અમદાવાદ : આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કુલની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.
દર વર્ષની જેમ પ્રિમિયર સ્કુલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઈન્ટરનેશનલ સ્કુલ્સ અને બોર્ડિંગ સ્કુલ્સ પ્રાઈડ હોટેલ, અમદાવાદ ખાતે તા. ૨૦ અને તા.૨૧ ના રોજ દર્શાવાશે.
તમામ વાલીઓ કે જેઓ અમદાવાદમાં ‘પ્રિમિયર સ્કુલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કુલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.
૨૦થી વધુ નોંધપાત્ર સ્કુલ્સ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને ભારતની પ્રોમીનેન્ટ બોર્ડિંગ સ્કૂલમાંથી દહેરાદૂન, દિલ્હી એનસીઆર, બેંગલોર, મસુરી, ઉદયપુર અન્ય ભાગોમાંથી સામેલ થઈ છે. ‘પ્રિમિયર સ્કુલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કુલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે.
વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે. પ્રિમિયર સ્કુલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કુલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કુલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કુલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશ અને તેમની પસંદગીની સ્કુલમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.
આજે બોર્ડિંગ સ્કુલ્સ શિક્ષણની ઉજળી બાજુ બની રહી છે જેને અગાઉ તેઓ બાળકો માટેની ‘દૂરના અંતરે આવેલી જેલ’ કહેવામાં આવતી હતી. બોર્ડિંગ સ્કુલ્સ સેલ્ફ રિલાયન્ટ સ્કુલ્સ હોય છે જેમાં ઝીણવટપૂર્વક શૈક્ષણિક સ્પર્ધા, ઊર્જાયુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ સામેલ હોય છે. તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રહેણાંક સુવિધા આરોગ્યપ્રદ ક્લાઈમેટસ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કુલ્સમાં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક, સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કુલ્સમાં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક, સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કુલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેડ અગ્રણી બોર્ડિંગ સ્કુલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.
આ એક્ઝિબિશનમાં સામેલ સ્કુલોમાં જે કેટલીક અગ્રણી સ્કુલ્સ છે તેમાં કેટલાક અગ્રણી ભાગ લેનારાઓમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન (અમદાવાદ), ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ (અમદાવાદ અને મહેસાણા), ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન (અમદાવાદ), કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ (અમદાવાદ), બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન (અમદાવાદ), એલીટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન (અમદાવાદ), ગ્રીન વેલી હાઇ સ્કૂલ (વડોદરા), જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્સિયલ સ્કૂલ (બેંગલોર), કેંડર ઇન્ટરનેશનલ સ્કૂલ (બેંગલોર) કસિગા સ્કૂલ (દહેરાદૂન), તુલાની ઇન્ટરનેશનલ સ્કૂલ (દહેરાદૂન), મોડી સ્કૂલ ‘એ પ્રીમિયર ગર્લ્સ સ્કૂલ’ (સીકર), રોકવ્ડ્સ સ્કૂલ (ઉદયપુર ), બિરલા ઇન્ટરનેશનલ સ્કૂલ (કિશનગઢ), સૂર્ય વરસાણી એકેડેમી, રહેણાંક (ભુજ), આનંદ ગ્લોબલ સ્કૂલ (અમદાવાદ), ગ્રીનવુડ હાઇ ઇન્ટરનેશનલ સ્કૂલ (અમદાવાદ), શ્રીમતી. કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ (અમદાવાદ), સેન્ટ જોસેફ્સ સ્કૂલ (વિજાપુર), અને ઘણા વધુ.– દહેરાદૂન સામેલ છે.
સામેલ થનારી સ્કુલો તેમની સ્કુલને તેની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અને ફી સ્ટ્રક્ચર વાલીઓને જણાવશે અને યોગ્ય ઉમેદવારો માટે સ્પોટ એડમિશન્સ તથા માર્ગદર્શન ઓફર કરે છે. એક્ઝિબિશનમાં આવનાા મુલાકાતીઓને ‘પ્રિમિયર સ્કુલ ગાઈડ’ની નિઃશુલ્ક નકલ મળશે – જે એક વિશિષ્ટ માર્ગદર્શિકા છે જેમાં ભારતની અગ્રણી સ્કુલ્સને લગતી માહિતી પૂરી પાડવામાં આવી છે. જેથી વાલીઓને તેમના બાળક માટે આદર્શ સ્કુલ પસંદ કરવાની સરળતા મળે છે.
પ્રિમિયર સ્કુલ્સ એક્ઝિબિશન્સનો વિચાર ૧૭ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કુલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈઆઈપીએઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કુલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કુલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્સિયલ અને ઈન્ટરનેશનલ સ્કુલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત્ર નીચે.’
આ એક્ઝિબિશન ભારતથી થાઈલેન્ડ, યુએઈ, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશના ૧૩ શહેરોની મુલાકાત લેશે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થશે.