હાફલેની વૈશ્વિક બ્રાન્ડ લૂક્સ આજે દુનિયાભરમાં ફર્નિચર લાઇટિંગમાં આગેવાન બ્રાન્ડ બની ચૂકી છે. ભારતમાં બ્રાન્ડ આર્કિટેક્ટો, ડિઝાઇનરો અને ઇન્ટીરિયર કોન્ટ્રાક્ટરોમાં વિશેષ સ્થાન ધરાવે છે, જેઓ હોમ અને ઇન્ટીરિયર ફર્નિચરની ડિઝાઇન કરવા સમયે લાઇટ અને લાઇટ કોન્સેપ્ટ્સનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. લૂક્સ બ્રાન્ડ ટેકનોલોજિકલ જાણકારી અને નિપુણતામાં વર્ષોનો અનુભવ ધરાવે છે અને તે આજે ભારતીય બજારમાં લાઇટિંગ સોલ્યુશન્સની વ્યાપક રેન્જ ઓફર કરે છે. ગયા વર્ષે હાફલેએ મુંબઈમાં એસટેક એક્ઝિબિશન ખાતે લાઇટિંગ સોલ્યુશન્સની તેની 5મી પેઢી લોન્ચ કરી હતી, જે ગ્રાહકોએ અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ફર્નિચરમાં લાઇટ ઇન્ટીગ્રેશનની નવી સપાટી ઓફર કરે છે.
હાફલેના લાઇટિંગ વર્ટિકલના બિઝનેસ હેડ શ્રી સુનિલ પુનિયાએ જણાવ્યું હતું કે ફર્નિચર લાઇટિંગની સંકલ્પના અસલ સમયના સેટ-અપ્સમાં ઉત્તમ રીતે સમજી શકાય છે, જ્યાં ઇન્ટીરિયર એક્સપર્ટસ સ્પર્શ, મહેસૂસ અને અનુભવ કરી શકે અને તેમની ડિઝાઇનોને અસરકારક રીતે વિઝયુઅલાઇઝ કરી શકે છે. અમદાવાદમાં લૂક્સ એક્સપીરિયન્સ સેન્ટર તે જ ઓફર કરે છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે અમને ભાન થયું છે કે ભારતમાં અહીં ફર્નિચર લાઇટિંગ સંકલ્પનાઓની વાત આવે ત્યારે ગળે ઊતરે તેવી માહિતી ઉચિત રીતે આપવાનું જરૂરી છે. ફર્નિચરમાં લાઇટ્સનો ઉપયોગ ધીમે ધીમે છતાં નક્કર રીતે લોકપ્રિય બની રહ્યો છે ત્યારે ફર્નિચરની ડિઝાઇનની પ્રક્રિયામાં ઓર્ગેનિકલી હજુ આ સંકલ્પના આવતી નથી. અમે માનીએ છીએ કે અમારા જેવા અત્યાધુનિક એક્સપીરિયન્સ સેન્ટર સાથે અમે અલગ અલગ ફર્નિચરનાં યુનિટ્સનો નક્કર ઉપયોગ ઓફર કરતી લાઇટિંગના ઘણા બધા લાભો (સ્વરૂપ, ફંકશન અને ડિઝાઇનમાં) વાસ્તવિક રીતે આપી શકે છે. અમે આવાં બે વધુ એક્સપીરિયન્સ સેન્ટરો ટૂંક સમયમાં જ શરૂ કરવાની યોજના બનાવી છે, જેમાં એક સુરત અને એક ઇન્દોરમાં રહેશે.
કંપનીએ 31મી ઓક્ટોબર, 2020ના રોજ અમદાવાદ શહેરમાં તેનું પ્રથમ લૂક્સ એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કર્યું હતું. લૂક્સ એક્સપીરિયન્સ સેન્ટર, 103, શિલ્પ ધ એડ્રેસ, શિલાજ સર્કલ, થલતેજ, અમદાવાદમાં સ્થિત છે અને સંપર્ક નંબર છે +91 99099 14753/ +91 98250 24753. આ અત્યાધુનિક એકમ ભારતમાં લૂક્સ બ્રાન્ડ પ્રત્યે કંપનીની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને મહેમાનો, અસીલો અને ગ્રાહકોને લૂક્સ ફર્નિચર લાઈટિંગ સોલ્યુશન્સની ફંકશનાલિટી અને સીમલેસ ટેકનોલોજી અનુભવવા માટે ઉત્તમ વાતાવરણ આપે છે.
આશરે 800 ચોરસફીટ ફ્લોર સ્પેસમાં ફેલાયેલું લૂક્સ એક્સપીરિયન્સ સેન્ટર ખાસ હાફલે શોરૂમ છે, જે અમદાવાદમાં કંપનીનાં સૌથી વિશાળ લાઇટિંગ વિતરકમાંથી એક લક્સસ લાઇટિંગ સોલ્યુશન્સ સાથે સહયોગમાં શરૂ કરવામાં આવ્યો છે. વ્યવહારુ અને હાથોહાથનો અનુભવ પ્રદાન કરવાની સંકલ્પના સાથે આ શોરૂમ અસલ સમયના એપ્લિકેશન મોડ્યુલ્સ તરીકે ડિઝાઇન કરાયેલા, નવા પ્રવાહોનો અમલ કરતા અને અસલ ફંકશનાલિટી ગ્રાહકોને ઓફર કરે તે રીતે પ્રોડક્ટોની શ્રેણી પ્રદર્શિત કરે છે.
અમદાવાદમાં લૂક એક્સપીરિયન્સ સેન્ટર હોરિઝોન્ટલ અને વર્ટિકલ વોર્ડરોબ લાઈટ્સ, ડ્રોઅર, કિચનમાં કેબિનેટ અને અંડર- કેબિનેટ લાઇટ્સ, પોપ-અપ બોક્સીસ, ટીવી બેક પેનલ અને લિવિંગ રૂમમાં શોકેસ લાઇટિંગ, બેડ બોર્ડ, સ્કર્ટિંગ અને બેડરૂમમાં સીલિંગ લાઇટિંગ્સ, વિશિષ્ટ લાઇટિંગ અને બાથરૂમમાં ઇન્ટીગ્રેટેડ સાઉન્ડ એન્ડ લાઇટ વેનિટી મિરર્સ (અક્વેસીસ રેન્જ) સહિત ફર્નિચર અને લાઇનિયર લાઇટ એપ્લિકેશન્સના બધા પ્રકાર પ્રદર્શિત કરે છે, જેમાં સર્વ મળીને પ્રોફાઇલ કલેકશન્સ અને અન્ય સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકો આ એક્સપીરિયન્સ સેન્ટરમાં ઘણી બધી સેવાઓ પણ માણી શકે છે, જેમ કે, લાઇટનું નિયોજન અને ડિઝાઇનિંગ, ટ્રાય- એન્ડ- બાય (મોક અપ્સ) સેવાઓ, મફત ઇન્સ્ટોલેશન ગાઇડન્સ કે નજીવા શુલ્કે ઇન્સ્ટોલેશન સેવાઓનો સમાવેશ થાય છે.