વિશ્વની અગ્રણી એગ્રિકલ્ચર બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી, ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચર દ્વારા, ભારતમાં તમામ ન્યૂહૉલેન્ડ ટ્રેક્ટર્સ પર વિશિષ્ટ 6 વર્ષની ટી-વોરંટી (ટ્રાન્સફરેબલ વોરંટી) જાહેર કરવામાં આવી. કંપની દ્વારા આપવામાં આવી હોય તેવી 6 વર્ષની વોરંટીમાં સૌપ્રથમ ગણાતી આ સેવા 2 ઓક્ટોબર, 2020 થી અમલમાં આવી છે. વધુમાં, વૉરન્ટીના લાભો રિસેલના કિસ્સામાં ખરીદનારાઓને સરળતાથી ટ્રાન્સફર થઇ શકે છે. આ નવી ગ્રાહક લક્ષી વૉરન્ટી પોલિસી દ્વારા કંપની ગ્રાહકોને વેચાણ બાદની સેવાઓ બહેતર બનવાની અને પરિણામે, બ્રાન્ડ તથા તેનાં ઉત્પાદનોમાં તેઓનો વિશ્વાસ મજબૂત બનવાની આશા રાખે છે.
આ પ્રસંગે બોલતાં સીએનએચ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર શ્રી રૌનક વર્માએ જણાવ્યું કે, “ભારતમાં ન્યૂહૉલેન્ડ ટ્રેક્ટર્સની સંપૂર્ણ રેન્જ પર 6 વર્ષીય ટી-વોરંટી જાહેર કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ અમારી ક્વૉલિટી અને વિશ્વસનીયતામાં આમારા આત્મવિશ્વાસનો પુરાવો છે જેના કારણે આ બેસ્ટ ઇન ક્લાસ વોરંટી આપવાનું અમારા માટે શક્ય બન્યું છે. આ બાબત કિસાનોને મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતા સાચી સાબિત કરે છે અને તે અમારાં ઉત્પાદનોની ક્વૉલિટી અને ટકાઉપણામાં ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.”
વૉરન્ટીના લાભો વિશે જણાવતાં, ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચર ઇન્ડિયાના સેલ્સ ડાયરેક્ટર શ્રી બિમલ કુમારે કહ્યું કે, “6-વર્ષીય ટી-વોરંટી, બહેતર ટેકનોલોજી ધરાવતાં અમારાં ઉત્પાદનોની રેન્જને ક્વૉલિટીમાં બેન્ચમાર્ક તરીકે સ્થાપિત કરશે. વોરંટીની મુદત પુરી થાય ત્યાં સુધી ઉત્તરોત્તર ખરીદનારાઓને વૉરન્ટીના લાભો ટ્રાન્સફર કરવાનો વધારાનો ફાયદો, રિસેલમાં ટ્રેક્ટર ખરીદનારાઓને પણ મદદ કરશે.”
ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચર ચડિયાતી ટેકનોલોજિ ધરાવતા ટ્રેક્ટરોની રેન્જ આપે છે, તે ઉપરાંત, હૅ અને ફોરેજ ઉપકરણ, પ્લાન્ટર્સ, બૅલર્સ, સ્પ્રૅયર્સ અને ટીલેજ ઉપકરણ જેવાં જમીન તૈયાર કરવાથી માંડીને લણણી બાદ સુધીનાં ફાર્મ ઉપકરણોની સંપૂર્ણ રેન્જ આપે છે. અત્યાધુનિક ટેકનોલોજિ, પાવરફુલ તથા ઇંધણ કાર્યક્ષમ એન્જિનથી સજ્જ ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરનાં ટ્રેક્ટરો ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહી છે. બ્રાન્ડ સમગ્ર ભારતમાં ગ્રાહકોને તેમના ઇક્વિપમેન્ટ્સથી વધુમાં વધુ ફાયદો કેમ મેળવવો તે બાબતની તાલીમ આપવાથી લઇને પ્રોફેશનલ ડીલર્સના નેટવર્ક મારફત વેચાણ બાદની ઝડપી અને કાર્યક્ષમ સેવા આપે છે.
ન્યૂહૉલેન્ડ ભારતમાં 5 લાખ સંતુષ્ટ ગ્રાહકો સાથે 1000થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રોના વિસ્તૃત થતા નેટવર્કનો મજબૂત અને વિકસતો જતો બેઝ ધરાવે છે. 1998 થી ન્યૂહૉલેન્ડે ગ્રેટર નોઇડા ખાતે અત્યંત આધુનિક ટ્રેક્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપેલ છે જે તેના આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ્સ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે. આ પ્લાન્ટમાં રિસર્ચ તથા ડેવલપમેન્ટ સેન્ટર તથા ડીલર્સ તેમજ ગ્રાહકો માટે તાલીમ કેન્દ્રનો પણ સમાવેશ છે. ન્યૂહૉલેન્ડ ગ્રાહક સહાય કેન્દ્ર ભારતમાં તેના ગ્રાહકોને હિન્દી તથા અંગ્રેજી સહિત આઠ ભાષાઓમાં સહાય પુરી પાડે છે અને ટોલ ફ્રી નંબર 1800 419 0124 પર તેનો સંપર્ક કરી શકાય છે.