~ ન્યુટ્રાસ્યુટિકલ શરીરના આંતરિક સંયુક્ત કાર્યને જાળવવામાં મદદ કરે છે ~
ફેબ્રુઆરી, 2021: સીધું વેચાણ કરતી ભારતની અગ્રણી કંપનીઓમાંની એક, નેટસર્ફ નેટવર્કે તાજેતરમાં હેલ્થ ઍન્ડ વેલનેસ બ્રાન્ડ નેચરામોર હેઠળ તેની જોઇન્ટ કેર ન્યુટ્રાસ્યુટિકલનું નવીકરણ કર્યું છે. આ ઉત્પાદન શરીરના સાંધાની મહત્તમ સંભાળના કાર્ય માટેની છે. સાંધાનો દુ:ખાવો હવે બહુ પીડાદાયક નથી જે ફક્ત વૃદ્ધ લોકોને અસર કરે છે. વીસીમાં પ્રવેશેલા યુવાન પુખ્ત વયના લોકો પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે અને ખભા, ગળુ, પગની ઘૂંટી( પગના ઘુંટણ), કાંડા અને સાંધાઓમાં તીવ્ર પીડાથી પીડાતા હોવાનું જાણીતું છે. નેચરામોર જોઇન્ટ કેર સાંધાના આંતરિક કાર્ય જાળવવામાં મદદ કરે છે અને આપણા શરીરને અંદરથી ચુસ્ત રાખે છે.

નેચરામોર જોઇન્ટ કેરની રજૂઆત પર નેટસર્ફ કમ્યુનિકેશંસ પ્રા.લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુજિત જૈને જણાવ્યું હતું કે, “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારતમાં છ લોકોમાંથી એક જણ અને ત્રણ પરિવારોમાંથી એક પરિવાર સાંધાના દુ:ખાવાથી પીડાય છે. અમારું આંતરિક સંશોધન પણ એવું સૂચવે છે કે ટીવી પર સતત કાયક્રમો જોવા, મોબાઇલ ફોન્સ/લેપટોપ પર લાંબો સમય વીતાવવો, એકંદરે બેઠાડું અને નિષ્ક્રિય જીવનશૈલી સાથે પોષકતત્વોની ઉણપ સાંધા સંબંધિત તીવ્ર વિકારોનું કારણ બને છે. આવી પરિસ્થિતિમાં, શરીરની અમુક વિકારો સામે લડવાની ક્ષમતાને સુધારવા માટે આરોગ્યપ્રદ પૂરક પોષક તત્વો લેવા આવશ્યક બને છે. સાંધાની સંભાળ લેતું અમારું નવું ઉત્પાદન અસરકારક ઉપાય આપે છે, કારણ કે તે ગુગળ, અશ્વગંધા, સલાઈ, હડજોડ અને પીપલી જેવી કુદરતી ઔષધિઓ અને કુદરતી સામુદ્રિક વનસ્પતિના કેલ્શિયમના ગુણો ધરાવે છે, જે સાંધાઓને કાર્ય કરવા માટે જરૂરી પોષણ પૂરું પાડીને એકંદરે સ્નાયુયુક્ત અસ્થિતંત્રને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે.”
નેચરામોર એ એક ન્યુટ્રાસ્યુટિકલ છે જે સ્નાયુયુક્ત અસ્થિતંત્ર (મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ)ને આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે. ઉન્નત બનાવેલું સંયોજન સાંધાના આરોગ્ય, સ્નાયુઓની શક્તિ અને હાડકાની રચનાને જાળવવામાં મદદ કરે છે. આ ઉત્પાદનનો ઉપયોગ સાંધામાં દુ:ખાવો, સાંધામાં સોજો, ખભા, ગળુ, ઘૂંટણ, કેડ અને કોણીમાં સાંધાના સોજા અને અક્કડતા હોય એવા દર્દીઓ અને ચાલવામાં તથા પગથિયાં ચડવામાં તકલીફ પડતી હોય તેવા લોકો માટે થઈ શકે છે.
નવેમ્બર 2020માં નેટસર્ફે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડ દંપતી, કરીના કપૂર અને સૈફ અલી ખાનને લઈને ‘અંદર સે ફિટ ’ટેગલાઇનથી નેચરામોર બ્રાન્ડ માટે પોતાનું સંકલિત માર્કેટિંગ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે નેચરામોર જોઇન્ટ કેર પ્રોડક્ટને સુધારવામાં આવી છે.
કોવિડ-19 રોગચાળાના લોકડાઉનના તબક્કા દરમિયાન પેદા થયેલા આરોગ્યના પડકારોને ધ્યાનમાં લઈને, નેટસર્ફે લોકડાઉન દરમિયાન કેટલાક ઉત્પાદનો જેવાં કે, નેચરામોર વિમેન્સ વેલનેસ, આઈ કેર અને ડી-સ્ટ્રેસ ગોળીઓ તથા નેચરામોર ઇમ્યુન પ્લસ કેપ્સ્યુલ્સ બજારમાં મૂકી હતી.