નવેમ્બર, ૨૦૨૦ – શક્તિ અને શાંતિના એક વિશાળ સ્ત્રોત રૂપે, એકે કે વધુ દેવતાઓ માટે ‘પૂજા’ કે ધાર્મિક વિધી કરવાનું કાર્ય હિન્દુ ધર્મનું એક અભિન્ન અંગ છે. જેમ કે આપણે સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધે કોવિડ-૧૯ જેવા અભૂતપૂર્વ સમયની સાથે પોતાને મુશ્કેલીઓમાં ઘેરાયેલા જાેઇએ છીએ, અને એક વૈશ્વિક આર્થિક મંદીના કારણે, ધાર્મિક અને આધ્યાત્મિક જરૂરિયાતો વધી છે અને લોકોમાં ઇશ્વર આરાધાનાની તરફ ઝૂકાવ વધ્યો છે. વધતી સ્વાસ્થ્ય ચિંતાઓ, યાત્રા પર પ્રતિબંધ અને સીમિત સમયને ધ્યાનમાં રાખતા, શક્તિપીઠ ડિજીટલ આધ્યાત્મિક ભક્તો માટે ચિંતામુક્ત પૂજાનું સમાધાન પૂરું પાડે છે.
સુશ્રી અનુષ્કા દોશી દ્વારા સ્થાપિત, શક્તિપીઠ ડિજીટલ પ્રયાસના માધ્યમથી ભક્તજન એક બટનના ક્લિક પર ધાર્મિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરી શકે છે અને આ તેમના માટે વન-સ્ટાॅપ સમાધાન છે. શક્તિપીઠ ડિજીટલ મંદિરોને લાભ આપે છે, જે પરંપરાગત પ્રથાઓને સહજ અને સુલભ બનાવે છે. બે મહિનાના ટૂંકા ગાળામાં, શક્તિપીઠે ભારત અને અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને જર્મની જેવા અન્ય દેશોમાં ભક્તો માટે પહેલા જ ૫૦૦ થી વધુ પૂજા આયોજીત કરી છે.
તેમણે જણાવ્યું કે, એક પવિત્ર સ્થળ પર એક વિસ્તૃત ધાર્મિક વિધી, એક સરળ અને સાદી ઘર-આધારિત પૂજા કે એક મુખ્ય સ્થળે આॅનલાઇન લાઇવ આરતી, ડિજીટલ પ્લેટફોર્મ દરેક જરૂરિયાતને પૂરી કરે છે. નિષ્ણાંત પૂજારીઓની એક ટીમ સાથે, પ્રસિદ્ધ ભારતીય મંદિરોની સાથે જાેડાણ અને પરંપરાગત વૈદિક ધાર્મિક વિધીમાં નિપુણતાની સાથે, શક્તિપીઠ ડિજીટલની ટેકનિક આધારિત ભવિષ્ય અનુસાર પૂજાને પારદર્શક અને સંપૂર્ણ રીતે મુશ્કેલીરહિત બનાવે છે.
ગુજરાત અને હરિદ્વારમાં કાર્યાલયોની સાથે, શક્તિપીઠ ડિજીટલ દરેક અવસરો માટે, આॅનલાઇન અને આॅફલાઇન બંને માટે વ્યક્તિગત સેવાઓ પૂરી પાડે છે. સ્વાસ્થ્ય અને સદ્દભાવ માટે ભગવાન શિવના દિવ્ય આશીર્વાદ માટે રુદ્રાભિષેક પૂજા અને સૌભાગ્ય માટે ધનલક્ષ્મી પૂજા કરવાની ઇચ્છા કરનારા જાેડો માટે દરેક પ્રાસંગિક ધાર્મિક વિધી અને લગ્નની વર્ષગાંઠની પૂજા અનુસાર પૂજા કરવામાં આવે છે અને પ્રત્યેક શક્તિપીઠ પૂજા સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. પૂજારીની પસંદગીથી લઇને સાંસ્કૃતિક રીતે પ્રાસંગિક ધાર્મિક વિધી અને ઉચ્ચ ગુણવત્તા પૂજા સામગ્રી સુધીના દરેક પહેલૂને અનુકૂળ રીતે અને સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવે છે.
વધુ જાણકારી માટે www.shaktipeethdigital.com પર જાઓ અથવા ૯૯૦૯૯૨૫૦૫૦ પર સંપર્ક કરો.
સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ અને અન્ય પ્રતિબંધો માટે, શક્તિપીઠ ડિજીટલ પોતાની સુવિધાજનક પૂજા સેવાઓ પૂરી પાડે છે. મંદિરો અને પવિત્ર સ્થળો પર પૂજિત પૂજારીઓ દ્વારા નોંધાયેલ પૂજા આયોજીત કરવામાં આવે છે જે ભક્તો તરફથી દરેક ધાર્મિક વિધી કરે છે. હરિદ્વારમાં એક આॅનલાઇન ગંગા આરતી, નાસિકમાં કાલસર્પ દોષ પૂજા કે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય જાપમાં ભાગ લઇ શકે છે. તમારી ઇ-પૂજા બુકિંગ સાથે તમને વિશેષ જરૂરિયાતો અનુસાર આયોજિત પૂજાનો વીડિયો પણ મળે છે.
આ ઉપરાંત ગૌસેવાની શુભ સાધના કરી શકાય છે, જ્યાં ગાયોને ચારો અને ગૌશાળાની જાળવણી કરી શકાય છે. પ્લેટફોર્મના માધ્યમથી બાળકન્યાઓ માટે ભક્તજન કન્યાભોજન બુક કરી શકે છે.
આॅનલાઇન અને આॅન-ગ્રાઉન્ડ પૂજા સેવાઓની સાથે, શક્તિપીઠ ડિજીટલ પણ નજીકના ભવિષ્યમાં અન્ય સેવાઓ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આમાં ન્યૂમેરોલાॅજી, ટૈરો રીડિંગ, કાॅસ્મિક હીલિંગ અને જ્યોતિષી-આધારિત ઉપચારાત્મક પૂજાનું માધ્યમ પણ સામેલ છે. ધાર્મિક પૂજા અને આધ્યાત્મિક સુખોને સરળ, સુલભ અને પૂરી કરવા પર કેન્દ્રિત, શક્તિપીઠ ડિજીટલને અસાધારણ સેવા અને સંતોષ પૂરો પાડવા પર કેન્દ્રિત છે. પ્રૌદ્યોગિક અને પરંપરા એક સાથે આવવાની સાથે, દિવ્ય અને દૈવિક આશીર્વાદ હવે માત્ર એક ક્લિક દૂર છે.