અમદાવાદ : કોરોનાની મહામારી દરમ્યાન લોકોને પડેલ બ્લડની મુશ્કેલી ઑ જોતા એક સામાજિક જવાબદારી સમજી ટ્રીકવીન્ચ ઇન્ડિયા પ્રા. લી દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ થી વધુ લોકો જોડાયા હતા.
આ પ્રસંગે ટ્રીકવીન્ચ ઇન્ડિયા ના ડિરેક્ટર પરાગ શાહ અને કૌશલ પંચાલ દ્રારા જણાવામાં આવ્યું હતું કે, ટ્રીકવીન્ચ ઇન્ડિયા દ્રારા સતત સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે. અને લોકડાઉન પછી નું આ અમારું સતત ચોથો બ્લડ ડોનેશન કેમ્પ છે. આ વખતે અમે પ્રથમાં સાથે જોડાઈને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં કૌશલ પંચાલ, પરાગ શાહ, અશોક પટેલ, આયુષી અને અનિતા પંચાલ જોડાયા હતા.