- ટાટા સ્કાય બિંજ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ છે, જે સિંગલ ઇન્ટરફેસ અને સિંગલ સબસ્ક્રિપ્શન હેઠળ બેસ્ટ ઓટીટી એપ્સને સાંકળે છે
- એમેઝોન ફાયર સ્ટિક – ટાટા સ્કાય એડિશન અને ટાટા સ્કાય બિંજ પ્લસ એન્ડ્રોઇડ પાવર્ડ સ્માર્ટ સેટ-ટોપ બોક્સ સાથે એગ્રીગેટર સર્વિસ 8 પ્રીમિયમ એપ્સની સિંગલ સાઇન-ઇન એક્સેસ પ્રદાન કરે છે, જેમાં ડિઝની+ હોટસ્ટાર પ્રીમિયમ, ઝી5, સનનેક્સ્ટ, હંગામા પ્લે, ઇરોઝ નાઉ, શેમારુમી અને હવે વુટ સિલેક્ટ અને વુટ કિડ્સ સામેલ છે.s તે વિનામૂલ્યે ત્રણ મહિના માટે એમેઝોન પ્રાઇમ વિડિયો પણ ઓફર કરે છે.
- વુટ સિલેક્ટ વુટ ઓરિજનલ્સ, એક્સક્લુઝિવ ઇન્ટરનેશનલ કન્ટેન્ટ અને 24 કલાક પહેલાં પસંદગીના ભારતીય ટીવી શોનું બ્રોડકાસ્ટ ઓફર કરે છે
- વુટ કિડ્સ ભારતના લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ તેમજ ઓડિયો સ્ટોરિઝ, ઇબુક્સ અને ક્વિઝ સહિતની લર્નિંગ કન્ટેન્ટ ઓફર કરે છે
વિવિધ વયજૂથોમાં મનોરંજનની વધતી માગને પૂર્ણ કરવા માટે પોતાની કન્ટેન્ટ સૂચિને મજબૂત કરતાં ટાટા સ્કાયની ઓટીટી એગ્રીગેટર સર્વિસ ટાટા સ્કાય બિંજએ હવે વાયાકોમ18 ડિજિટલ વેન્ચર્સ સાથે ભાગીદારી કરી છે, જેથી વધતાં સબસ્ક્રાઇબર્સ આધાર માટે તેમની પ્રીમિયમ કન્ટેન્ટ સ્ટ્રીમીંગ સર્વિસ વુટ સિલેક્ટ અને બાળકો કેન્દ્રિત વુટ કિડ્સને ઓનબોર્ડ લાવી શકાય.
આ ભાગીદારી વાયાકોમ18 અ વુટ ઓરિજનલ્સ ઉપર ભારતના ટોચના ટીવી શોની સાથે-સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય શોના લોકપ્રિય કાર્ટુન કેરેક્ટર્સને ટાટા સ્કાય બિંજ ઉપર ઉમેરશે. કેચ-અપ અને પ્રીમિયમ ઓટીટી કન્ટેન્ટને ટેલીવિઝન ઉપર લાવતાં ટાટા સ્કાય પહેલેથી જ એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝન+ હોટસ્ટાર પ્રીમિયમ, ઝી5, સનનેક્સ્ટ, હંગામા પ્લે, ઇરોઝ નાઉ અને શેમારુમી જેવા ભારતના ટોચના ઓટીટી પ્લેટફોર્મના સંખ્યાબંધ મનોરંજનના વિકલ્પો ઓફર કરી રહ્યું છે.
ટાટા સ્કાય બિંજ ઉપર કન્ટેન્ટની પ્રવર્તમાન વિશાળ ઓફરિંગ્સ સાથે વુટ સિલેક્ટ અને વુટ કિડ્સના ઉમેરાથી બિંજ યુઝર્સ ઓરિજનલ્સ, એક્સક્લુઝિવ ઇન્ટરનેશનલ કન્ટેન્ટ, વિવિધ ભાષાઓમાં કલ્ટ બ્લોકબસ્ટર મૂવી તેમજ બાળકોના માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે ઉપયોગી હજારો વિડિયો, ઇ-બુક્સ, ક્વિઝ અને ઓડિયો સ્ટોરિઝનું વિશાળ કલેક્શનની એક્સેસ પ્રાપ્ત કરી શકશે. આ ભાગીદારી કનેક્ટેડ ડિવાઇસિસના યુગમાં ટેલીવિઝન ઉપર કન્ટેન્ટની ઉપલબ્ધતાને પુનઃવ્યાખ્યાયિત કરશે તથા દર્શકોના વિશાળ સમૂહની જરૂરિયાત પૂર્ણ કરવામાં તથા ગ્રાહકોના સંતોષમાં વધારો કરવામાં મદદરૂપ બની રહેશે.
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં ટાટા સ્કાયના ચીફ કમર્શિયલ અને કન્ટેન્ટ ઓફિસર પલ્લવી પુરીએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખતા સમગ્ર પરિવાર માટે અત્યંત લોકપ્રિય અને વ્યવહારુ કન્ટેન્ટ ઓફર કરતી ઓટીટી એપ્સ સાથે ટાટા સ્કાય બિંજની લાઇબ્રેરીમાં સતત વિસ્તાર કર્યો છે. વર્તમાન સમયમાં કે જ્યારે બાળકો મનોરંજનના વિકલ્પોની અછતનો સામનો કરી રહ્યાં છે ત્યારે વુટ કિડ્સને સામેલ કરવાથી બાળકો માટે મનોરંજનનો અનુભવ વધશે, જેમાં મનોરંજન અને અભ્યાસ સામગ્રી સાથેની સંતુલિત લાઇબ્રેરી સામેલ છે. વધુમાં વુટ સિલેક્ટ સાથે અમે વાયાકોમ18ની મૂવીઝ અને ટોચના ભારતીય શોની રસપ્રદ લાઇબ્રેરીના દરવાજા ખોલીશું, જે ટીવી કરતાં 24 કલાક પહેલાં ઉપલબ્ધ બનશે.”
