સન્વિદ ગ્રામીણ ભારતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ તકનીકી, જીવન કુશળતા અને વ્યક્તિત્વ વિકાસમાં સમાન તકો પૂરી પાડવા માટેની પહેલ
જન્ગ્રાલ, 29 જાન્યુઆરી, 2021 – આરવ સોલ્યુશન્સ દ્વારા સમર્થિત જાદિશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ, જે ગ્લોબલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને આઇટી કન્સલ્ટિંગ સર્વિસ સ્પેસમાં અગ્રણી છે જેના દ્વારા આજે ‘સન્વિદ’ લોન્ચ કરવામાં આવ્યું છે, જે એડટેકની પહેલ છે, જેનો હેતુ ગ્રામીણ ભારતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર એજ્યુકેશન, ડિજિટલ ટેકનોલોજી, લાઇફ સ્કિલ્સ, લેંગ્વેજ સ્કિલ અને વ્યક્તિત્વ નિર્માણમાં સમાન શિક્ષણની તક પૂરી પાડવાનો છે. પ્રોગ્રામની શરુઆત ગુજરાતની પ્રથમ સન્વિદ ચેમ્પિયન સ્કૂલ મહારાણા પીજે હાઇસ્કૂલ, જન્ગ્રાલ, ડિસ્ટ્રીક્ટ.પાટણ, ગુજરાતથી થઇ. યુવાનો અને મુખ્ય પ્રવાહના ડિજિટલ વિશ્વ વચ્ચેના અંતરને દૂર કરવાના હેતુથી, કાર્યક્રમની મહાત્વાકાંક્ષા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આધારિત શિક્ષણથી સજ્જ કરીને સશક્ત બનાવવાનો છે.
જ્ઞાન એ સંસ્કૃત નામ સન્વિદનો અર્થ છે, એક એડટેક પ્રોગ્રામ વિકસિત કરવાના ઉદ્દેશ્યની એક પહેલ છે જે આપણી શિક્ષણ પ્રણાલીમાં ઉંડી છે અને યુવા પ્રતિભાને પોષવા પર કેન્દ્રિત છે.
અમારો લોગો સરસ્વતી યંત્રનું પ્રતિક છે, એક એવું માધ્યમ જેના દ્વારા વિઝડમ અને નોલેજની દેવી સરસ્વતી શિક્ષણ આપે છે. પ્રોગ્રામ શરુઆત, મધ્યવર્તી અને અદ્યતન સ્તરો માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે તે તે શિક્ષકો માટે પણ વધારવામાં આવશે જે કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ શીખવવા અને શીખવાની ઇચ્છા રાખે છે. જે મોડ્યુલો અને અભ્યાસક્રમો યોજના બનાવવામાં આવી રહી છે, તે બધી પ્રમાણિત હશે અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં વધુ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ મેળવવાની તક છે.
ગ્રામીણ ભારતમાં ડિજિટલ શિક્ષણની ઘૂસણખોરી ઝડપથી વિકસી રહી છે. ગ્રામીણ શાળાઓમાં, શિક્ષણની ગુણવત્તા સાથે શીખવાની ક્ષમતા વિકસિત પરિવર્તન સાથે સક્ષમ નથી. આ બધી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ અથવા ઇન્ફોર્મેનશન ટેકનોલોજીનું નોલેજ શૂન્ય અથવા ખૂબ જ મૂળભૂત સ્તરનું જ્ઞાન છે.શિક્ષકોને તાલીમ આપવાની પણ અત્યંત જરૂર છે. આ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનેટ એ બેની ખૂબ જ આવશ્યકતાઓ છે. સન્વિદ વિદ્યાર્થીઓને ડિવાઇસ સુધી પહોંચવા અને તકનીકીનો અનુભવ મેળવવાની અનન્ય તક આપે છે. કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓને ડિવાઇસ અને ઇન્ટરનેટ સેવાઓ સુધી પહોંચ આપવામાં આવશે.
સન્વિદ પોતાના મુખ્ય ભાગમાં વ્યક્તિગત વિકાસ માટે બોલાતી અંગ્રેજી, માનવતા, વૃદ્ધિ માનસિકતા, નાણાંકીય વ્યવસ્થાપન અને કારકિર્દી સલાહકાર જેવી કારકિર્દી માટે આવશ્યક જીવન કુશળતા સાથે શૈક્ષણિક માળખું પ્રદાન કરશે. ટેક્નોક્રેટ્સ, એકેડેમિશિયન્સ અને પ્રોજેક્ટ મેનેજર જેવા નિષ્ણાંતો યુવા દિમાગને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે તૈયાર કરવા તાલીમ આપવામાં સામેલ થશે. તે પાટણના જન્ગ્રાલની મહારાણા પીજે હાઇસ્કૂલથી શરૂ થશે અને પાટણની અન્ય ચેમ્પિયન શાળાઓમાં વિસ્તૃત થશે. સન્વિદ એ એક માત્ર નોલેજ શેર કરવાના હેતુથી શીખનારાઓ અને શિક્ષકોનો સમુદાય બનાવવાની દિશામાં એક પગલું છે જેમાં માતાપિતાથી લઈને વિદ્યાર્થીઓ સુધીના કોઈપણ શીખવા માટે મદદ મેળવી શકે છે.
