સુરત: સુરત સ્થિત અને ગુજરાતના અગ્રણી પાવર સોલ્યુશન સ્પેશિયાલિસ્ટ પૈકીના એક “CELLFORCE BATTERIES. એ ટુ-વ્હીલર્સ માટે પોતાની “દમ” સિરીઝ તા. 6/6/2021 રવિવારના રોજ ડિસ્ટ્રીબ્યુટર મિત્રોની ઉપસ્થિતિમાં તેમજ ડિસ્ટ્રીબ્યુટર મિત્રોના વરદ-હસ્તે લોંચ કરી. ABS કન્ટેનર સાથે 55 મહિનાની વોરંટી સાથેની ટુ-વ્હીલર્સ બેટરી લોંચ કરીને સેલફોર્સ બેટરી પોતાના ગ્રાહક મિત્રો માટે બેટરીની લાંબી આવરદા, ક્વોલિટી અને સર્વિસ માટે વન-સ્ટોપ સોલ્યુશનની અપેક્ષાઓ પૂર્ણ કરી છે તેમજ પોતાની કટીબદ્ધતા સ્પષ્ટ કરી છે.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર કેન્દ્રિત સેલફોર્સ બેટરીઝ ઓટોમેટિવ, યુપીએસ, ટોલ ટ્યુબલર અને સોલર બેટરીઝ, લિક્વિડ અને ડ્રાય બેટરીઝ વગેરે સહિત પાવર બેકઅપ સોલ્યુશન્સનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે અને કંપની ઇનોવેટિવ ટેક્નોલોજી ધરાવતી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી દ્વારા ગ્રાહકોની અનુકૂળ, કાર્યક્ષમ અને સમસ્યા-મુક્ત પ્રોડક્ટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
કંપનીની સ્થાપનામાં નોંધપાત્ર યોગદાન આપનાર તથા માર્કેટિંગ, સેલ્સ અને બ્રાન્ડિંગનું નેતૃત્વ કરતાં સેલફોર્સ પરિવારની પૂર્ણ ટીમ નવી પ્રોડક્ટના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સેલફોર્સ ખાતે અમે ગ્રાહકોની ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હંમેશા સક્રિય અને કટીબદ્ધ રહીએ છીએ. કંપનીની નવી પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ્સની સરખામણીમાં વધુ આવરદા, ક્વોલિટી અને સૌથી મહત્વપૂર્ણ 55 મહિનાની વોરંટી ઓફર કરે છે, જે તેને બીજી પ્રોડક્ટ્સની તુલનામાં વિશેષ બનાવે છે. તે અમારા સૂત્ર “દેશકા પાવર” સાથે એકદમ સુસંગત છે અને અમોને વિશ્વાસ છે કે આ પ્રોડક્ટ ગ્રાહકોની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરશે. કંપની ભવિષ્યમાં પણ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લોંચ કરતી રહેશે.
સેલફોર્સ બેટરી ઇન્ડસ્ટ્રીમાં હમેશા કઈ નવું કરવા માટે અથવા બધાથી અલગ કરવા માટે લોકોમાં ખૂજ પ્રચલિત છે,ઉલ્લેખનીય છે કે સેલફોર્સ દ્વારા થોડાં સમય પહેલાં પોતાની કામગીરીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરતાં મેગા ડીલર મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800થી વધુ ડીલર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. વધુમાં કંપની દ્વારા ગુજરાતમાં 250થી વધુ સ્થળો ઉપર મેગા ફ્રી સર્વિસ કેમ્પેઇન યોજવામાં આવ્યું હતું, જેને પણ ખૂબજ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આવું કરનાર બેટરી ઇન્ડસ્ટ્રીમાં સેલફોર્સ પ્રથમ હતી. પોતાની પ્રોડ્ક્સ માટે ક્વોલિટીને પ્રાધાન્ય આપે છે એટલે જ સેલફોર્સ ઇન્વર્ટર બેટરી હિંદુસ્તાનની પ્રથમ બેટરી બની છે કે જે 72 મહિનાની વોરંટી પ્રદાન કરે છે એવિજ રીતે હવે ટુ-વ્હીલરસમાં પણ 55 મહિનાની વોરંટી સાથેની બેટરી લોંચ કરનારી પહેલી કંપની બની ગઈ છે,લાંબી વોરંટી સાથેની બેટરી આપવી એ ખૂબ જ જવાબદારીનું કામ છે અને એ એવું સાબિત કરે છે કે “ક્વોલિટી” એ સેલફોર્સનો પહેલો મંત્ર છે. અને એટલે જ કામગીરીના ખૂબજ ટૂંકા સમયમાં કંપનીએ વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે અને કંપની આગામી સમયમાં પોતાની સાફલ્યગાથાને આગળ વધારવા માટે સજ્જ છે.