શરૂ થઈ રહ્યું છે, 16મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર દરમિયાન, 6 દિવસની આ ઇવેન્ટ દરમિયાન લાખો વેચાણકર્તા, કલાકારો અને બ્રાન્ડ દ્વારા ઓફરની ઉજવણી કરવામાં આવશે
- બિગ બિલિયન ડેની શરૂઆત 16મી ઓક્ટોબરના મધ્યરાત્રીએ શરૂ થશે, જેમાં ફ્લિપકાર્ટ પ્લસ ગ્રાહકો માટે પ્રારંભિક પ્રવેશ સાથે, જે 21મી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વપરાશર્તાને તુરંત જ 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
- ફ્લિપકાર્ટ પ્લસ ગ્રાહકો ઓક્ટોબર 15મી થી એક ‘અર્લી એક્સેસ’ને માણી શકશે.
- બજાજ ફિનસર્વિસ ઇએમઆઇ કાર્ડ્સ અને અગ્રણી બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સની સાથે નો કોસ્ટ ઇએમઆઇ
- પેટીએમ વોલેટ અને પેટીએમ યુપીઆઇ દ્વારા ગ્રાહકો માટે એસ્યોર્ડ કેશબેક
- મોબાઈલ્સ, ટીવી, એપ્લાઈન્સીસ, ફેશન, બ્યુટી, હોમ અને કિચન, ફર્નિચર, ગ્રોસરી અને બીજા ઘણા પર અલગ અને પહેલા ક્યારેય નહીં જોયેલું સિલેક્શન
- ફ્લિપકાર્ટ સમર્થના લાખો વેચાણકર્તા, કલાકારો, કારીગરો અને હેન્ડિગ્રાફ્ટ મેકર્સ પણ અદ્દભુત ઓફર લઈને આવશે
- 850થી વધુ શહેરોના 50,000થી વધુ ઓનબોર્ડ કિરાણાઓ ગ્રાહકોમાં તહેવારોનો ઉત્સાહ લાવશે
- દેશના સૌથી મોટા ફિલ્મ અને સ્પોર્ટ કલાકારો જેમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબિર કપૂર, વિરાટ કોહલી, મહેશ બાબુ અને સુદીપ કિચ્ચાની સાથે સહયોગ
બેંગ્લુરુ- 3જી ઓક્ટોબર, 2020:ફ્લિપકાર્ટ, દેશની અગ્રણી હોમગ્રોઉન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે જાહેર કરે છે, તેની વર્ષની સૌથી મોટી ફ્લેગશીપ ઇવેન્ટ, ધ બીગ બિલિયન ડેઝ- જે શરૂ થઈ રહ્યો છે, 16મી ઓક્ટોબરના રોજ, 6 દિવસની આ ઇવેન્ટ દેશની તહેવારની સિઝનને ટોન કરશે, કારણકે લાખો ગ્રાહકો, વેચાણકર્તા, કલાકારો અને બ્રાન્ડ્સ સાથે મળીને ઉજવણી કરશે. બિલ બિલિયન ડેઝની ઇવેન્ટમાં નવા ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય પ્રસ્તાવનાની સાથે એક વિશાળ પ્રોડક્ટ રેન્જને રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશના એમએસએમઇ અને વેચાણકર્તાને વિકાસની તક પૂરી પાડશે.
બિગ બિલિયન ડેઝ આ વર્ષે અદ્દભુત અને આકર્ષક ઓફર દર કલાકે લાવી રહ્યું છે, તેમાં લાખો વેચાણકર્તા અને સમગ્ર શ્રેણીની હજારો બ્રાન્ડને સાથે લાવી રહ્યું છે. વધુમાં, ફ્લિપકાર્ટ પ્લસના ગ્રાહકો 15મી ઓક્ટોબરના રોજ ‘અર્લી એક્સેસ’ દ્વારા તેને માણી શકશે.
