~ ફોટોગ્રાફરથી સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર સુધી મોનિશ રાજા નવી શાયરી, સફળતા અનેઘણું બધું વિશે વાત કરે છે ~
મુંબઈ, 27મી માર્ચ, 2021- હોળી રંગોના તહેવાર કરતાં પણ વિશેષ છે. આ પ્રેમનો તહેવાર છે. મિત્રો અને પરિવાર સાથે ઉજવણીનો મોકો હોય છે અને બુરાઈ પર સારપની જીતની હંમેશાં યાદ અપાવે છે. આ કપરા સમયમાં આપણે બધા શક્ય સુરક્ષિત રીતે આપણા વહાલાજનો સાથે તહેવારની ઉજવણી કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એમએક્સ ટકાટક ઈન્ફલુએન્સર મોનિશ રાજાએ અમુક શક્તિશાળી શબ્દો લખ્યા છે, જે આપણને આશા અને ભાઈચારાનું ભાન કરાવે છે.
ઈતને સારે ત્યોહારોમેં સિર્ફ હોલી હી એક ઐસા ત્યોહાર હૈ જિસમેં દુશ્મન ભી રંગ લગાયે તો બૂરા નહિ લગતા… તભી તો કહતે હૈ, બૂરા ના માનો હોલી હૈ, એમ મોનિશ લખે છે.
સાધારણ મનીષ નામે છોકરાથી લઈને ડાયનેમિક ઈન્ફ્લુએન્સ મોનિશ રાજા બનવા સુધી, તેણે ડિજિટલ દુનિયામાં પોતાની આગવી ઓળખ કંડારી છે. આ એમએક્સ ટકાટક કેઓઈલે લાંબી મજલ મારી છે. યુવા અને ઈચ્છપૂર્ણ ફોટોગ્રાફરે શબ્દોની રમત શાયરીમાં તેની આકાંક્ષા શોધી કાઢી છે અને આજે તેણે લોકોના મનને સ્પર્શી જાય તેવી બોલકણી શાયરીઓ થકી ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
ભારતનો અગ્રણી શોર્ટ વિડિયો એપ એમએક્સ ટકાટક આવી પ્રતિભાને ઓળખે છે અને લગભગ 150 મિલિયન માસિક એક્ટિવ યુઝર્સના તેના વિશાળ ઉપભોક્તા મૂળ ને મોબાઈલ પ્રથમ કન્ટેન્ટ નિર્મિત ટૂલ્સ સાથે સ્ટારડમમાં પ્રવાસને ટેકો આપે છે. રંગોનો તહેવાર નજીકમાં છે ત્યારે મોનિશ રાજા આ વર્ષે હોળી માટે તેની લાગણીઓ વિશે ખૂલીને વાત કરે છે.
તે કહે છે, હું નાનપણથી જોતો આવ્યો છું કે હોળીની ઉજવણી ખુશીઓ, રંગોથી ભરચક ચહેવાર છે અને તમારા વહાલાજનો સાથે સમય વિતાવવાનો અવસર છે. હાલમાં આપણે બધા એવી બદનસીબ સ્થિતિમાં સપાડાયા છે કે વાલીઓ તેમવા બાળકોને જોઈ શકતા નથી, મિત્રો દૂર થઈ ગયા છે, બધા અજ્ઞાતના ડર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે તે છતાં જો આપણે આપણી આંખો ખોલીને જોઈએ તો પ્રેમ સર્વત્ર છે. આપણો કોઈ શત્રુ નથી. આ નંગ સાથે મને આશા છે કે હું શાંતિ, ભાઈચારો અને પ્રેમને પ્રોત્સાહન આપી શકું છું. એમએક્સ ટકાટકની #ઘરવાલીહોલી દુનિયાભરમાં ભાવનાઓ એકત્ર લાવવાની વધુ એક રીત છે. હું દરેકને આ તહેવાર પરિપૂર્ણ રીતે માણવા પરંતુ મહત્તમ સુરક્ષાની ખાતરી રાખવા માટે અનુરોધ કરું છું.
ખ્યાતિ હાંસલ કરવા વિશે અને જીવનમાં શું ઈચ્છે છે એવું પુછાતાં તેણે સીધીસાદી સલાહ આપતાં જણાવ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે લોકો સફળ થાય, અમુક પાસાંમાં અન્યોથી આગળ વધે તો તેઓ નિષ્ફળ હોય તેમની જોડે વાત નહીં કરશે. નિષ્ફળ હોય તેઓ સફળની પાછળ દોડશે અને ત્યાં જ જીવનનું વર્તુળ છે. હું નાના શહેરનો છોકરો છું અને ઉચ્ચ દરજ્જો, ખ્યાતિ પ્રાપ્ત કરવા અને વધુ કામ કરવા માગું છું, પરંતુ મારા જીવનમાં મને જેમણે ટેકો આપ્યો છે તેમને હું હંમેશાં યાદ રાખીશ.
પ્રેરણા સર્વત્ર રહેલી છે એ વાસ્તવિકતામાં તે ભારપૂર્વક માનું છું. તેણે મસ્તી ખાતર શાયરી લખવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તેને ખ્યાલ આવ્યો કે તેના શબ્દોએ લોકોનું જીવન બનાવી દીધું છે. લોકોને પ્રેરિત કરવા ભાર આપતાં મોનિશ રાજાએ તેના શબ્દો થકી ચાહકોનું મનોરંજન કરવાનું અને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે.
એમએક્સ ટકાટક આ વર્ષે તેના ક્રિયેટર્સ સાથે # ઘરવાલી હોલી ઉજવણી કરીને તેના ઝડપથી વધતા સમુદાય સાથે તહેવારની ખુશી અને આનંદ ફેલાવવા માગે છે, જે માટે હોળીની થીમનાં ફિલ્ટર્સ, સ્ટિકર્સ અને મ્યુઝિકનો ઉપયોગ કરે છે. તો પધારો, આ રંગોનો તહેવાર ડિજિટલ રીતે ઊજવો અને મોનિશ રાજાની શાયરી સાંભળવા માટે હમણાં જ એમએક્સ ટકાટક એપ ડાઉનલોડ કરો.