~ સમીક્ષકો દ્વારા વખાણમાં આવેલી ડાયરેક્ટર કળા થકી સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ઝિંદગી સાથે તેના જોડાણ વિશે વાતો કરે છે ~
ઓક્ટોબર, 2020- ZEE5 દ્વારા ઝિંદગીની બીજી ઓરિજિનલ એક જૂઠી લવ સ્ટોરીનું ટ્રેઈલર ગયા સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો છે. ઉમેરા અહમદ દ્વારા લિખિત અને નામાંકિત ડાયરેક્ટર મેહરીન જબ્બાર દ્વારા દિગ્દર્શિત આ શોમાં મુખ્ય ભૂમિકામાં બિલાલ અબ્બાસ ખાન અને મદિહા ઈમામ છે. ફિલ્મમાં સુંદર અંતરદષ્ટિ માટે જાણીતી મેહરીન જબ્બા કળા વિશે અને શાંતિ માટે વચલો માર્ગ શોધવાનું તે કઈ રીતે માધ્યમ છે તે વિશે વાત કરે છે.
ભૂતકાળમાં રામચંદ પાકિસ્તાની અને લાલા બેગમ જેવી ફિલ્મમાં ભારતીય નિર્માણકારો અને કલાકારો સાથે જોડાણ કરનારી મેહરીન કળા થકી સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે બોલતાં કહે છે,“હું હંમેશાં જોડાણમાં વિશ્વાસ રાખતી આવી છું અને પોતે ભારતીય કલાકારો અને જોડાણકારો (ઝીલ ફોર યુનિટી) સાથે રામચંદ પાકિસ્તાની અને લાલા બેગમ એમ બે ફિલ્મો કરી છે. આપણી વચ્ચે ભાષા અને ગીતોથી પણ પાર ઘણું બધું આદાનપ્રદાન કરી શકાય તેવો ઈતિહાસ છે. મને લાગે છે કે સીમાપાર સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં બિલકુલ અવરોધ નહીં આવવો જોઈએ, કારણ કે સાંસ્કૃતિક રાજદૂતો શાંતિ અને મૈત્રી કેળવવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ રીત છે. ઉપરાંત મને લાગે છે કે સંગીત, કળા અને સિનેમાનું જોડાણ રાજકારણનો વિષય નહીં હોવા જોઈએ.“
ઝિંદગી ઓરિજિનલ ‘એક જૂઠી લવ સ્ટોરી’ 30મી ઓક્ટોબર, 2020ના રોજ વૈશ્વિક રિલીઝ માટે તૈયાર છે, ફક્ત ZEE5 પર.