તે ભારતના સૌથી વધુ ડાઉનલોડ કરાતા શોર્ટ વિડિયો એપ એમએક્સ ટકાટક પર તેના ચાહકોનું મનોરંજન કરતી જોવા મળશે
પોતાની અભિનય શક્તિ, મંત્રમુગ્ધ કરનારા ડાન્સ મુવ્ઝ અને અદભુત સ્ટાઈલ સ્ટેટમેન્ટ્સ સાથે અભિનેત્રી અવનીત કૌર લાખ્ખોનાં મન જીતી રહી છે. આપણે તેને હમારી સિસ્ટર દીદી, ચંદ્રા નંદિની અને અલાદ્દીન- નામ તો સૂના હોગા તેમ જ સુપર હિટ સિંગલ્સ જેમ કે, ટોની કક્કરની ચોકલેટ, નિક્સની બદામી રંગ અને હાલમાં જ રિલીઝ થયેલી અકુલની ફરારમાં આપણે તેને જોઈ છે. આ જિવા હવે ડિજિટલ ગેમને નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે અને ભારતના સૌથી વધુ ડાઉનલોડ કરાતા શોર્ટ વિડિયો પ્લેટફોર્મ એમએક્સ ટકાટક પર ચાહકોનું મનોરંજન કરતી જોવા મળશે.
તેના આ પગલા અને એમએક્સ ટકાટક પસંદગીના અગ્રતાના મંચ તરીકે ચૂંટવા વિશે બોલતાં અવનીત કૌર કહે છે, સેલિબ્રિટી તરીકે હું દેશભરના લાખ્ખો ચાહકો સાથે સહભાગી થવા માગું છું અને શોર્ટ ફોર્મ વિડિયો કેટેગરીમાં બજાર આગેવાન તરીકે એમએક્સ ટકાટકે મને તે પહોંચી વળે એ વિશાળ અને વૈવિધ્યસભર ઉપભોક્તા મૂળ સુધી પહોંચવામાં મદદ કરી છે. મેં આ મંચ પસંદ કર્યું તે પૂર્વે થોડા એપ અજમાવી જોયા હતા અને મને ભાન થયું કે એમએક્સ ટકટક અમુક ઉત્તમ ફીચર્સ, ફિલ્ટર્સ અને ટૂલ્સ ધરાવે છે, જે મને રોમાંચક વિડિયો તૈયાર કરવા પ્રેરિત કરે છે, જેથી હું ખરેખર આ વિશે બહુ રોમાંચિત છું.
સોશિયલ મિડિયા વિશે તે કહે છે, સોશિયલ મિડિયા તેના ફાયદા અને ગેરફાયદા ધરાવે છે, પરંતુ તે ઈમાનદારીથી તેને કઈ રીતે લેવાય અને ઉપયોગ કરાય તેની પર આધાર રાખે છે. હું માનું છુ કે આપણા અસ્તિત્વની તે વ્યાખ્યા કરતું નથી અને કરવી નહીં જોઈએ ત્યારે મારે માટે એમએક્સ ટકાટક સાથે આ જોડાણ રાષ્ટ્રીય સ્તરે ચાહકો સાથે જોડાવાનો, મારી ક્રિયાત્મકતા ખોજ કરવાનો, અર્થપૂર્ણ વાર્તાલાપ શરૂ કરવાનો અને જાહેર હસ્તી તરીકે તે અમુક રીતે પ્રભાવ નિર્માણ કરવામાં મને મદદરૂપ થાય છે.
સખત મહેનત, સમર્પિતતા અને જોશનું પ્રતીક અવનીતે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સાથે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર પછી અભિનયમાં ઝંપલાવ્યું હતું. તેમો ફિલ્મ મરદાનીમાં રાની મુખરજી સાથે ભૂમિકા મળી હતી. ઉપરાંત અલાદ્દીન- નામ તો સૂના હોગામાં રાજકુમારી પ્રિન્સેસની ભૂમિકા ભજવી હતી. તે એમએક્સ ટકાટક પર પણ સહભાગી, નવા શોર્ટ વિડિયો સાથે લોકોના મન પર રાજ કરશે એવી અમારી ખાતરી છે.
એમએક્સ ટકાટક 150 મિલિયન માસિક એક્ટિવ યુઝર્સને પહોંચી વળે છે અને એપ એની દ્વારા સ્ટેટ ઓફ મોબાઈલ 2021 રિપોર્ટ અનુસાર ભારતમાં માસિક એક્ટિવ યુઝર્સની દ,ટિએ બ્રેકઆઉટ સોશિયલ એપ્સમાં #4મો ક્રમ ધરાવે છે.
**ભારતનું સૌથી વધુ ડાઉનલોડ કરાતું શોર્ટ વિડિયો એપ- એમએક્સ ટકાટક, ફેબ્રુઆરી 2021 માટે સેન્સર ટાવર ટા અનુસાર.
હમણાં જ એપ ડાઉનલોડ કરો.