સન્વિદના ફાઉન્ડર ટ્રસ્ટી અને આરવ સોલ્યુશન્સના ફાઉન્ડર અને સીઇઓ શ્રી રાજ દરજીએ જણાવ્યું હતું કે, “અમે આજથી શરૂ થતા એક લાખથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનું ઉત્પ્રેરક થવા માટે સક્રિય વિકલ્પ બનાવી રહ્યાં છીએ. ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી પ્રદેશોમાં યુવા વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજિટલ કોમ્પ્યુટરના માધ્યમથી અનુકૂલિત કમ્પ્યુટર શિક્ષણ દ્વારા જોડવાની દિશામાં ખૂબ જ આવશ્યક અને અસરકારક પગલું છે. મને મારા રાજ્ય ગુજરાતમાં લોન્ચ કરવાની ખૂબ જ ખુશી છે. આ શાળાઓને ટ્રુસ્ટ અર્થમાં સ્માર્ટ સ્કૂલ બનવામાં પણ સક્ષમ બનાવશે. પહેલેથી જ શીખવાની અને શિક્ષણની રીત ડિજિટલ અને ઓનલાઇન ચાલી રહી છે, અને સન્વિદ આનો વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓને અપનાવવા અને આઇટી શિક્ષણને વધુ સારી રીતે સમજવા માટે કરશે
તેમણે ઉમેર્યું, “જ્યારે મેં યુએસએમાં રહેવાનું શરૂ કર્યું, ત્યારે મેં ભારતમાં આપણી સ્કૂલની તુલનામાં યુએસમાં બાળકો માટે ઉપલબ્ધ શૈક્ષણિક સંસાધનોમાં અસાધારણ તફાવત જોયો. તેને અમને એક સમાધાન સાથે આવવા માટે પ્રેરિત કર્યાં. સન્વિદ જેવા કાર્યક્રમથી આ વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ તક મળશે નહીં, પરંતુ સમગ્ર સમાજને પણ લાભ થશે. આ પ્રોગ્રામ સાથે, વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર્સ અને તેમની એપ્લિકેશન્સને નેવિગેટ કરવા માટે આત્મવિશ્વાસ ખૂબ જ સક્ષમ થશે. જેમ કે આપણે ફક્ત બે દિવસ પહેલા જ 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે, અમે આગામી સાત વર્ષમાં ગુજરાતની વધુમાં વધુ ગ્રામીણ શાળાઓમાં સન્વિદ કાર્યક્રમ લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માંગીએ છીએ. “
સન્વિદ ચેમ્પિયન્સ એ અમારી સંકલિત શાળાઓ છે, જેઓ ખરેખર સન્વિદની ચળવળને સમર્થન આપી રહી છે. ભારતમાં, એવી હજારો શાળાઓ છે જો તેમના વિદ્યાર્થીઓને અવરોધો હોવા છતાં ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ આપવાના પ્રયત્નો કરે છે. સન્વિદ તેમની ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શિક્ષણ પ્રત્યેના નોલેજ, ફ્રેમવર્ક અને વ્યવહારિક અભિગમથી સશક્ત બનાવવા માટે આવી શાળાઓ સાથે ભાગીદારી કરે છે. તે આ ભાગીદાર શાળાઓને સારી રીતે સજ્જ ડિજિટલ વર્ગખંડોમાં રૂપાંતરિત કરવામાં પણ સક્ષમ કરશે. જન્ગ્રાલની મહારાણા પીજે હાઇસ્કૂલમાં આરવ સોલ્યુશન્સ દ્વારા સન્વિદ પ્રોગ્રામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશે, કર્મચારીઓને સંકલન માટે તાલીમ આપશે અને ફીઝિકલ લેબનું સંચાલન કરશે અને વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ ચલાવશે. અસરકારક સંક્રમણ માટે શિક્ષકો માટે એક પ્રમાણપત્ર અભ્યાસક્રમ આપવામાં આવશે. વધુ વિગતો માટે www.sanvid.org પર લોગ ઇન કરો.