ગ્રાહકોને આકર્ષક નાણાકીય વિકલ્પો આપીને તેના પ્રયત્નોને મજબુત બનાવવાની સાથે ફ્લિપકાર્ટએ હવે તેના પ્લેટફોર્મ પર નવા અને સરળ પેમેન્ટનું ઓફર કરે છે, જેનાથી સમાવિષ્ટ તથા ગ્રાહક કેન્દ્રિત ખરીદીનો અનુભવ માર્ગ માટે મોકળો કરવો જરૂરી છે. ફ્લિપકાર્ટના ગ્રાહકો ધ બિગ બિલિયન ડેઝ દરમિયાન ખરીદી કરે તેમને એસબીઆઇ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશે તેમને 10 ટકા તુરંત જ ડિસ્કાઉન્ટ મળે છે. વધુમાં નો-કોસ્ટ ઇએમઆઇએસ પણ ગ્રાહકો માટે પ્રાપ્ય બનશે, જે બજાજ ફિનસર્વ ઇએમઆઇ કાર્ડ તથા અન્ય અગ્રણી બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર ઓફર મળશે. ફ્લિપકાર્ટે પેટીએમની સાથે પણ ભાગીદારી કરી છે, જેનાથી તે તેના ગ્રાહકોને પેટીએમ વોલેટ દ્વારા તથા પેટીએમ યુપીઆઇ દ્વારા ચુકવણી પર ખાતરી દાયક કેશબેક ઓફર કરશે, જેનાથી તેઓ અડચણરહિત વેચાણની પહોંચનું વિસ્તરણ કરી શકે છે. પસંદગીના કાર્ડ પર ડેબિટ-કાર્ડ ઇએમઆઇએસ (કોઈ મર્યાદિત બેલેન્સ નહીં) અને ફ્લિપકાર્ટ પે લેટર પણ ગ્રાહકોને ક્રેડિટ એક્સેસ લાવશે.
દેશમાં રોજગારીની તકો ઉભી કરીને બિગ બિલિયન ડેઝએ તહેવારોની ખુશીને વિસ્તૃત કરવા માટે પણ તૈયારી કરી છે.આ વર્ષે, વેચાણ- ઇવેન્ટ દ્વારા લગભગ 70,000 સીધી અને લાખ જેટલી પરોક્ષ સિઝનલ નોકરી ઉભી કરશે, કારણકે વેચાણકર્તા, કલાકારો અને બ્રાન્ડ ગ્રાહકોની માંગને પૂરી કરવા માટે તૈયાર થઈ રહી છે. ફ્લિપકાર્ટે છેલ્લા 6 મહિનામાં હાથ મિલાવીને ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારાહજારો નવા વેચાણકર્તાને તેમની સાથે પ્લેટફોર્મ પર જોડ્યા છે, જેમાં એક મર્યાદિત સમયગાળા માટે ફ્રી બિઝનેસ સપોર્ટ પણ પૂરો પાડ્યો છે ઉપરાંત પ્રોડક્ટ કેટલોગીંગની બાબતમાં ઇનસાઇટ્સ, જાહેરાત અને ઝડપનો પણ સમાવેશ થાય છે. વધુમાં, કંપનીએ તેમના વેચાણકર્તાને ફ્લિપકાર્ટ રિપ્રેઝેન્ટેટિવ્સ તથા લિડર્સની સાથે ચર્ચા કરવાનો મોકો આપવા માટે વેચાણકર્તા માટે ઘણી વર્ચ્યુઅલ શિખવાની અને વિકાસની ઇવેન્ટ પણ યોજી છે, જેનાથી તેઓ તહેવારોની સિઝન દરમિયાન ઇ-કોમર્સનો મહત્તમ લાભ મેળવવા માટે શ્રેષ્ઠ કામ કરી શકે.
હાલની પૂરવઠા ચેઈન ક્ષમતાને વધુ મજબુત બનાવવા માટે, ફ્લિપકાર્ટે તેના કિરાણા ઓનબોર્ડિંગ પ્રોગ્રામનું નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. જેમાં 50,000થી વધુ કિરાણાનો સમાવેશ થાય છે, જે 850થી વધુ શહેરોના ગ્રાહકોને છેવટ સુધીની ડિલિવરી કરવામાં મદદ કરશે. આ પહેલ દ્વારા, સમગ્ર દેશમાં ગ્રાહકો માટે ઇ-કોમર્સ વધુ વ્યક્તિગત થશે સાથોસાથ તેના કિરાણા પાર્ટનર માટે પણ વધારાની આવક ઉભી કરશે.
