BCCI દ્વારા ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમયર લીગ 2020નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી કારણે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરે સુધી યૂએઈમાં રમાવાની છે. આઇપીએલની 13 સીઝનમાં ચોથીવાર મુંબઈ અને ચેન્નઈ પ્રથમ મેચ રમશે, મુંબઈ સૌથી વધારે 7 ઓપનિંગ મેચ રમનાર ટીમ બનશે
આઇપીએલની 13મી સીઝનમાં કુલ 60 મેચો રમાશે. જેમાંથી લીગ રાઉન્ડમાં રમાનારી 56 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ફાઇનલ મેચનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે..