પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)પર પાંચ દિવસના ગ્લોબલ વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન – Global AI Summit RAISE 2020 કર્યું હતું. ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ’ કે RAISE 2020નું આયોજન ઉદ્યોગ અને શિક્ષણ વિભાગના પાર્ટનરશિપ સાથે કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું લક્ષ્ય સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાનું છે. સમિટ દરમિયાન રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આ સમયે ભારત પાસે એવા સાધન ઉપલબ્ધ છે જેમની મદદથી આપણે આર્ટિફિશિયલ સેક્ટરમાં વર્લ્ડ લીડર બની શકીએ છીએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ માટે કાચો માલ હોય છે ડેટા
મુકેશ અંબાણીએ કહ્યું કે ગ્લોબલ સમિટ પીએમ મોદીના વિઝનનું ઉદાહરણ છે. ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)માટે કાચો માલ છે. આ રાષ્ટ્રની મહત્વની સંપત્તિ છે. આ યોગ્ય સમય છે અને આપણી પાસે બધા સાધન તૈયાર છે. જેમાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સેક્ટરમાં વર્લ્ડ લીડરની જેમ કામ કરી શકે છે. ભારતના યુવા, ઇન્ડસ્ટ્રી અને આખો દેશ આ એજન્ડાને લાગુ કરવા માટે તૈયાર છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને પ્રોત્સાહન આપે. દેશ એ દરેક એજન્ડાને લાગુ કરવા તૈયાર છે જે દેશને મજબૂત અને નયા ભારત બનાવવા માટે કામ કરે. આ પ્રસંગે પ્રોફેસર રાજ રેડ્ડીએ કહ્યું કે હું મુકેશ અંબાણીને ધન્યવાદ આપવા માંગું છું કે તેમણે ઘર-ઘર સુધી ફાઇબર પહોંચાડવાની શરૂઆત કરી છે.