દરેક કેટેગરીમાં આકર્ષક ડિલ્સ જેમ કે મોબાઈલ, ટીવી અને એપ્લાયન્સીસ, ઈલેક્ટ્રોનીક્સ અને એસેસરીઝ, ફેશન, બ્યુટી, ફુડ, ટોય્ઝ, બેબી કેર, હોમ એન્ડ કીચન, ફર્નીચર, ગ્રોસરી અને ફ્લિપકાર્ટના પ્રાઈવેટ બ્રાન્ડ્સ પર લાખો સેલર્સ દ્વારા અને ફ્લિપકાર્ટ સમર્થ કલાકારો, વણકરો, હસ્તકલા ઉત્પાદકો અને બીજા નાના સમુદાયો દ્વારા ઓફર કરવામાં આવે છે. કસ્ટમાઈઝ્ડ ઓફરીંગ અને નવીનત્તમ પ્રોડક્ટ્સ લાવીને, ફ્લિપકાર્ટે દરેક કેટેગરીમાં ટોચની બ્રાન્ડ્સ સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી છે જેથી બહોળા પ્રમાણમાં પ્રોડ્ક્ટ્સ શ્રેણી અને ડિલ્સ લાવી શકાય અને ખાતરી કરી શકાય કે મેટ્રો અને ટીઅર 4ના લોકો બીગ બીલીયન ડેની રાહ જોવે. વધુમાં, આ ફેસ્ટીવલ સીઝન ગ્રાહકો 2GUD નો પણ અનુભવ તેના સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ થકી જેથી વિડીયો શોપીંગ અનુભવને કોઈપણ અડચણવગર જોઈ શકે જેમાં તેમના પસંદગીના ઈન્ફ્લુએન્સર્સ બેસ્ટ ઓફર્સ આધુનિક ફેશન ટ્રેન્સ, ગેજેટ્સ, બ્યુટી અને બીજી ઘણી વસ્તુઓનું તેમને બતાવશે.
બીગ બીલીયન ડે 2020ની જાહેરાત કરતાં, કલ્યાણ ક્રિષ્નામુર્તી, સીઈઓ – ફ્લિપકાર્ટ ગ્રુપ જણાવે છે – ધ બીગ બીલીયન ડે એ બ્રાન્ડ્સની ઉજવણી માટે, કલેક્શનના અઢળક શ્રેણી માટે જે પહેલા ક્યારેયના જોઈ હોય, તહેવારો અને ઉત્સાહોના આનંદ માટે, અને ઉત્સાહની તીવ્ર લાગણી માટે છે કેમ કે દરેક વ્યક્તિ તેમના તહેવારની સીઝનની તૈયારી કરે છે. આ તહેવારની ઈવેન્ટ ફ્લિપકાર્ટના ગ્રાહકોને તેમનું મુલ્ય, એમએસએમઈઓ અને વિક્રેતાઓને તક, અને ઈ-કોમર્સ દ્વારા રોજગારી પેદા કરવાની કટીબદ્ધતા પર કેન્દ્રિત છે. અમે બ્રાન્ડ્સ અને સેલર્સ સાથે મજબુત ભાગીદારી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ બીઝનેશ અને ટેક્નોલોજીની તાકાતનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે બહોળા પ્રમાણની પ્રોડક્ટ્સને શ્રેષ્ઠ કિંમતે તેમના ઘરના આંગણે આ ફેસ્ટીવલ સીઝનમાં પહોંચાડી શકાશે.
ફ્લિપકાર્ટ દેશના ચહિતા સેલિબ્રિટી જેવા કે, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, આલિયા ભટ્ટ, રણબિર કપૂર, સુદીપ કિચ્ચા અને મહેશ બાબુની સાથે પણ કામ કરી રહ્યું છે, જેઓ ધ બિગ બિલિયન ડેઝ ઇવેન્ટની સાથે એક ક્રિએટિવ અવતારમાં જોવા મળશે. આ ઉપરાંત, ગ્રાહકો તેમના ‘સુપર કોઈન્સ’નો પણ ઉપયોગ કરી શકશે કારણકે તેમને પ્લેટફોર્મ પર જે શોપિંગ કર્યું છે, તેના બદલે તેમને નેવર-બિફોર ડીલ માટે ‘રિવોર્ડ પાસ’ મળ્યા છે અને વધારાના શોપિંગ માટે તેમને 2000 બોનસ કોઈન મળી શકે છે.