~ આ વર્લ્ડ કેટ દિવસ પર સોની YAY!દ્વારા કેટ કેફે સ્ટુડિયો સાથે જોડાણ કર્યું અને સર્વ બિલાડી પ્રેમીઓ માટે અનોખી વર્ચ્યુઅલ પાર્ટીનું આયોજન કર્યું ~
ઓગસ્ટ, 2020
બિલાડીઓ વહાલી હરકતો અને મોજમસ્તી સાથે તમારા કંટાળાજનક દિવસોને પણ મજેદાર બનાવી દેવા માટે ઓળખાય છે. આ કિટીઝ તેમના અજોડ સ્વભાવને લીધે વફાદાર ચાહક મૂળ ધરાવે છે અને વિખ્યાત જોડી હની બનીનું ઘર સોની YAY! દ્વારા 8મી ઓગસ્ટ, 2020ના રોજ દેશભરમાં બિલાડીઓના પ્રેમીઓ સાથે વર્લ્ડ કે ટડેની ઉજવણી કરી હતી. ચેનલે વર્ચ્યુઅલ પાર્ટી યોજવા માટે કેટ કેફે સ્ટુડિયો સાથે ભાગીદારી કરીને મોજમસ્તીભર્યા સત્ર માટે સર્વ બિલાડીના ચાહકોને એકત્ર લાવી હતી.
દેશભરના બાળકો શો હની બની કા ઝોલમાલમાં મજેદાર હરકતો અને કોમેડી કરતી હની અને બનીની જોડીને વહાલ કરે છે. આ ભાવનાઓને મોજમસ્તીભર્યા દિવસે રીલમાંથી રિયલમાં ફેરવતાં આ જોડીએ તેમના ફ્રેન્ડ્સ માટે અમુક અજોડ બેક-ટુ-બેક ફન સેશન્સ માટે એકત્ર લાવ્યા હતા. આ સત્રમાં પાલતુ જનાવરના વાલીઓને ધ આર્ટ જીનિયસ- લેલોન દ્વારા આયોજિત ક્રાફ્ટ વર્કશોપ્સ સાથે ક્રિયેટિવ મળે છે, જ્યાં તેમણે તેમનાં બિલાડીનાં બચ્ચાં માટે ડીઆઈવાય ભેટો નિર્માણ કરી હતી.બિલાડીના વાલીઓએ સરપ્રાઈઝ હાજરી આપી હતી, કારણ કે ચેનલે બોલકણો એવોર્ડ સેગમેન્ટ યોજ્યો હતો, જ્યાં બિલાડીઓને ધ કેટ વિથ બેસ્ટ એક્સપ્રેશન્સ, ધ બેસ્ટ સેલ્ફી, ફનિયેસ્ટ કેટ અને ઘણાં બધાં ટાઈટલ્સથી નવાજવામાં આવી હતી. પાર્ટીમાં કેટ કેફે સ્ટુડિયોનાં સહ- સ્થાપક ચારૂ ખોસલાએ દર્શકોને અમુક બિલાડીઓ વિશે કૂલ ઈનસાઈટ્સ અને ટ્રિક્સ બતાવી હતી. ઉત્સુક પાલતુ જનાવરના વાલીઓ માટે સર્વ મૂંઝવણોના ઉત્તરો આપતાં કેટ કેફે સ્ટુડિયો સાથે બિલાડીઓ વિશે ખોટી માન્યતાઓને દૂર કરતાં બહુ જ્ઞાત વાસ્તવિકતાઓનો માહિતીસભર એક કલાકનું સત્ર રાખવામાં આવ્યું હતું.