સપ્ટેમ્બર 2020 – હર્ષદ મહેતા નિર્દેશિત વેબ સીરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનાર પ્રતીક ગાંધીએ તેમની અપકમિંગ ગુજરાતી ફિલ્મ આવર્તનની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતીક ગાંધીની આગામી ગુજરાતી ફિલ્મ આવર્તન હશે. ફિલ્મમાં પ્રતીક ગાંધી તેની પત્ની અને ટેલિવિઝન એક્ટ્રેસ ભામિની ઓઝા ગાંધી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
આવર્તન ફિલ્મનું દિગ્દર્શન અનિશ શાહ કરશે, જે અગાઉ પ્રતીક ગાંધી સાથે મળીને ગુજરાતી ફિલ્મ ધુનકી બનાવી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર માહિતી આપતાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે, ‘આવા અનોખા પાત્રને બનાવવાની અને ભજવવાની તક મળતાં મને આનંદ થાય છે. મેં અત્યાર સુધી જે કર્યું છે તેનાથી ખૂબ જ અલગ છે, વાસ્તવિકતામાં મૂળ છે અને એટલું અન્ડરરેટેડ છે કે તે હીરો બની જાય છે. ‘
રોન્ગ સાઇડ રાજુ અભિનેતા પ્રતીક ગાંધી આગળ કહે છે, “આને વધુ વિશેષતા આપનારી બાબત એ છે કે હું મારી પત્ની ભામિની ઓઝા ગાંધી સાથે પહેલીવાર સ્ક્રીન પર અભિનય કરીશ.” હું આ યાત્રા શરૂ કરવા માટે ઉત્સુક છું. ‘