વધુ કોર્પોરેટ કંપનીઓને ટીબી સામેની લડતમાં એકત્રીત કરવા માટે ‘ગુજરાત કેન્દ્રિત’ વેબિનરનું આયોજન
વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત દેશથી ક્ષય રોગ (ટીબી) નાબૂદ કરવાના, માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન ને આગળ ધપાવતા, એપોલો ટાયર્સ એ આજે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ), યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી), ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ ‘એસોસિએશન (ફોકિયા) અને દ યુનિયન સાથે Apollo Tyres joins hands for TB free Indiaમળીને “ટીબી મુક્ત ભારત અભિયાન” પર એક ગુજરાત કેન્દ્રિત વેબિનારનું સફળ આયોજન કર્યું. આ વેબિનારમાં રાજ્યના આરોગ્ય વિભાગ અને સેન્ટ્રલ ટીબી વિભાગ તરફથી પણ નોંધપાત્ર લોકો દ્વારા હાજીરી આપવામાં આવ્યું હતું.
આજે આખું વિશ્વ જયારે COVID-19 રોગચાળો સાથે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ક્ષય રોગ એ અન્ય વૈશ્વિક બોજો છે જે વિશ્વભરમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. એક જાણીતા તથ્ય આ ભી છે કે વિશ્વમાં સૌથી વધુ ટીબીનો ભાર ભારતમાં છે જ્યાં દર બે મિનિટમાં ટીબીથી સંબંધિત મૃત્યુ નોંધાય છે. આજે દેશમાં ૫૦ લાખ થી વધુ જનસંખ્યા વાળા રાજ્યોમાં ગુજરાત રાજ્ય નું ટીબી નિયંત્રણ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હોવા છતાં, ગુજરાતમાં ગત વર્ષે ૧,૬ લાખ થી પણ વધુ ટીબી થી પીડિત દર્દીઓનું નવા બનાવનો આંકરાઓ નોંધાયા છે અને આ વર્ષે તો 2 લાખ થી પણ વધુ કેસો થવાની ધારણા છે.
વેબિનારમાં ભાગ લેતા ડો. કુલદીપ સિંહ સચદેવા – ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, સેન્ટ્રલ ટીબી વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ જણાવ્યું હતું કે, “વધુ કોર્પોરેટ કંપનીઓને તેમના ભૌગોલિક વિસ્તારના આસપાસના ગામડાઓ અને સમુદાયોને દત્તક લઇ ત્યાં ટીબી નાબુદી માટે કામ કરવા કટિબદ્ધ થવું જોઈએ. આ પહેલથી ચોક્કસપણે ગુજરાત રાજ્યમાં ક્ષય રોગના ભારને દૂર કરવામાં મદદ મળશે. અમે કટિબદ્ધ છીએ કે અમે ટીબી નાબૂદી કાર્યક્રમને સમર્થન આપવા માટે અંતિમ માઇલ સુધી ચાલીશું અને યોગ્ય પગલાંઓ લઈશું .”
એપોલો ટાયર્સ લિમિટેડના માર્કેટિંગ, સેલ્સ એન્ડ સર્વિસ (ઇન્ડિયા, સાર્ક અને ઓશનિયા)ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ દહિયાએ જણાવ્યું હતું કે, “વર્ષ 2001 થી એપોલો ટાયર્સ તેના ટ્રક ડ્રાઈવર્સ અને ટ્રકિંગ સમુદાય માટે આરોગ્ય સંભાળની દિશામાં કાર્યરત છે. અમે આ સેગમેન્ટને એટલે મહત્ત્વ આપીએ છીએ કારણકે આ અમારા સૌથી મોટા અને મહત્વપૂર્ણ ગ્રાહકો છે. ટીબી રોગનું અમે અમારા આરોગ્ય સંભાળમાં એટલે સમાવેશ કર્યું કારણ કે આ રોગનું એચ.આય.વી રોગ સાથે સીધું સંબંધ છે. આ પ્રોગ્રામનું પ્રારંભ અમે “દ યુનીયન”ના સાથે મળીને કર્યું હતું અને અમને ખુશી છે કે અમે આ ટીબી નિવારણ કાર્યક્રમને અમારા દેશભરના આરોગ્યસંભાળ કેન્દ્રોમાં શામેલ કરવામાં સફળ થયા છે. “
આ વેબિનારનો આયોજન કરવાનું મુખ્ય હેતુ હતું ટીબી સામેની આ લડતમાં વધુ ને વધુ કોર્પોરેટ કંપનીઓને અભિયાનમાં જોડાવા માટે વધુ સંમિશ્રિત અને સંગઠિત કરવાનો અને એપોલો ટાયર, અંબુજા સિમેન્ટ અને નયારા એનર્જી જેવા કોર્પોરેટ કંપનીઓના સફળતાની વાતો અને અનુભવો શેર કરવાનો જેવો ઘણા લાંબા સમયથી આ ક્ષેત્રમાં કાર્યરત છે.
