‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ’ને ગાંધીનગર ખાતે મલેલી રાજય સરકારની કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. હવે ગુંડાગીરી કરનાર સામે 10 વર્ષ સુધી સજાની જોગવાઈ અને 50 હજારનો દંડ થશે. ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના પણ કરવામાં આવશે. બીલને મંજૂરી મળતા આગામી દિવસોમાં વટ હુકમ બહાર પાડવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલને મંજૂરી આપી છે. હવે ગુંડાગીરી કરનારાં અસામાજિક તત્વો સામે 10 વર્ષ સુધીની કડક જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ થશે. તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે. તો ગુંડાગીરી કરતા ટપોરીઓ, મવાલીઓ, અસામાજિક તત્વો અને રોમિયો- સાવધાન થવુ પડશે. હવે ગુંડા એક્ટ હેઠળ હવે તમારી બદમાશીને ડામીને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવશે. ગુજરાતને ગુંડાઓથી બચાવવા માટે મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ઉતર્યા છે. હવે ગુંડાઓ, બદમાશો, ચેઇન સ્નેચરો અને લૂંટારાઓથી જનતાને શાંતિ થઇ જશે. કાયદાને પગલે ગુનાહિત પ્રવૃતિ કરનારાને લગામ લાગશે.