રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટલે જણાવ્યું હતુકે, સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ગુજરાત આરોગ્ય વિભાગ ને એક પત્ર મળ્યો છે. આ પત્રની વિગતો પ્રમાણે ગુજરાત સરકારે અગાઉ ભારત સરકારની યોજના અંતર્ગત 75 જિલ્લા માં મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવા ની જાણકારી છે. કેન્દ્ર સરકારે આપણી પાસે દરખાસ્ત માંગી હતી રાજ્ય સરકાર તરફથી પ્રથમ ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. જેમાં નવસારી રાજપીપળા અને પોરબંદર નો સમાવેશ થાય છે મને આનંદ છે ભારત સરકાર આવ અગાઉ આ ત્રણેય કોલેજને મંજૂરી આપી હતી.
ત્યારબાદ આપણે બીજી ત્રણ નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. પંચમહાલના ગોધરામાં મેડિકલ કોલેજ બનાવવાની દરખાસ્ત કરી હતી. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ ગોધરા શહેરમાં નવી મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપતો પત્ર મળ્યો છે. ૩૨૫ કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ ટકા રકમ ભારત સરકાર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. અત્યારે ગોધરાની જિલ્લા સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે એના માટેનો ખર્ચ પણ આ 325 કરોડ ખર્ચમાં આવી જાય છે.
ગુજરાતના વધુ 100 વિદ્યાર્થીઓને મેડિકલની સીટનો લાભ મળશે. આ વર્ષ શરૂ કરી દેવામાં આવશે. 33 મેડિકલ કોલેજો ગુજરાતમાં થશે અને ૬૦૦૦ મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સગવડ મળશે. હજુ વધારાની 2 મેડિકલ કોલેજની દરખાસ્ત સરકારમાં પડી છે. જેમાં એક મોરબી ખાતે અને એક બીજી ખંભાળીયા ખાતે મેડિકલ કોલેજની માંગણી રાજ્ય સરકારે કરી છે. સમગ્ર રાજ્યમાં તમામ જગ્યાએ મેડિકલ કોલેજો અને હોસ્પિટલો હશે. સચિવાલયના વિભાગમાં કે કાર્યાલયમા કોઈ પોઝિટિવ આવે તો કન્ટેનમેન્ટ કરવાની જરૂર રહેતી નથી. કર્મચારીઓ આવતા જતા રહેતા હોય છે.