- વડોદરાના વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા 350 સ્નાતક વિદ્યાર્થીઓ મેળવશે યુએન દ્વારા સ્વીકૃત એનયુએસડી કાર્યક્રમની અનુરૂપ કુશળતા તાલીમ
- સ્કેફલર આપશે વાર્ષિક આશરે 40 લાખ રૂપિયાના આ પ્રોગ્રામ માટે ભંડોળ
- આ પ્રોગ્રામમાં આઠ ક્ષેત્ર-વિશિષ્ટ અને કુશળતાથી જોડાયેલા ડિપ્લોમા અભ્યાસક્રમો આવરી લેવામાં આવશે જેમાં સ્કેફલર હોપ એનયુએસડી કેન્દ્રોમાં વર્ગખંડની તાલીમ અને સાથે સાથે નોકરી / ઇન્ટર્નશિપ ઘટકો પરના તાલીમ આપવામાં આવશે
વડોદરા | 25 સપ્ટેમ્બર, 2020 | અગ્રણી ઔદ્યોગિક અને ઓટોમોટિવ સપ્લાયર કંપની સ્કેફલર ઇન્ડિયાએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઈએસએસ) સાથે નેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ સ્કિલ ડેવલપમેન્ટ (એનયુએસડી) – માન્ય પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જેનો હેતુ વડોદરાના ૩૫૦ સ્નાતક વિદ્યાર્થીઓને કુશળતા પ્રશિક્ષણ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ જેના માટે સંપૂર્ણ રીતે સ્કેફલર ઇન્ડિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ કોલેજનાં સ્નાતક વિદ્યાર્થીઓને તેમની નોકરી-સંબંધિત કુશળતાને વધુ સારી રીતે સમજવા અને વધારવા માટે સક્ષમ બનાવવાનું અને એના માટે કૌશલ્ય પ્રશિક્ષણ આપવાનું.
આ પહેલમાં આઠ ડિપ્લોમા અભ્યાસક્રમો – બેંકિંગ અને નાણાકીય બજારો, નિકાસ અને આયાત વ્યવસ્થાપન, હોસ્પિટલ મેનેજમેન્ટ સેવાઓ, ઉદ્યમવૃત્તિ, ડિજિટલ માર્કેટિંગ, ટ્રાવેલ અને પર્યટન, ફાર્માટિકલ સેલ્સ મેનેજમેન્ટ અને રિટેલ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલ વિદ્યાર્થીઓ પેહલા વડોદરાની ત્રણ કોલેજોમાં સ્થાપિત સ્કેફલર હોપ એનયુએસડી ટ્રેનિંગ સેન્ટરોમાં લગભગ ૪ – ૬ મહિના સુધી વર્ગખંડની તાલીમ લેશે અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે સંબંધિત ઉદ્યોગોમાં ૪૦ દિવસની નોકરી પર તાલીમ માટે મોકલવામાં આવશે. આ અભ્યાસક્રમનો હેતુ ૩૦૦ જેવા વિદ્યાર્થીઓને વેતન રોજગાર દ્વારા અને બાકીના ૫૦ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ કમ્યુનિટિ / ઉદ્યોગસાહસિક વિકાસના માર્ગ દ્વારા સશક્ત બનાવવાનો છે.
આજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમના તહત શ્રી હર્ષ કદમ – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર – સ્કેફલર ઇન્ડિયા અને શ્રી શાન્તાનું ઘોષાલ – વાઇસ પ્રેસિડેન્ટ હ્યુમન રિસોર્સ અને હેડ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી, સ્કેફલર ઇન્ડિયા દ્વારા શ્રી તન્મય નાયક, ડાયરેક્ટર, એનયુએસએસડી, ટીઆઈએસએસ ની હાજરીમાં આ પ્રોગ્રામ ને શુરુ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં વડોદરાના 300 થી વધુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ વિશે બોલતા શ્રી. ઘોષાલે સમજાવ્યું, “સ્કેફલર માટે, કૌશલ્ય માત્ર મૂલ્યવાન નથી, પણ એક સધ્ધર અને લાંબી-અવધિની યોજના છે. અમે નિષ્ઠાપૂર્વક માનીએ છીએ કે યુવા સામાજિક અને આર્થિક પરિવર્તનના એજન્ટ છે. આથી આવા પ્રોગ્રામ્સ સ્કેફલર ભારતની સીએસઆર પહેલ “હોપ” અને યુવાઓ માટે સમાન તકોનો પૂલ બનાવીને સ્વ-ટકાઉ અને સમૃદ્ધ બને તેવા રાષ્ટ્રનું નિર્માણ કરવાની આપણી દ્રષ્ટિ સાથે સુસંગત છે. અમે ઘણા વકત નોંધ્યું છે કે સ્નાતકો ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ વ્યવસાયિક અને લાગુ કુશળતામાં નબળા રહે છે. એટલે જ અમે યુવાનો માટે તકો ઉભી કરવા માટે ઊંડો રોકાણો કર્યા છે જે તેમને હવે અને ભવિષ્યમાં લાભદાયી અને કુશળ રોજગાર સુરક્ષિત કરવામાં મદદ કરશે. ટીઆઈએસએસ સાથેનું અમારું સહયોગ આ દિશામાં એક બીજું શક્તિશાળી પગલું છે, જે વિદ્યાર્થીઓને સંબંધિત અને ટકાઉ રોજગારની કુશળતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે.”
વડોદરાની ત્રણ કોલેજો – ડભોઇની સવિતાબેન ચુનીભાઇ પટેલ ફરતીકુવાલા કોમર્સ કોલેજ, મિયાગામ- કરજણના શ્રીમતી એચ સી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને કલોલના એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંથી પસંદગી પામેલા આશરે ૩૫૦ વિદ્યાર્થીઓને આ પહેલ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઈએસએસ) ને વડોદરામાં સ્કેફલર ભારત માટેના આ કાર્યક્રમાં અમલીકરણ ભાગીદાર તરીકે નિયુક્ત કરાઈ છે.