- વર્તનમાં પરિવર્તન લાવવાનો સંદેશ પ્રેરિત કરવાના હેતુથી રાષ્ટ્રવ્યાપી ભાગીદારી કાર્યક્રમ ભારતભરમાં સ્ટ્રીટ વેન્ડરોમાં તેમના રોજબરોજના નિત્યક્રમમાં હાઈજીનના વ્યવહારો સમાવવા માટે મદદરૂપ થશે.
- પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય કેન્દ્રિત ભાગીદારી કાર્યક્રમ દિલ્હી, હૈદરાબાદ, બેન્ગલુરુ અને સુરતમાં સ્ટ્રીટ વેન્ડરો સુધી પહોંચશે.
સપ્ટેમ્બર, 2020- વૈશ્વિક કન્ઝયુમર હેલ્થકેર કંપની આરબી દ્વારા ફ્લેગશિપ પ્રોગ્રામ ડેટોલ બીએસઆઈ દ્વારા ભારતમાં સ્ટ્રીટ વેન્ડરોને ટેકો આપવા અને તેમને માટે આરોગ્યવર્ધક અને હાઈજીન વાતાવરણ નિર્માણ કરવા કાર્યક્રમ માટે નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (એનએએસવીઆઈ) સાથે ભાગીદારીની ઘોષણા કરવામાં આવી છે. આ રાષ્ટ્રવ્યાપી ભાગીદારીનું લક્ષ્ય બહેતર આરોગ્ય અને હાઈજીન વ્યવહારોની ખાતરી રાખવા માટે ડેટોલ સોપ્સ અને માસ્ક્સ જેવી હાઈજીન પ્રોડક્ટો અંગે તાલીમ અને પહોંચ આપવાનું છે. આ સાથે તેનું લક્ષ્ય સ્ટ્રીટ વેન્ડિંગમાં જનતાનો વિશ્વાસ કેળવીને સુસ્ત નાણાકીય સ્થિતિમાંથી ઊભરી આવવામાં તેમને મદદરૂપ થવાનું છે.
આ ભાગીદારીની પહેલ વિશે બોલતાં રેકિટ બેન્કિશર હેલ્થના સાઉથ એશિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ગૌરવ જૈને જણાવ્યું હતું કે આ અભૂતપૂર્વ મહામારીએ આપણા રોજબરોજના જીવનમાં આપણે રહીએ, ખાઈએ, વર્તન કરીએ અને સોશિયલાઈઝ કરીએ તે રીત બદલી નાખી છે. ભારતમાં સ્ટ્રીટ વેન્ડરોના સમુદાય માટે આપણને ખ્યાલ આવે તેના કરતાં આ મોટો પડકાર છે. ડર સાથે ખોટી માહિતીએ એવો ડર પેદા કર્યો હતો કે સ્ટ્રીટ વેન્ડરો ફરીથી કામે ચઢવા માટે ભયભીત હતા. આ કાર્યક્રમ સાથે અમે મહામારી પછીના વિશ્વમાં જાગૃતિ લાવવા અને તેમને માટે હયાતિનો સુરક્ષિત માર્ગ ખુલ્લો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (એનએએસવીઆઈ) સાથે ભાગીદારી સ્ટ્રીટ વેન્ડરોમાં આત્મવિશ્વાસ પાછો લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. કોવિડ-19ના ફેલાવા સામે લડવામાં મદદરૂપ થવા માટે હાઈજીન એસેન્શિયલ્સ પૂરા પાડવા અને મહામારીને તેઓ આસાનીથી નાથી શકે તે દર્શાવતાં હજારો લોકો અગાઉ કરતાં વધુ મજબૂત અને સુરક્ષિત બનીને પાછા કામે ચઢ્યા છે. અમે આરોગ્યવર્ધક રાષ્ટ્ર નિર્માણ કરવાના લક્ષ્ય સાથે આવી પહેલો ચાલુ રાખીશું.
સ્ટ્રીટ વેન્ડરોમાં જનતાની રોજની જરૂરતો માટે વેપાર અને વિતરણ પ્રણાલીનો આંતરિક અને કાયદેસર હિસ્સાનો સમાવેશ થાય છે. વિગો દ્વારા કરવામાં આવેલા સંશોધન અધ્યયન અનુસાર તે ભારતમાં 4 ટકા શહેરી કાર્યબળનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ અસુરક્ષિત વાતાવરણમાં કામ કરે છે અને સામાન્ય રીતે અંતિમ ગ્રાહકો માટેની સપ્લાય ચેઈનમાં સંપર્કનું પ્રથમ સ્થળ છે, જે તેમને અને તેમના ગ્રાહકોને ઉચ્ચ જોખમમાં મૂકે છે. મહામારી દરમિયાન સુરક્ષા અને સ્વચ્છતા પર તેથી જ વેન્ડરોને યોગ્ય તાલીમ આપવાનું મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ભારત લોકડાઉન પછી ફરીથી ખૂલી રહ્યો છે અને સમાજ હજુ પણ કોવિડ-19ના અચાનક ઉછાળાથી મથી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સ્થિતિને પહોંચી વળતાં ભાગીદારી કાર્યક્રમ સ્ટ્રીટ વેન્ડરોને તેમના ગ્રાહકોને સુરક્ષિત અને સ્વચ્છ રીતે સુરક્ષિત રાખવા અને સેવા આપવા માટે તૈયાર કરવા ઘડવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રથમ તબક્કાએ દિલ્હી, હૈદરાબાદ, બેન્ગલુરુ અને સુરતમાં સૌથી પ્રભાવિત સમુદાયોમાં હાઈજીનિક સ્ટ્રીટ વેન્ડિંગ પ્રોટોકોલ્સ સુધારવા માટે સ્ટ્ર્રીટ વેન્ડરોને સફળતાથી સુસજ્જ બનાવ્યા છે.
એનએએસવીઆઈના રાષ્ટ્રીય સમન્વયકશ્રી અરબિંદ સિંહે જણાવ્યું હતું કે કોવિડ-19 સામે લડાઈ એકત્રિત અભિગમથી જ શક્ય છે. મને ભારતમાં સ્ટ્રીટ વેન્ડર સમુદાયને ટેકો આપવા માટે ભારતની સૌથી વિશ્વસનીય હાઈજીન બ્રાન્ડ ડેટોલ સાથે ભાગીદારી કરવાની ખુશી છે. યોગ્ય જ્ઞાન અને પોતાની સુરક્ષા કરવાનાં માધ્યમો અને વાઈરસનો ફેલાવો રોકવા સાથે નવા નિયમોથી તેમને સુસજ્જ કરવા માટે સફળ કામગીરી મહત્ત્વપૂર્ણ છે.
આ ભાગીદારી કાર્યક્રમે ફિલ્ડ પર જતા કર્મચારીઓ અને સ્વયંસેવકોને પણ તેમને માટે યોગ્ય પ્રતિબંધાત્મક પગલાં સંબંધમાં સૂચનાઓ સાથે તાલીમબદ્ધ કર્યા છે. ઉપરાંત એસેન્શિયલ્સમાં તેમને સહાય કરવા માટે ડેટોલ બીએસઆઈએ જાગરણ પહેલ અને એનએએસવીઆઈના ઓન- ગ્રાઉન્ડ ટેકા સાથે સ્ટ્રીટ વેન્ડરોને 5 લાખ સોપ બાર અને 2 લાખ ફેસ માસ્કનું વિતરણ કર્યું છે.