Ahmedabad – જીવનતીર્થ દ્વારા શહેરી જીવનને ધબકતું રાખતાં શ્રમજીવીઓની સેવાના ઉદ્દેશ સાથે આજથી 11 વર્ષ અગાઉ શહેરી અભિક્રમનો આરંભ અમદાવાદમાં વાડજ ખાતે આવેલ રામાપીરના ટેકરા પાસે કરવામાં આવ્યો હતો. તેના સ્થાપના દિન નિમિતે ગાંધીજયંતિના દિવસે “સાહેલી કેન્દ્ર”નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ભારતભરમાં ગાંધી જયંતિ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી “આપવાનો આનંદ – દાન ઉત્સવ” ઉજવવામાં આવે છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજુ દીપ્તિએ પૂ. ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરીને જણાવ્યું હતું કે, “ગાંધીજયંતિના દિવસથી 8 ઓક્ટોબર સુધી આપવાના આનંદ- દાન ઉત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ જીવનતીર્થ જોડાઈ રહ્યું છે અને વધુને વધુ લોકો સમાજના હિતમાં ગાંધીજીની ટ્રસ્ટીશીપની
ભાવનાને યાદ કરી આપવાનો આનંદ મેળવે તેવી ઝુંબેશ અમે ચલાવીશું.”
જીવનતીર્થ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં, શ્રી વીણાબહેન પટેલ, શોભનાબહેન શાહ તથા બ્રિન્દાબહેન વૈષ્ણવ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતા અને સ્વસહાય જૂથની બહેનો દ્વારા ચાલતી પ્રવૃત્તિને બિરદાવી હતી.