ડિસે, 2020: દર વર્ષની જેમ જ ફોર્ડ ફરી એક વખત પોતાની વિશિષ્ટ મેગા સેલ્સ કેપેઇન ‘મિડનાઇટ સરપ્રાઇસ’ પોતાના ગ્રાહકો માટે લાવી છે જે ભારતભરમાં 4 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.
માન્યામાં ન આવે તેવા સોદા ઓફર કરતી અને રૂ. 5 લાખ સુધીની ખાતરીદાયક ભેટ આપતી મિડનાઇટ સરપ્રાઇસ ફોર્ડના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયો ફોર્ડ ફિગો, ફોર્ડ એસ્પાયર, ફોર્ડ ફ્રીસ્ટાઇલ, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ફોર્ડ એન્ડેવર સહિત પર માન્ય રહેશે.
જે ગ્રાહકો આ ત્રણ દિવસોની કેમ્પેઇનમાં કોઇ પણ ફોર્ડ કાર બુક કરાવે છે તેઓને ડિજીટલ સ્ક્રેચ કાર્ડ મળશે જે તેમના ખાતરીદાયક ભેટ માટે લાયક બનાવે છે. મિડનાઇટ સરપ્રાઇસ દરમિયાન કરવામાં આવેલા બુકીંગ્સ પરની કેટલીક ભેટોમાં એલઇડી ટીવી, ડીશવોશર, એર પ્યોરિફાયર, માઇક્રોવેવ ઓવેન, લેટેસ્ટ જનરેશન આઇપેડ, આઇફોન 11, બ્રાન્ડેડ સાયકલ, ફિટનેસ સ્માર્ચવોચ, રૂ. 25,000 સુધીના ગિફ્ટ કાર્ડઝથી 3 ગ્રામથી લઇ 5 ગ્રામ સુધીના સોનાના સિક્કા અને રૂ. 1 લાખ સુધીના ગોલ્ડ વાઉચરનો સમાવેશ થાય છે.
આ કેમ્પેઇનને વધુ આકર્ષક બનાવવા માટે જે ગ્રાહકો ડિસેમ્બરમાં ડિલીવરી લે છે તેઓ રૂ. 5 લાખ સુધીના બમ્પર ઇનામ માટે પણ લાયક ઠરશે.
“અમે મિડનાઇટ સરપ્રાઇસ ફરી લાવતા ખુશી અનુભવીએ છીએ અને ગ્રાહકો જે ફોર્ડ ખરીદે તેની સાથે કિંક વધુ મેળવવાની તક પ્રાપ્ત કરશે” એમ ફોર્ડ ઇન્ડિયા માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર વિનય રૈનાએ જણાવ્યું હતુ.
“હાલમાં ચાલી રહેલા રોગચાળાને કારણે નવી ફોર્ડની માલિકી ધરાવવાના ઉત્સાહમા બિલકૂલ ઓટ ન આવે તે માટે અમે બુકીંગના વિકલ્પોમાં આ કેમ્પેઇન દરમિયાન ડાયલ-અ-ફોર્ડ પર ટોલ ફ્રી નંબર 1800-419-3000 પર ફોન કરવા માટેની અથવા સમર્પિત ઓનલાઇન બુકીંગ પોર્ટલ www.booking.india.ford.com દ્વારા સુરક્ષા અને સુગમતાને આગ્રિમતા આપી છે.”
આ સમયગાળા દરમિયાન દેશભરની ફોર્ડ ડીલરશિપ્સ સવારના 9થી મધ્યરાત્રિ સુધી ખુલ્લી રહેશે, જે ગ્રાહકો માટે ફોર્ડની ટેસ્ટ ડ્રાઇવ અને બુકીંગ કરાવવાની વધુ સરળતા પૂરી પાડશે. ફોર્ડ કારે સમગ્ર આયુષ્યકાળ દરમિયાન આશ્ચર્યજનક પોષણક્ષમ નિભાવ ખર્ચ અને નોંધપાત્ર બચત સાથે માલિકીપણાના મૂલ્યમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. કંપની વિવિધ નવીન અને સૌપ્રથમ પહેલ જેમ કે સર્વિસ પ્રાઇસ કેલ્ક્યુલેટરદ્વારા ગ્રાહકોનો વિશ્વાસ પહેલેથી જ જીતી રહી છે, જે તેને તેમની કારની સર્વિસ અને પાર્ટસની કિંમત અંગે ડીલરશિપમાં આવતા પહેલા જાણવા માટે સક્ષમ બનાવે છે.