રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.
સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, આંતરરાષ્ટ્રીય ઉડાન (કેટલાક વિશેષ કેસને બાદ કરતા) બંધ રહશે. ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોનથી બહાર 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તેમના પરિવારની સંમતિથી શિક્ષકોને મળવા શાળાએ જઈ શકશે. સરકારે શાળા-કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય અને રાજ્ય શાસિત પ્રદેશો સાથે ખાસ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, કોચિંગ સેન્ટર બંધ રહશે. 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.કન્ટેઇનમેન્ટ ઝોન બહાર જે ગતિવિધિઓને મંજૂરી આપી છે,તેમાં રાજ્યો- રાજ્ય શાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ અને બિન શિક્ષણ સ્ટાફને ઓનલાઇન ટીચિંગ અને સંબંધિત કાર્ય માટે શાળાએ બોલાવી શકાય છે.- ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના માર્ગદર્શન માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલમાં જવાની મંજૂરી આપી શકાય છે. આ તેમના માતાપિતા – વાલીઓની લેખિત સંમતિ પછી હશે.