~ પારુલ ગુલાટી વેબ અવકાશમાં તેની કારકિર્દી અને તેના હાલના પ્રોજેક્ટ હે પ્રભુ-2 વિશે વાત કરે છે ~
ગત વર્ષમાં ડિજિટલ અવકાશમાં ગતિ આવી છે, જેને લઈ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર મહત્તમ આકર્ષણ પ્રેરિત થયું છે. આ પરિવર્તને ઘણા બધા આશાસ્પદ કલાકારો માટે દ્વાર ખોલી નાખ્યાં છે અને ઘણા બધા બ્રેકઆઉટ સ્ટાર્સ બની શક્યા છે. પારુલ ગુલાટી તેમાંથી જ એક છે, જેણે ભૂતકાળમાં અદભુત પરફોર્મન્સ સાથે લોકોનું ધ્યાન ખેંચ્યું હોઈ ફરી એક વાર આપણા બધાનું ધ્યાન અત્યંત વહાલી સિરીઝ હે પ્રભુની સીઝન 2માં ખેંચ્યું છે.
એમએક્સ ઓરિજિનલ સિરીઝ હે પ્રભુ-2 મોજીલી અને જીવનને સ્પર્શતી ડ્રામેડી સિરીઝ છે, જે તમને તરુણ પ્રભુ (રજત બાર્મેચા)ના જીવનના પ્રવાસે લઈ જાય છે. આ સોશિયલ મિડિયા ગુરુના સીઝન-1માં અંગત જીવન લોચામાં સપડાયું હતું.
સીઝન-1ની રિકેપ આ રહીઃ http://bit.ly/HeyPrabhu_S1Recap
હવે ત્યાંથી શરૂઆત કરતાં આ સીઝનમાં અંગત, વ્યાવસાયિક અને પ્રેમ જીવનમાં તેમને માટે 10X ડ્રામા જોવા મળ્યો હતો. અરુણીમાની ભૂમિકા ભજવતી પારુલ ગુલાટીએ શો અને ઓટીટી પ્લેટફોર્મ પર તેના અનુભવો વિશે ચર્ચા કરી હતી.
પારુલ ગુલાટી કહે છે, “છેલ્લા એક વર્ષમાં મારું મોટા ભાગનું કામ જારી થયું તેની મને ખુશી છે. વેબ અવકાશ કલાકારોને તેની કે તેણીની ખોજ કરવા માટે વિશાળ છે. એકથી અન્યમાં અલગ અલગ 3થી 4 પાત્રો ભજવવાનું તમારી પાસે આસાનીથી આવતું નથી. જોકે વેબ સિરીઝે મને અભિનેત્રી કે કલાકાર તરીકે ઉત્તમ સમય આપ્યો છે.”
તે વધુમાં ઉમેરે છે, “હે પ્રભુ-2 વિશે વાત કરું તો આ શો નવી પેઢીની મસ્યાઓ વિશે બોલે છે અને શોની તે જ મજેદાર વાત છે. આપણે બધા તેની જગ્યાએ હતા અને તે કર્યું છે. અરુણીમાના પાત્ર મેં વૃદ્ધિ કરી છે, સમસ્યાઓ સંભાળવાની તેની રીત વિશે મેં ઘણું બધું શીખ્યું છે અને મને આશા છે કે દર્શકોને સીઝન-1ની જેમ જ આ શો પણ ગમશે.”
અભિષેક ડોગરા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝમાં અચિંત કૌર, જસમીત સિંહ ભાટિયા, સોનિયા અયોધ્યા, પ્રિયંકા તડુલકર, રિતુરાજ સિંહ, ગ્રુષા કપૂર, દેવ દત્ત, આશિષ ભાટિયા, રાજ ભણસાલી અને નેહા પાંડા છે. શો હવે એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ કરી શકાશે.