~ મુંબઈ અને દિલ્હીમાં લક્ઝુરિયસ રેન્ટલ સાથે આ પહેલમાં 15 નવા ઈન્ફ્લુએન્સરો દરેક સપ્તાહે એકત્ર આવીને એક છત હેઠળ કેચી કન્ટેન્ટ નિર્માણ કરશે ~
માર્ચ, 2021- શોર્ટ વિડિયો એપ્સ તેના ડિજિટલ સુપરસ્ટારની વૃદ્ધિ કરવા લાખ્ખો યુવા કન્ટેન્ટ ક્રિયેટરો માટે માર્ગ કંડારવામાં આવ્યો છે. આવી ઊભરતી પ્રતિભાઓને પોષવાના ધ્યેય સાથે અવ્વલ શોર્ટ ફોર્મેટ વિડિયો એપ એમએક્સ ટકાટકનું લક્ષ્ય યુવા ક્રિયેટરોને તેમની પ્રતિભા બતાવવા માટે મંચ આપવાનું અને તેમને એમએક્સ ટકાટક માય હોમના લોન્ચ સાથે ઉત્તમ કન્ટેન્ટ બનાવવા સશક્ત બનાવવાનું છે. ભારતમાં આ અનોખી પહેલ કન્ટેન્ટ ક્રિયેટર કલેક્ટિવ છે, જેમાં દેશની અમુક ઉત્કૃષ્ટ પ્રતિભાઓ સપ્તાહ દર સપ્તાહ એકત્ર આવશે, જોડાણ કરશે અને એકબીજાને વધુ ફોલોઅરો ભેગા કરવામાં મદદરૂપ થશે.
ઉત્પાદકતા માટે તૈયાર કરવામાં આવેલી માય હોમ એક મહિના સુધી ચાલનારી પ્રવૃત્તિ છે, જેમાં સમર્પિતટીમ સાથે રોજબરોજ તાજી કન્ટેન્ટનું નિર્માણ જોવા મળશે, જે કેઓએલને આવશ્યક સર્વ વ્યાવસાયિક ટેકો અને સહાય આપશે. મનોરંજન કેન્દ્રો મુંબઈ અને દિલ્હીમાં ફેલાયેલાં આ 2 લક્ઝુરિયસ હોમ દર સપ્તાહે 15 ઓડિયન્સ ફેવરીટ્સને હોસ્ટડ કરશે અને આ પ્રતિભાશાળી ડિજિટલ શોખીનો કૂલ કન્ટેન્ટ ઈનોવેટ અને ક્રિયેટ કરવાની તક આપશે.
આ વિશે ભાર આપતાં એમએક્સ ટકાટકના બિઝનેસ હેડ જાહન્વી પરીખે જણાવ્યું હતું કે માય હોમ અમારા કન્ટેન્ટ ક્રિયેટરોને વૃદ્ધિ માટે એકસમાન તકો આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘરનાં દ્વાર તે ક્રિયેટરો માટે ખૂલશે, જેઓ તેમની કળા વિશે ઉત્સાહ ધરાવતા હોય, જેઓ તેમના વિડિયો સાથે સાતત્યતા ધરાવતો હોય અને જેઓ ડિજિટલ કન્ટેન્ટ ઉપભોગમાં પરિવર્તન લાવવા આગેવાની લેવા માગતા હોય. આ હાઉસ એકત્રિત વાતાવરણ નિર્માણ કરે છે, જેમાં આપણા ડિજિટલ શોખીને ભારતનું મનોરંજન કરવા માટે રોમાંચ કન્ટેન્ટ નિર્માણ કરવા પ્રોત્સાહિત થાય છે.
દિલ્હી માય હોમમાં પ્રવેશ કરનાર ફૈઝલ સિદ્દિકી કહે છે, ક્રિયેટરો માટે બળોમાં જોડાવા સહભાગી વાતાવરણ નિર્માણ કરવાની સંકલ્પના અને મોજીલી કન્ટેન્ટ બનાવવી તે ઉત્તમ વિચાર છે. આવી તક ઉત્તમ ડિજિટલ સ્ટારને જન્મ આપે છે.
ઈન્ફઅલુએન્સર રિઝવાને ઉમેર્યું હતું કે એમએક્સ ટકાટકની ટીમ એ ખાતરી રાખશે કે ઉત્તમ વિડિયો નિર્માણ કરવા માટે જરૂરી આપણી પાસે બધું જ હોય. કન્ટેન્ટની ગુણવત્તા આપોઆપ સુધરે છે અને અમે અમારા ચાહકો માટે ઉત્તમ પગલાં લઈ શકીશું.
મંચ પર વધુ એક ક્રિયેટર વિશ રાઠોડે જણાવ્યું હતું કે આવી સ્પેસ નિર્માણ કરવી તે આંતરરાષ્ટ્રીય સંકલ્પના છે અને એમએક્સ ટકાટક અમારા જેવા ક્રિયેટરને યાદગાર મોકો આપે છે તે બહુ સારી વાત છે. તમને સમવિચારીઓને મળવાની, વિચારો, વિચારધારાઓની ચર્ચા કરવાની તક મળે છે અને ક્રિયાત્મક રીતે વૃદ્ધિ કરી શકો છો અને હું પણ તે માટે ઉત્સુક છું.
ઓયે ઈન્દોરીએ આ વિશે જણાવ્યું હતું કે એમએક્સ ટકાટક ખરા અર્થમાં એવું મંચ છે, જે તેમના ક્રિયેટરોને પ્રથમ રાખે છે. ઈન્ફ્લુએન્સર તરીકે હું આ એકત્રિત પહેલોનો હિસ્સો બનવા ભારે ઉત્સુક છું. મને વધુ અદભુત વિડિયો બનાવવા શીખવાની તક મળી છે અને આ અવકાશમાં વધુ સારી રીતે સમજવાની તક મળી છે.
માય હોમ દિલ્હીનો હિસ્સો અમુક ઈન્ફ્લુએન્સરોમાં ઓયે ઈન્દોરી, સોફિયા અન્સારી, વિશ રાઠોડ, માહિરા ખાન, દીપક જોશી, વિશાલ ભટ્ટ અને મિહિર ગુપ્તાનો સમાવેશ થાય છે.