બાળકના જીવનમાં ઉછેર સમયે ઘણાં બધાં પાસાંમાં સ્પોર્ટસ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ એક એવું માધ્યમ છે, જેના થકી બાળક ટીમ વર્કનું મહત્ત્વ શીખે છે અને સ્પોર્ટસમેનશિપની લગની તેની અંદર કેળવાય છે. અસલ મૂલ્યો તેમની અંદર સિંચન કરવાનું ચાલુ રાખવા અને યુવા મનને જીવનમાં બંધબેસે તે રીતે ઘડવા માટે ભારતમાં એનિમેશન ઉદ્યોગે નિશ્ચિત જ ઘણા બધા એવા એનિમેટેડ શો રજૂ કર્યા છે, જે બાળકોને વૈશ્વિક સ્તરે અવ્વલ સ્પોર્ટસ આધારિત કન્ટેન્ટ આપે છે.
આમાંથી વ્યાપક રીતે સરાહના કરવામાં આવે છે તે ટોપ 5 ઓલ-ટાઈમ ફેવરીટ સ્પોર્ટસ આધારિત એનિમેટેડ શોની યાદી અહીં અમે આપી છે.
સુપા સ્ટ્રાયકાઝ
હંગામાનો નવો શો સુપા સ્ટ્રાઈકાઝ 21મી ડિસેમ્બરે રજૂ કરવામાં આવ્યો હતો, જે લોકપ્રિય સાઉથ આફ્રિકન અવ્વલ સોકર સિરીઝ છે, જે પ્રતિષ્ઠિત સુપર લીગ ટ્રોફી જીતવા માટે ફૂટબોલ ટીમની ખ્વાહિશમાં ડોકિયું કરાવે છે.બળકોને નવા યુગના ફૂટબોલ સ્ટાર અલ મેટાડોર, શેક્સ, નોર્થ શો અને ઘણા બધા વધુ સાથે ઓળખ કરાવે છે. શોની વૈશ્વિક સ્તરે ભારે સરાહના થઈ છે અને ભારતમાં પણ ઘેલું લગાવ્યું છે. હાલમાં વ્યાપક વ્યુઅરશિપ અને વધતી લોકપ્રિયતા સાથે દેશમાં તે ટ્રેન્ડિંગ છે.
ગેલેક્ટિક ફૂટબોલ
ગેલેક્ટિક ફૂટબોલ ફ્રેન્ચ એનિમેટેડ ટેલિવિઝન સિરીઝનું પ્રસારણ 2006માં ડિઝની એક્સડી પરથી કરાયું હતું અને હવે તે નેટફ્લિક્સ પર પણ છે. વાર્તા પ્લેનેટ એકિલિયન અને ધ શેડોઝની હોમ ટીમ વચ્ચે ફૂટબોલ મેચ દરમિયાન શરૂ થાય છે. શોના મુખ્ય પાત્ર આર્ચનું લક્ષ્ય કપ જીતવા સક્ષમ નવી એકિલિયન ગેલેક્ટિક ફૂટબોલ ટીમ (સ્નો કિડ્સ) નિર્માણ કરવાનું અને તેની ટીમ માટે પ્રતિભાશાળી ટીનેજરોનું ગ્રુપ સિલેક્ટ કરવાનું હોય છે. આ દાયકા જૂનો એનિમેટેડ શો આજે પણ ચાહકો પર રાજ કરે છે.
કુરોકો નો બાસુકે
2012નો એનિમેક્સ શો કુરોકો નો બાસુકે હવે નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. આ જાપાની સ્પોર્ટસ મેંગા સિરીઝ છે, જેના કેન્દ્રમાં ટેઈકો મિડલ સ્કૂલ બાસ્કેટબોલ ટીમના રેગ્યુલર્સ જનરેશન ઓફ મિરેકલ્સ છે, જે ટીમ સર્વ સ્પર્ધાઓ વિજયી થઈ હતી. રહસ્યમય ખેલાડી હવે શક્તિશાળી, ઓછી જ્ઞાત ટીમ સાથે નવી સ્કૂલ સિરીન હાઈ ખાતે ફ્રેશમેન છે. શો ભારતમાં જોવાલાયક ટોચના સ્પોર્ટસ એનિમેટેડ શોમાંથી એક છે.
કેપેટા
14મી જુલાઈ, 2008થી કાર્ટૂન નેટવર્ક ઈન્ડિયા પરથી પ્રસારિત કેપેટા સ્પોર્ટસ પર આધારિત એવોર્ડ વિજેતા એનિમેટેડ સિરીઝ છે. શો ફોર્થ ગ્રેડર છોકરો તાયરા કેપેટા અને રેસિંગ માટે તેની નવી લગની ફરતે વીંટળાયેલો છે. તેની માતાના મૃત્યુ પછી તેના પિતા તેને રેસિંગ કાર્ટમાં લઈ જાય છે. શિક્ષણ અને મનોરંજનથી ભરચક અને યુગ જૂનો શો હજુ પણ જોવાય છે.
હાયકુ
2015માં રિલીઝ થયેલો હાયકુ જાપાની મેંગા સિરીઝ છે, જેમાં સ્મોલ જાયન્ટ નામે શોયો હિનાટાની વાર્તા છે, જે બટકણો હોવા છતાં મહાન વોલીબોલ ખેલાડી બનવા કટિબદ્ધ છે. વોલીબોલ ચેમ્પિયનશિપ સ્ટાર ખેલાડીમાંથી એક બનવાની ખ્વાહિશ સાથે તે પોતાની સ્કૂલની વોલીબોલ ક્લબમાં જોય છે. આ વ્યાપક રીતે સરાહના પામેલી સીઝનની 4થી સિરીઝ 3જી ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ ઈન્ડિયા પર રિલીઝ કરવામાં આવી હતી. મંચ પર સૌથી વધુ જોવાતા એનિમેટેડ શોમાં તે ટ્રેન્ડિંગ કરે છે.