એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોના સામાજિક ચુકાદાનો ડર રાખ્યા વિના સાથી શોધવાના પ્રવાસને દર્શાવે છે
સપ્ટેમ્બર 2020- ભારતને સ્મિત કરતો રાખવાના એકધાર્યા પ્રયાસમાં મોઢાની સંભાળમાં બજાર આગેવાન કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા હાલમાં તેની સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ ઝુંબેશ હેઠળ નવો સંદેશ આપે છે.
નવી ફિલ્મ લોકોને લોકડાઉનના સમયગાળામાં આશાવાદ સાથે પુનઃઆકલન કરવા અને પડકારજનક પ્રવાસ શરૂ કરવા માટે અવસર તરીકે સદુપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. વાર્તામાં એક વરિષ્ઠ મહિલા છે, જેને લોકડાઉન દરમિયાન એકલતા કોરી ખાતી હોવાથી સાથી શોધવાના નિર્ણય સાથે તે જીવનનો હવાલો પોતાના હાથોમાં લઈ લે છે. વાર્તામાં સામાજિક ચુકાદાના બંધિયાર વાતાવરણ અને ડરમાંથી બહાર આવવાના અનુભવનું તે વિવરણ કરે છે, જ્યાં આપણને લોકડાઉન પછીના તેના જીવનમાં મહત્ત્વપૂર્ણ અવસર જોવા મળે છે, જ્યાં તે આશાવાદ અને આત્મવિશ્વાસ સાથે નવી શરૂઆતને અપનાવતાં પોતાના નવા સાથીનો પરિચય પોતાના પરિવાર અને વહાલાજનો સાથે કરાવે છે.
આ ફિલ્મ સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ અથવા ગેટ સ્ટાર્ટેડ વિથ અ સ્માઈલના તેના સંદેશની રેખામાં બહેતર ભાવિ નિર્માણ કરવા માટે આશાવાદની હિમાયત કરતી કોલગેટની ફિલ્મોની શ્રેણીમાં વધુ એક ઉમેરો છે.
ટીવીસી વિશે બોલતાં કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અરવિંદ ચિંતામણીએ જણાવ્યું હતું કે મહામારી અનિશ્ચિતતા અને મુશ્કેલીનો સમય રહ્યો છે, જેણે લોકોને તેમના વ્યક્તિગત જીવનના પ્રવાસોને પ્રદર્શિત અને પુનઃઆકલન કરવા માટે તક પણ આપી છે. આવી જ એક તક નવેસરથી શરૂઆત કરવા અને સાથી શોધવામાં સામાજિક ચુકાદાના ભયના બોજ હેઠળ રહેતા એકલા જીવતા વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરાતા એકલતાના પડકારનું મૂલ્યાંકન કરવા માટે પણ આપી છે.અમારી વાર્તાને દીપ્તિ નવલે સુંદર રીતે વર્ણવી છે, જે લોકોને સમાજ જે પણ કહી શકે તેની ચિંતા છોડીને હકારાત્મક રહેવા અને તેની પાર જોવા અને તેમનું જીવન પરિપૂર્ણ રીતે જીવવા માટે પ્રોત્સાહન આપે છે. કોલગેટમાં અમે બહેતર ભાવિની પુનઃકલ્પના કરવાની આશા અને સાહસ પ્રેરિત કરવા માટે અને સ્માઈલ કરો શરૂ હો જાઓ સાથે આવી વાર્તાઓ કહેવા પર ભાર આપીએ છીએ.
આ કેમ્પેઈન એડ ફિલ્મની સંકલ્પના કોલગેટ ઈન્ડિયાની ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન્સ ભાગીદાર રેડફ્યુઝની સંકલ્પના છે અને દિગ્દર્શન બોલીવૂડના ડાયરેક્ટર વિક્રમાદિત્ય મોતવાનેએ કર્યું છે. તમે તે અહીં Hindi, Marathi, Bengali, Tamil, અનેTeluguમાં જોઈ શકો છો. આ કેમ્પેઈન ઈન્ડિયા ટુડે ગ્રુપનાં બધાં મંચો, અન્ય ટેલિવિઝન અને ડિજિટલ અને સોશિયલ મંચોમાં જોઈ શકાય છે.
કેમ્પેઈન એડ ફિલ્મની પાછળના વિચાર વિશે બોલતાં રેડફ્યુઝના એક્ઝિક્યુટિવ ક્રિયેટિવ ડાયરેક્ટર ડેલના સેઠનાએ જણાવ્યું હતું કે આરંભથી કોલગેટની સ્માલ કરો ઓર શુરૂ હો જાઓ કેમ્પેઈન આત્મવિશ્વાસ અને સાહસની વાર્તા કહે છે. નવી એડ ફિલ્મ પુનર્લગ્નના વિષયને સ્પર્શે છે, જે ભારતમાં ખાસ કરીને સ્ત્રીઓમાં સંવેદનશીલ વિષય છે. અમે મોટા ભાગે આ આભડછેટ રખાતા વિષય પર ચર્ચા કરવા પ્રોત્સાહન આપીએ છીએ અને ભારતમાં તેમને અનુકૂળ લાગે તે કારણોસર પુનર્લગ્ન કરવા માટે મહિલાની સંસ્કૃતિને સામાન્ય બનાવવાનો અમારો પ્રયાસ છે. ફિલ્મનું એકંદર લક્ષ્ય આશાવાદને પ્રોત્સાહન આપવાનું અને ચુકાદાના ડરની પાર જોવાનું અને હકારાત્મક ભાવિની આશા સાથે પગલાં લેવાનું છે.
સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ કેમ્પેઈનમાં યશસ્વી જયસ્વાલ જેવા અસલી લોકોની અજોડ વાર્તા પણ છે, જેમાં યુવાન ભારતીય, લિસ્ટ એ ક્રિકેટના ઈતિહાસમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. ઉપરાંત ભારતના પ્રથમ દષ્ટિમાં ખામી ધરાવતા સોલો પેરાગ્લાઈવિંડ પાઈલટ દિવ્યાંશુ ગણાત્રા અને અનાથોની ભારતની માતા સિંધુતાઈનો સમાવેશ થાય છે.
સ્મીલ કરો ઓર શુરૂ હો જાઓ ઉપરાંત કોલગેટ તેના કીપ ઈન્ડિયા સ્માઈલિંગ મિશન થકી પણ આશાવાદ ફેલાવવાનું ચાલુ રાખશે, જેમાં સેંકડો સામાજિક પહેલોમાં બ્રાઈટ સ્માઈલ્સ, બ્રાઈટ ફ્યુચર્સ™, ઓરલ હેલ્થ મંથ, સેવ વોટર અને કીપ ઈન્ડિયા સ્માઈલિંગ ફાઉન્ડેશનલ સ્કોલરશિપનો સમાવેશ થાય છે. હાલમાં જ શિક્ષણ, રમતગમત અને સમુદાય પહેલોનાં ક્ષેત્રોમાં હકદાર લોકો માટે નાણાકીય સહાય આપવા અને પાયાના સ્તરે મેન્ટરશિપ આપવા માટે રાષ્ટ્રીય કાર્યક્રમ કીપ ઈન્ડિયા સ્માઈલિંગ ફાઉન્ડેશનલ સ્કોલરશિપ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 75,000 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.