યુએસએઆઇડી એ વિશ્વની એક સર્વોત્તમ વિકાસ એજન્સી છે જે વિકાસલક્ષી ક્ષેત્રોમાં પોતાના અદભુત કર્યો માટે જાણીતી છે. “દ યુનિયન” એક એવું સંસ્થા છે જે સરકારો, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, સિવિલ સોસાયટી અને ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરે છે અને ગરીબીમાં જીવતા લોકોને અસર કરતી જાહેર આરોગ્ય પડકારોના નિરાકરણોને આગળ વધારવા માટે શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પુરાવો અને કુશળતા ઉપર કાર્ય કરે છે જેથી સર્વશ્રેષ્ટ વિકલ્પો ઉપલબ્ધ થાય. ફોકિયા એ એક ઉદ્યોગ સંગઠન છે જે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસની ગતિ વધારવા માટે સમર્પિત છે.
વર્ષ ૨૦૧૮માં એપોલો ટાયર્સ કોર્પોરેટ ટીબી પ્લેજી (સીટીપી) અભિયાનમાં જોડાયા હતા અને ત્યારથી તેઓએ દેશભરમાં 12 સ્થળો થી આ ટીબી હસ્તક્ષેપ કાર્યક્રમ શરૂ કરી છે. કંપનીની ટીબી પહેલ મુખ્યત્વે ટ્રકિંગ સમુદાયમાં ટીબીના કારણે વિકસીત મૃત્યુ અને મૃત્યુદર ઘટાડવા માટે જાગરૂકૃતિ ઉત્પન્ન કરવા, વહેલા નિદાન કરવા અને સારવારનું નિયમોનું પાલન કરવાનો છે. આગરા અને ગ્વાલિયર ખાતે એપોલો ટાયર્સ એ સંબંધિત રાજ્ય સરકારોની ભાગીદારીમાં માઇક્રોસ્કોપી સેવાઓ પણ પ્રદાન કરી રહી છે.
હવે કોર્પોરેટ ટીબી પ્લેજીના ડાયમંડ સભ્ય તરીકે એપોલો ટાયર્સના ટીબી હસ્તક્ષેપ કાર્યક્રમ, કંપનીના આરોગ્ય સંભાળ કાર્યક્રમનો એક મહત્વનું ભાગ છે. આ કાર્યક્રમ થી કંપની ટ્રકિંગ સમુદાય અને સાથી લોકો માટે દેશભરના ટ્રાંઝીપમેન્ટ હબમાં સ્થિત તેના 31 આરોગ્યસંભાળ કેન્દ્રોમાં થી સંકલિત અને સાકલ્યવાદી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબધ્ધ છે. હવે કંપની આજ થી એક 15 દિવસ લાંબી ઝુંબેશ પણ શરૂ કરી રહી છે જેથી એ “ટીબી ફ્રી ટ્રાંઝિપ્શન લોકેશન્સ” પણ સ્થાપિત કરી શકે. આ ઝુંબેશનું એક ખાસ હેતુ છે દેશભરના ૩૧ સ્થળોમાં ટ્રક ચાલકો અને સાથી વસ્તીમાં ટીબીના કેસોની શોધને વધુ તીવ્ર બનાવવાનો અને એના માટે પહોંચ અને સંદેશાવ્યવહારનું શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાનું.