જાન્યુઆરી ૨૦૨૧ : છેલ્લા ઘણા સમય થી કોરોનાના કાળને કારણે ઘરમાં ભરાઈ રહયા બાદ શહેરીજનો હવે પ્રકૃતિને નજીકથી માણવા માટે સોલો ટ્રાવેલિંગ માં જોડાતા જોવા મળે છે. અને પોતાની પસંદગી મુજબ સ્થળો અને સમય નક્કી કરી ટ્રાવેલિંગ કરે છે. આ સોલો ટ્રાવેલિંગ દરીમ્યાન પોતાનું અનુભવ લોકો સમક્ષ રજુ કરી પ્લાંનિંગ કરનાર ટ્રાવેલર ને શું વસ્તુનું દયાન રાખવું અને કઈ કઈ વસ્તુઓ પર પૂરતી સંભાળ લેવી એ માટે એક વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ચેતન વાઘેલા પોતે રશિયા,યુરોપ, સિંગાપોર, મલેશિયા, દુબઇ, શ્રીલંકા, બેંકકોક જેવા દેશોનો અનુભવ કરી ચૂકેલ છે.
પોતાના અનુભવ વિશે જણાવતા, ચેતન વાઘેલા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સોલો ટ્રાવેલિંગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે જેમાં આપ મરજી ના મલિક થઈ ફરી શકો છો . દરેક જગ્યાએ આપ આપણા મુજબ માહોલ નો અનુભવ કરીને યોગ્ય સમય વિતાવી શકો છો. આની સાથે કોઈ વિશેષ જગ્યાની સંસ્કૃતિ થી પણ આ સભાન થઈ શકો છો. સોલો ટ્રાવેલિંગ આપણે તમારો પોતાનો કોન્ફિડન્ટ બિલ્ડ કરવમાં મદદરૂપ બને છે. અને રોકાણ માટે આપ આપણા મુજબ બજેટ પ્રમાણે રોકાઈ શકો છો. આ સાથે સોલો ટ્રાવેલિંગ દરીમ્યાન મારે ત્યાંના લોકો સાથે મિત્રતા પણ ઉભી થઈ હતી અને પોતાના લોકોનો અનુભવ પણ જોવા મળ્યો હતો. આ સાથે ઘણી ઓનલાઇન એપ્લિકેશન થી ત્યાંના લોકો દ્વારા પણ આપડાને ખુબજ મદદ મળી શકે છે. આ સાથે આપડે ગૂગલ મેપ ઑફલાઇન માં ડાઉનલોડ કરીને રાખવું જોઈએ. જેથી આપડે ક્યાંય ખોવાઈના જઈએ.
સોલો ટ્રાવેલિંગની શરૂવાત કરવામાં માટે તમારે પેહલા કોઈ ફેમસ લોકેશન નકી કરવું જોઈએ. એ સાથે નાની ટૂર પ્લાન કરવી, પ્રાઇવેટ ની જગ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધારે ઉપયોગ કરવો. વિદેશ યાત્રા કરતા પેહલા પોતાના દેશમાં વધારે ફરવું જોઈએ. પેકીંગ માં પણ વાતાવરણ મુજબ કપડાં લેવા, બહુ વધારે વજન ના લેવું અને ખભે રહે એવી બેગ લેવી જેથી પોતાને સામાન થી થાકના લાગે.
આ સાથે વધુમાં ઉમેરતા તેઓ એ આઉટ ઓફ ઇન્ડિયાની ટુર વિશે જણાવતા કહ્યું હતું કે, અમુક દેશોમાં ગુજરાતીઓને માન મળે છે અમુક જગ્યાએ નથી મળતું એટલે આપડે આપડી ભાષા માં હિન્દી અને ઇંગલિશ ને ચોક્કસ ભાર એવો પડતો હોય છે અને આપડી કિંમતી વસ્તુઓનું ખુબજ દયાન રાખવું પડતું હોય છે. અને પોતાની સિક્યુરિટી માટે પોતાનું લોકેશન સતત ફેમિલી મેમ્બર સાથે શેર કરતુ રેહવું જોઈએ. આપડી જરૂરી વસ્તુ જેવી રીતે ટિકિટ્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ્સ ગૂગલડ્રાઈવ માં રાખવા જોઈએ. અને જે કોઈ જગ્યાએ આપડે રોકાયા હોય તે હોટેલ નું કાર્ડ આપડે આપડી પાસે રાખવું જોઈએ કે કારણ કે ફરતા ફરતા કોઈ કારણસર શારીરિક પ્રોબ્લેમ આવે તો ત્યાંના માણસો આપડી સુરક્ષિત સ્થાને પોહચાડી શકે.