આ ભાગીદારી ઉપર પ્રતિક્રિયા આપતાં વાયાકોમ18 ડિજિટલ વેન્ચર્સના સીઓઓ ગૌરવ રક્ષિતે જણાવ્યું હતું કે, “વુટ ખાતે અમે સર્વગ્રાહી અને વ્યાપક ડિજિટલ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં વિશ્વાસ રાખીએ છીએ, જે અમારા બેજોડ અને વૈવિધ્યસભર કન્ટેન્ટ એક્સપિરિયન્સ સાથે અમારા યુઝર્સ માટે મૂલ્યમાં વધારો કરે. કન્ટેન્ટ વપરાશની માગમાં વધારા સાથે વુટ સિલેક્ટ દ્વારા મનોરંજન અથવા વુટ કિડ્સ દ્વારા ફન લર્નિંગ મારફતે ટાટા સ્કાય બિંજ સાથેના જોડાણથી અમને દર્શકોના વિશાળ આધાર સુધી પહોંચવામાં અને તેમને સેવા પ્રદાન કરવામાં મદદ મળી રહેશે. અમે સમાન વિચારધારા ધરાવતી બ્રાન્ડ સાથે ભાગીદારી કરતાં ખુશ છીએ, જેનાથી અમારા તમામ દર્શકોને વધુ ઉન્નત અને બેજોડ કન્ટેન્ટ વ્યૂઇંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવામાં મદદ મળી રહશે.”
વુટ સિલેક્ટ સાથે ટાટા સ્કાય બિંજ યુઝર્સ સંખ્યાબંધ રસપ્રદ કન્ટેન્ટની એક્સેસ પ્રાપ્ત કરશે, જેમકે અસુર, મરઝી, રાઇકર કેસ, ઇલિગલ વગેરે જેવા વુટ ઓરિજનલ્સ. કલર્સ (હિન્દી, એમટીવી, નિકલોડિયન, કલર્સ કન્નડ, કલર્સ મરાઠી, કલર્સ બાંગ્લા, કલર્સ સુપર અને કલર્સ ગુજરાતીના લોકપ્રિય શોની ઓન ડિમાન્ડ કન્ટેન્ટ અને બ્લોકબસ્ટર મૂવી પણ પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. આ યાદીમાં શાર્ક ટેન્ક એસ11, વાય વુમન કિલ, ધ ગુડ વાઇફ, ધ અફેર અને ધ ટ્વાઇલાઇટ ઝોન વગેરે જેવા લોકપ્રિય આંતરરાષ્ટ્રીય શો પણ જોવા મળશે.
બાળકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે તેવા સમયમાં તેમને ઘરે સુરક્ષિત રીતે વ્યસ્ત રાખવા માટે કન્ટેન્ટની માગ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતની એકમાત્ર કિડ્સ એપ વુટ કિડ્સ સાથેની ભાગીદારી લર્નિંગ અને એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટનું ઉત્તમ મિશ્રણ પ્રદાન કરશે, જે ટાટા સ્કાય બિંજ ઉપર બાળકો માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહેશે. તે લોકપ્રિય ભારતીય અને આંતરરાષ્ટ્રીય શોના હજારો કલાકો, પોકેમોન, પેપ્પા પિગ, પો પેટ્રોલ, મોટુ પતલુ, ડોરા ધ એક્સપ્લોરર, બેન 10 અને અવતાર સહિતના 200થી વધુ કાર્ટૂન્સ, અવતાર – 150થી વધુ ઓડિયો સ્ટોરિઝ, 500થી વધુ ઇબુક્સ અને 5000થી વધુ એજ્યુકેશનલ પઝલ્સ ઓફર કરે છે.
ટાટા સ્કાય સબસ્ક્રાઇબર્સ એમેઝોન ફાયર ટીવી સ્ટિક – ટાટા સ્કાય એડિશન દ્વારા ટાટા સ્કાય બિંજ ઉપર રીમિયમ ઓટીટી એપ્સની લાઇબ્રેરીની એક્સેસ માસિક માત્ર રૂ. 299માં પ્રાપ્ત કરી શકે છે. નવા અને પ્રવર્તમાન ટાટા સ્કાય ગ્રાહકો ટાટા સ્કાય બિંજ પ્લસ કનેક્શન રૂ. 3999ની ઓફર પ્રાઇઝ ઉપર મેળવી શકે છે, જેમાં ટાટા સ્કાય બિંજ પ્લેટફોર્મ ઉપર 6 મહિનાનું સબસ્ક્રિપ્શન સામેલ છે. ફાયર સ્ટિક અથવા એન્ડ્રોઇડ બોક્સ ઉપર ટાટા સ્કાય બિંજના ગ્રાહકો મિસ થયેલા શોની 7 દિવસની એક્સેસ (લાઇનર એન્ટરટેઇનમેન્ટને આધારે) અને વિનામૂલ્યે 3 મહિનાનું એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન પ્રાપ્ત કરી શકે છે.