સ્થાનિક વેપારીઓ માટે ‘આપકે વ્યવસાય કા સચ્ચા સાથી’નું વચન આપે છે
સપ્ટેમ્બર, 2020: ઓકેક્રેડિટ- “ડિજિટલ ઈન્ડિયા કે ડિજિટલ બહીખાતા”, એ આ મહામારીના મુશ્કેલ સમય દરમિયાન ઈન્ડિયાના લોકલ બિઝનેસને સમર્પિત કરતું એન્થેમ “તૈયાર હૈ હમ”નું અનાવરણ કર્યું. તૈયારહૈહમ સ્થાનિક વેપારીઓને ઓકક્રેડિટ; આપ કે બિઝનેસ કે સચ્ચા સાથી તેમનો સાચો સાથી છે તે બતાવવા માટે વોકલ ફોર લોકલનું જોરદાર સમર્થન કરતો એક પ્રયાસ છે.
આ અભિયાન પડકારજનક સ્થિતિ દરમિયાન ગ્રાહકોના ઘરઆંગણે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડતાં નાના વેપારીઓના નિઃસ્વાર્થ સમર્થન માટે કૃતજ્ઞતા અને પ્રશંશા દર્શાવે છે, જ્યારે સંપૂર્ણ ભારતમાં જીવન લગભગ સ્થિર સ્થિતિમાં છે. દેશભરમાં આ અનસંગ હિરોઝની કન્ટિન્યુઅસ સર્વિસ એ ઘણા લોકોને તેમના ઘરની અંદર સલામત રાખ્યા છે.
તૈયારહૈ હમ સાથે, ઓકેક્રેડિટે દિલ્હી કેપિટલ્સ સાથેની તેની ભાગીદારીનો વિસ્તાર કરીને ટીમના તમામ ડ્રીમ 11 આઈપીએલ પ્લેયર્સની પ્રશંસા કરી છે, જે ભારતભરમાં ક્રિકેટને ફરીથી ચાહકો માટે ક્રિકેટને પાછી લાવીને તેમના મૂડને અપલિફ્ટ કરવા માટે રમે છે. આ આઈડિયા પ્લેયર્સ અને સ્પોર્ટ્સ પ્રતિ ઉત્સાહી લોકોની ભાવનાને ઊંચી રાખવા માટે અને ભારતના એક પ્રકારના તહેવાર, આઈપીએલ માટેના એક્સાઈટમેન્ટ અને સેલિબ્રેશનમાં યોગદાન આપવા માટે છે.

આ કેમ્પેઈનના લોન્ચ પર બોલતાં, ઓકેક્રેડિટના કો- ફાઉન્ડર અને સીઈઓ, શ્રી હર્ષ પોખર્ણાએ જણાવ્યું હતું કે, “અમારી એન્થેમ, તૈયારહૈહમ, આ પડકારજનક સમયમાં જરૂરી એવા સ્મોલ બિઝનેસના અનબીટેબલ સ્પીરીટને સેલ્યુટ કરવા માટેનું એક ટ્રિબ્યુટ છે. હું ભારતના નાગરિકોને આગ્રહ કરવા માંગું છું કે તેઓ આગળ આવે અને તેમના સ્થાનિક વેપારીઓને ટેકો આપે અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપે.”
આ એન્થેમ 19 સપ્ટેમ્બર 2020 ના રોજ, ઓકેક્રેડિટના યુટ્યુબ ચેનલ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર ડિજિટલી રીલિઝ કરવામાં આવશે. એન્ટ થિયરી પ્રા.લિ. દ્વારા રચિત આ કેમ્પેઇનનું એન્થેમ જેકસન ગર્ગ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું છે અને ગોલ્ડ બોય દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને ગાવામાં આવ્યું છે. આ એન્થેમ લિરિસિસ્ટ્સ નવિ કમ્બોઝ અને સંદીપ જૈન દ્વારા લખવામાં આવ્યું છે અને તેનો વોઈસ ઓવર એનું કપૂર દ્વારા આપવામાં આવ્યો છે.

ઓકેક્રેડિટ નાના ઉદ્યોગોને ડિજિટલ બનવા, તેમનો વ્યવસાય વિકસાવવા, અને બદલાતી દુનિયાને અનુકૂળ બનાવવા માટે સક્ષમ બનાવવાની તેમની દ્રષ્ટિ પર અવિરતપણે કાર્ય કરી રહી છે જે આ પહેલથી વધુ મજબુત બનશે અને ડિજિટલ ઈન્ડિયા બનાવવામાં મદદ કરશે.
એન્થેમની લિંક- https://www.youtube.com/watch?v=m6JLvVfEpOw&pp=QAA%3D