રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1390 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 11 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સારવાર બાદ રાજ્યમાં 1372 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ, 37 હજાર 394 પર પહોંચી ગઈ છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 16 હજાર 710 છે. તો કોરોના મહામારીના લીધે અત્યાર સુધી 3453 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધી સારવાર બાદ 1 લાખ 17 હજાર 231 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 180, અમદાવાદ શહેરમાં 179, સુરત ગ્રામ્યમાં 118, રાજકોટ શહેરમાં 105, વડોદરા શહેરમાં 92, જામનગર શહેરમાં 68, રાજકોટ ગ્રામ્યમાં 46, મહેસાણામાં 41, વડોદરા ગ્રામ્ય 41, બનાસકાંઠા 37, પંચમહાલ 32, અમરેલી-પાટણ 30-30, ગાંધીનગર શહેર 26, ભાવનગર શહેર 25 તો ભરૂચ, જામનગર ગ્રામ્ય, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 24-24 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 3, સુરત જિલ્લામાં 4, કચ્છ, મહેસાણા, રાજકોટ અને વડોદરા શહેરમાં 1-1 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી 1 લાખ 37 હજાર 394 કેસ નોંધાયા છે. તો સારવાર બાદ 1,17,231 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 16710 છે. જેમાં 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 61 હજાર 966 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 43 લાખ 56 હજાર 062 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકા પર પહોંચી ગયો છે.