NH 3037 TX ERGP સીરીઝે ટ્રેક્ટર અગાઉ બે અન્ય એવૉર્ડ પ્રાપ્ત કરીને તેનું નેતૃત્વ પ્રસ્થાપિત કરી ચુકેલ છે
November 2020:સીએનએચ ઇન્ડસ્ટ્રીયલ એન.વી. (NYSE:CNHI / MI: CNHI)ની બ્રાન્ડ ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે 31-40 HP કેટેગરીમાં એપોલો ફાર્મ પાવર બેસ્ટ ટ્રેક્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, તથા ફાર્મ મિકેનાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ સીએસઆર એક્ટિવિટી માટે એવૉર્ડ પ્રાપ્ત કરેલ છે. ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરના 3037 TX ટ્રેક્ટરે પ્રતિષ્ઠિત એવૉર્ડ પ્રાપ્ત કર્યો છે, જેના દ્વારા તે આ કેટેગરીમાં તે લોકપ્રિય અને અગ્રણી હોવાનું ફરીથી પ્રસ્થાપિત થયું છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (આઇસીએફએ) દ્વારા શરૂ કરાયેલ અને એપોલો ટાયર્સ દ્વારા સહયોગ પામેલ, ફાર્મ પાવર એવૉર્ડ્સ ભારતીય ટ્રેક્ટર ઉદ્યોગમાં ક્રાન્તિકારી સંશોધનો તથા કૃષિક્ષેત્રની વધતી જતી કાર્યક્ષમતા તથા નફાકારકતામાં ભજવેલ સકારાત્મક ભાગની કદરરૂપે અપાય છે. એવૉર્ડ વિજેતા ન્યૂહૉલેન્ડ 3037 TX ટ્રેક્ટર તેના ઇનોવેટિવ ફીચર્સ દ્વારા ખેતરોની ઉત્પાદકતા વધારે છે અને તે ભારત તેમજ વિદેશોમાં કિસાનોનો શ્રેષ્ઠ મિત્ર હોવાનું પુરવાર થયેલ છે. ન્યૂહૉલેન્ડ 3037 TX ટ્રેક્ટરે આ પૂર્વે 2019ના ફાર્મ પાવર એવૉર્ડ્સ સમારોહમાં તેમજ 2019માં જ ઇન્ડિયન ટ્રેક્ટર ઓફ ધ યર (ITOTY)) એવૉર્ડ સમારોહમાં બેસ્ટ ટ્રેક્ટર પ્રાઇઝ પ્રાપ્ત કરેલ છે.
આ પ્રસંગે બોલતાં, કુમાર બિમલે જણાવ્યું કે,”અમને એ વાતનો અત્યંત આનંદ છે કે આઇસીએફઆઇ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ અમારી ક્ષમતાની કદર કરી છે અને આ એવૉર્ડ દ્વારા અમને સમ્માનિત કરેલ છે. ન્યૂહૉલેન્ડ હંમેશા નવી ટેકનોલોજી સર્જવામાં તથા તેના ગ્રાહકોને ભરપૂર વળતર આપવામાં પ્રણેતા બની રહી છે. શ્રેષ્ઠ પાવર, ઇંધણ કાર્યક્ષમતા, કમ્ફર્ટ અને સ્ટાઇલિંગ સાથેનું બેજોડ 3037 TX કિસાનોનાં અત્યંત પ્રિય ટ્રેક્ટરોમાં સ્થાન ધરાવે છે.” તેમણે ઉમેર્યું કે, “એ એક સર્વવિદિત વાત છે કે કૃષિમાં યાંત્રિકીકરણ આપણા દેશમાં કૃષિઉત્પાદન વધારવા અત્યંત જરૂરી છે. આ સંદર્ભમાં, ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે ટ્રેક્ટરોની બેસ્ટ-ઇન-ક્લાસ રેન્જ આપવામાં તથા પોસાય તેવી અને નફાકારક કિંમતમાં ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પુરાં પાડવામાં નેતૃત્વ કરેલ છે, જે ભારતીય સમાજ પ્રત્યેની તેની જવાબદારીની ભાવના પ્રગટ કરે છે.”
ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચર મિકેનાઇઝ્ડ સોલ્યુશન્સની અત્યાધુનિક રેન્જ પુરી પાડે છે તથા ભારતમાં 35 HP થી 90 HP ટ્રેક્ટરોની ચડિયાતી ટેકનોલોજિ ધરાવતી રેન્જ આપે છે. બ્રાન્ડ સમગ્ર દેશમાં 1,000 થી વધુ સંપર્ક કેન્દ્રોનું વિકસતું જતું નેટવર્ક ધરાવે છે. ન્યૂહૉલેન્ડ ગ્રાહક સેવા કેન્દ્ર સમગ્ર ભારતમાં હિન્દી તથા અંગ્રેજી સહિત આઠ ભાષાઓમાં સહાય પુરી પાડે છે અને ટોલ ફ્રી નંબર 1800-419-0124 પર તેનો સંપર્ક કરી શકાય છે.
NH 3037 TX સીરીઝ વિશે
ન્યૂહૉલેન્ડ NH 3037 TX ટ્રેક્ટર બેજોડ ઇનોવેટિવ સોલ્યુશન્સ સાથે બનાવવામાં આવે છે તથા જબરદસ્ત પાવર ઉત્પન્ન કરતા 3-સિલિન્ડર 39 HP એન્જિન સહિત અન્ય ઉત્કૃષ્ટ ફીચર્સ ધરાવે છે. ટ્રેક્ટરમાં 42 લીટર કેપેસિટી ધરાવતી ફ્યુઅલ ટેન્ક છે તેમજ 2500 સીસી એન્જિન છે જે 2000 એન્જિન-રેટેડ આરપીએમ ઉત્પન્ન કરે છે. તે પ્રિ-ક્લીનર સાથેનો ઑઇલ બાથ તથા 35 HP PTO ધરાવે છે. આ અત્યાધુનિક ટ્રેક્ટરમાં મિકેનિકલ/પાવર વિકલ્પો સાથે 8 ફોરવર્ડ+2 રિવર્સ, 8 ફોરવર્ડ + 8 રિવર્સ સિન્ક્રો શટલ ગિયરબોક્સિસ છે.
યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે સીએસઆર પ્રવૃત્તિ વિશે
પર્યાવરણ – પાકના અવશેષો બાળી નાંખવાની પ્રવ્રુત્તિ અટકાવવી (ગાંસડી બનાવવી)
અમે ગામડાંઓ ‘દત્તક લઇને’ વિવિધ રાજ્ય સરકારોના કૃષિ વિભાગ અથવા કૃષિ યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરીએ છીએ. સીએસઆર પ્રવૃત્તિ મારફત, ન્યૂહૉલેન્ડ ઇક્વિપમેન્ટ્સનું દાન આપે છે અને પાકના અવશેષો/સાંઠી બાળવાની પ્રવૃત્તિ રોકવા માટેના સરકારી પ્રોજેક્ટ્સમાં મદદરૂપ બને છે અને એ રીતે સ્ટ્રૉ મેનેજમેન્ટ સોલ્યુશન્સના ફાયદાઓ વિશે જાગૃતિ પેદા કરે છે.
More information on New Holland Agriculture: www.newholland.com
More Information on Case Construction Equipment: www.casece.com