IN10 મીડિયા નેટવર્ક ઇશારા – જિંદગીના નઝારા સાથે હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ માર્કેટમાં પ્રવેશી રહી છે. જીવનમાં એક કેલિડોસ્કોપ અને દરેક વસ્તુને મધ્યમાં રાખીને ઇશારા ટેલિવીઝન સ્ટોરીટેલીંગ પર પોતાના તાજા દ્રષ્ટિકોણ સાથે ભારતીય પ્રેક્ષકોને ઉત્સાહિત કરવાનો ઇરાદો ધરાવે છે.
અનેક આશાઓ બાદ, ચેનલ દરેક ડીટીએચ અને કેબલ નેટવર્ક્સ પર આજે ચાર યાદગાર સ્ટોરીઓ સાથે 1લી માર્ચ 2021થી લાઇવ થવા જઇ રહી છે. પ્રત્યેક સંસ્કૃતિનો તલસ્પર્શી છે પરંતુ તેને આધુનિક લેન્સ – હજ્જારો શૈલીઓ સાથે જોવામાં આવી રહ્યો છે – જેમાં ઐતિહાસિક શ્રેષ્ઠ વાર્તા પાપનાશિની ગંગા, રોમેન્ટિક થ્રીલર અગ્નિ-વાયુ અને બે ડ્રામા શો હમકદમ અને જનાનીનો પણ સમાવેશ થાય છે.
પાપનાશિની ગંગા એ રોમાંચક ઐતિહાસિક શો છે જેમાં બાળ કલાકાર આક્રિતી શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ શોમાં દૈવી ગંગાની અને તેના જીવનની વાર્તા છે જે માનવતાના કલ્યાણઅર્થે સમર્પિત છે.
જનાની એ એકલી માતાની સ્ટોરી છે; એક સ્વતંત્ર મહિલાથી લઇને એક સ્વતંત્ર સફળ મહિલા સુધીની તેમાં વાત છે. આ સ્ટોરી નજરમાં રાખવામાં આવેલા પ્રેક્ષકો માટે એક પ્રગતિકારક ઉદાહરણ પૂરું પાડે છે કેમ કે તેમાં મજબૂતાઇ, હિંમત અને પરિવર્તનનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. વિખ્યાત ટીવી સ્ટાર્સ સુપ્રિયા પિલગાંવકર અને મહેશ ઠાકુર આ શોમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
અગ્નિ વાયુ, વાયુ અને અગ્નિની વચ્ચેના સંબંધ દર્શાવે છે જે મહત્ત્વાકાંક્ષીય વિશ્વમાં પ્રેમ અને વિશ્વાસના સુંદર પ્રકારોની શોધ કરે છે. આ દાનકર્તા ડૉકટર અને હૈયુ તૂટેલા પ્રેમીની વચ્ચેનું એક રોમેન્ટિક થ્રીલર છે, જ્યાં અદભૂત દરમિયાનગીરી આવશ્યક છે. આ શોમાં મુખ્ય ભૂમિકમાં શિવાની તોમર અને ગૌતમ વિગનો સમાવેશ થાય છે.
હમકદમ ગુરુદીપ કોહલી અને ભૂમિકા ગૌરાંગ દ્વારા ભજવવાં આવેલી તદ્દન વિરોધાભાસી વ્યક્તિત્વની તાજી વાર્તા સાથે સાસુ-વહુના પરંપરાગત બંધનોને તોડે છે. આ વાર્તા સામાન્ય રીતે ઓળખી શકાય તેવી બે મહિલાની છે જેને અસાધારણ અણધારી પરિસ્થિતિ વચ્ચે મુકવામાં આવી છે.
IN10 મીડિયા નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પીટ્ટીએ જણાવ્યું હતુ કે,“દરેક ભારતીયને એક સાથે સમાન રીતે બાંધતા હોય તો તે છે મજબૂત લાગણી. આપણે જિંદગીને તેની ઊંચાઇઓ અને પડતીઓને તેની ભવ્યતા સાથે ઉજવે છે. ઇશારા દ્વારા રચવામાં આવેલ દરેક શો પાત્રતા અને વૃત્તાંતોની દ્રષ્ટિએ વિશિષ્ટતા સાથે અલગ પ્રકારની શૈલીને ઉમદા દ્રષ્ટિકોણ દ્વારા શોધતી આપણી વૈવિધ્યતા અને એકતાને ઝડપશે અને ઉજવણી કરશે જે પ્રેક્ષકોને અસમાંતરીત અનુભવ પૂરો પાડશે. તમે જોઇ શકો, આનંદ માણી શકો તે માટે ઇશારા હવે વિવિધ પ્લેટફોર્મસ પર લાઇવ છે.”
આ ઉપરાંત જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તેવી ક્રાઇમ સિરીઝ ફરારકબતક આવી રહી છે, જેને અદભૂત અતુલ કુલકર્ણી હોસ્ટ કરી રહ્યા છે. આ શો વાસ્તવિક જીવનના એવા ક્રાઇમ કિસ્સાઓથી પ્રેરીત છે જેણે આપણા દેશને ન્યાયના મૂળને હચમચાવી નાખ્યા છે.
આજથી શરૂ થતી, હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ઇશારા વિવિધ સર્વિસ પ્રોવાઇડર્સ મારફતે વિશ્વ આખામાં ઇશારા ઉપલબ્ધ છે.