ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર તારીખ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે પાંચ દિવસ સુધી ચાલશે. કોરોના વાયરસની મહામારી વચ્ચે મળી રહેલા આ સત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવશે.
પ્રદિપસિંહ જાડેજાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં 24 પ્રકારનાં વિવિધ કાયદાઓ અને કાયદા સુધારક વિધેયક લવાશે. જેમાં ભૂમાફિયાઓ સામ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે.
કોરોના વાયરસની મહામારી વચ્ચે મળી રહેલા આ સત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. જેમાં સત્ર દરમિયાન ધારાસભ્યની બેઠક વ્યવસ્થામાં મુખ્ય હોલ સિવાય પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્ય બેસી શકશે