્રાઉન વેલનેસ કંપની, હિમાલયા ડ્રગ કંપનીએ “હિમાલય બેબી હેર ઓઇલ” લોન્ચ કર્યું છે, જે ખાસ કરીને બાળકના વાળની સંભાળ માટે રચાયેલ છે. વાળને પોષણ આપવા માટે, તેને નરમ અને સ્વસ્થ બનાવવા અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોડક્ટ આમળાં, મેથી અને કોકોનટ ઓઇલ જેવી જાણીતી ઔષધિઓ અને તેલનાં મિશ્રણથી બનાવવામાં આવે છે.
હિમાલયા બેબીકેર નવજાત શિશુઓ અને બાળકો માટે સંપૂર્ણ હેડ ટુ હીલ કેર પૂરી પાડે છે. હિમાલયા બેબી હેર ઓઇલ એ નરમ, સલામત અને વૈજ્ઞાનિક રીતે સંશોધન કરાયેલું હેર ઓઇલ છે અને સ્વસ્થ વાળના વિકાસ માટે એક વ્યાપક ઉપાય છે. “બધા માતાપિતા તેમના બાળકોને ખુશ અને સ્વસ્થ રાખવા માગે છે. તેઓ હંમેશાં તેમના નાના બાળકો માટેના શ્રેષ્ઠ પ્રોડક્ટની શોધમાં હોય છે. હિમાલયા બેબી હેર ઓઇલ એ બેબી કેર પ્રોડક્ટ્સની કાળજીપૂર્વક ક્યુરેટ કરાયેલી રેન્જમાં અમારું નવીનતમ પ્રક્ષેપણ છે જે પ્રકૃતિના સૌજન્યથી ભરેલા છે અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સમર્થિત છે. આ લેટેસ્ટ પ્રોડક્ટ ઇનોવેશન માતાઓનો વિશ્વાસ જીતશે અને અમારા વેલનેસ અને હેપ્પીનેસના વચનને નિભાવશે”, એમ હિમાલયા ડ્રગ કંપનીના સીઈઓ, શ્રી ફિલિપ હેડને જણાવ્યું હતું.
“અમે સમજીએ છીએ કે બાળકોની જુદી જુદી જરૂરિયાતો હોય છે. તેથી, હિમાલયા ખાતે અમે બાળકોના સંવેદનશીલ વાળ અને ખોપરી ઉપરની ચામડીને ધ્યાનમાં રાખીને, અમારી દરેક બેબી કેર પ્રોડક્ટમાં ઘણા વર્ષો સુધી સંશોધન કર્યું છે અને તેને ડેવલોપ કર્યાં છે. અમારું લેટેસ્ટ પ્રોડક્ટ ઇનોવેશન, હિમાલયા બેબી હેર ઓઇલ, સૌમ્ય, સલામત અને કુદરતી ઔષધિઓ અને તેલના સૌજન્યથી પ્રભાવિત છે. તેલમાં પોષક ગુણધર્મો છે જે વાળને મજબૂત કરવા અને કાળા કરવામાં મદદ કરે છે, વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે, અને બાળકના ખોપરી ઉપરની ચામડીને નમીયુક્ત રાખે છે,” એમ હિમાલયા બેબીકેરના બિઝનેસ હેડ શ્રી ચક્રવર્તી એન વીએ જણાવ્યું હતું.
હિમાલયા બેબી હેર ઓઇલ ખનિજ તેલ, આલ્કોહોલ, પેરાબેન્સ, સિન્થેટિક કલરઅને થેલેટથી મુક્ત છે. તેમાં આમળાં , ગોટુ કોળા, ભૃંગરાજ અને મેથી જેવી ઔષધિઓ છે. આમળાં વાળને મજબૂત કરવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, ગોટુ કોળા વાળની ઘનતામાં સુધારો કરવામાં મદદ કરે છે, ભૃંગરાજ વાળને મજબૂત અને કાળા કરવા માટે મદદ કરે છે, અને મેથી વાળ ખરતા અટકાવે છે અને વાળને મજબૂત કરે છે અને વાળને નમી આપે છે.
આ પ્રોડક્ટ પણ કોકોનટ, આલ્મન્ડ, ઓલિવ અને સીસમ જેવા પૌષ્ટિક તેલથી સમૃદ્ધ છે. કોકોનટ ઓઇલ વાળની તંદુરસ્ત વૃદ્ધિ અને ક્ષતિગ્રસ્ત વાળને ફરીથી વધારવામાં મદદ કરે છે, આલ્મન્ડ ઓઇલ વાળની સ્થિતિને પોષણ આપે છે અને વાળને નરમ પાડે છે, ઓલિવ ઓઇલ વાળને સિલ્કી અને ચમકતાં રાખે છે, અને સીસમ ઓઇલ વાળને પોષવામાં મદદ કરે છે.
આ પ્રોડક્ટ બધા અગ્રણી રિટેલ આઉટલેટ્સ પર અને ઓઇનલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. તે 100 એમએલ અને 200 એમએલના કનવીયન્ટ સાઈઝ પેકમાં આવે છે.